Skip to main content

વોડાફોન કંપનીને ૭૦૦% કરતા વધારે ભાડું ચૂકવીને ગુજરાત ભાજપ સરકારનો લાખો રૂપિયાનો દુર્વ્યય.

સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતાં વધારે ચૂકવાય છે : શક્તિસિંહ ગોહિલ

ગુજરાતની ભાજપની સરકાર ગુજરાતના અધિકારીઓ તેમજ મીનીસ્ટરોને આપવામાં આવતા સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતા વધારે ચૂકવીને પ્રજાની તિજોરીમાંથી લાખો રૂપિયાનો દુર્વ્યય કર્યો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જીઆર નંબર CEL૧૦૨૦૦૩-૧૪૭૮-ઘ ની નકલો પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે, ગુજરાત સરકાર પ્રાઈવેટ  નેટવર્ક કંપની વોડાફોનને મોબાઈલ ફોન સેવા માટે  દર મહીને લાખો રૂપિયાનું વધારનું બીલ પ્રજાની તિજોરીમાંથી ચૂકવી ચુકી છે. કેન્દ્ર સરકારનું પોતાનું જ જાહેર સાહસ બીએસએનએલ માત્ર ૬૬૬ રૂપિયામાં ૧૨૯ દિવસ માટે અનલિમિટેડ કોલ્સ સ્થાનિક અને નેશનલ રોમિંગના તેમજ ૧૦૦ એસએમએસ મફત ની સેવા આપી રહી છે એટલેકે દર મહીને માત્ર ૧૬૬ રૂપિયામાં છુટક ગ્રાહકને બીએસએનએલની મોબાઈલ ફોન સેવા પ્રાપ્ત થાય જયારે વોડાફોન કંપની પ્રાઇવેટ છુટક ગ્રાહકને ૨૯૯ રૂપિયામાં અનલિમિટેડ આઉટગોઇંગ અને ઇનકમિંગ સ્થાનિક તથા નેશનલ રોમિંગ ફોન, ૧૦૦ એસએમએસ અને ૨૦ જીબી ડેટાની સેવા આપી રહી હતી. આમ છતાં આજ વોડાફોન કંપની પાસેથી ગુજરાતની સરકાર ૭૦૦% કરતા વધારે રકમ ચૂકવી છે. બીએસએનએલ કંપની અનલિમિટેડ ડેટા માત્ર ૧૬૬ રૂપિયામાં આપે છે ત્યારે ગુજરાત સરકારને વોડાફોન કંપની ૩૯૦ રૂપિયામાં માત્ર ૫ જીબી ડેટા આપી રહી હતી. એક માત્ર ગ્રાહક જો વોડાફોન કંપનીની ફોન સેવા લે તો તેને પણ ૨૯૯ રૂપિયામાં ૨૦ જીબી ડેટા મળે છે. એટલે કે ગુજરાત સરકારના ૩૯૦ રૂપિયાના મળતા ડેટા કરતા ૫ ગણા વધારે જીબી ડેટા પ્રાઈવેટને મળે છે. સેક્રેટરી તથા મંત્રીશ્રીઓ માટે ડેટા પ્લાનમાં ગુજરાત સરકાર દર મહીને ૭૨૮ રૂપિયા માત્ર ડેટાના ચૂકવી રહી છે. હકીકત માં જો માત્ર એક છૂટક ગ્રાહકને બીએસએનએલ ૧૬૬ રૂપિયામાં અનલિમિટેડ કોલ્સ અને ડેટા આપતા હોય અને વોડાફોન કંપની ૨૦ જીબી ડેટા અને આઉટગોઇંગ/ઇનકમિંગ કોલ્સ ૨૯૯ રૂપિયામાં આપતા હોય ત્યારે ગુજરાત સરકાર જથ્થાબંધ હજારો ફોન માટે ૭૦૦% વધારે ચૂકવણી કરી રહી છે. માત્ર સામન્ય વહીવટ વિભાગ હસ્તક જ ગુજરાત સરકારના ૨૦૦૦ કરતા વધારે ફોનનું બીલનું ચૂકવણું થાય છે આજ લાઈન પર અન્ય વિભાગો તથા જીલ્લાની કચેરીઓ પણ વોડાફોન કંપનીને ચૂકવણાં કરે છે. ૭૦૦ રૂપિયા થી લઈ ને ૧૮૦૦ રૂપિયા સુધીના બીલો પ્રતિ મોબાઈલ સેવા માટે ગુજરાત સરકાર વોડાફોન કંપનીને ચૂકવે છે અને આમ માત્ર જીએડી માંથી પણ જોઈએ તો માત્ર જીએડી ના ૨૦૦૦ ફોન જ લઈએ તો લાખો રૂપિયા દર મહીને ગુજરાત સરકાર વોડાફોન કંપનીને વધારે ચૂકવી રહી છે.

જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી સરકાર પાસે વોડાફોનના ચુકવણા અંગેના GR (સરકારી ઠરાવ)ની નકલો માંગવામાં આવી ત્યારે પોતાની પોલ ખુલી જવાની બીકે સરકારે ગયા મહીને નવો સરકારી ઠરાવ (GR) બહાર પાડીને વોડાફોનના દરો ઘટાડ્યા છે. હકીકતમાં જુનો ઠરાવ                     તા. ૧૫/૧૦/૨૦૧૫નો હતો તેની શરતોની પ્રથમ શરત એ હતી કે, તા. ૦૧/૧૦/૨૦૧૫ થી બે વર્ષ માટે જ કરાર કરવામાં આવે છે. આ ઉપરાંત શરત એવી પણ હતી કે, એક મહિનાની નોટીસથી કરાર રદ કરી શકાશે. સમગ્ર ગુજરાતમાં અનલિમિટેડ મોબાઈલ સેવાઓ નજીવી રકમમાં એક વર્ષ કરતા પણ વધારે સમયથી શરુ થઈ ગયેલ અને વોડાફોન સાથે કરાર પણ ૧/૧૦/૨૦૧૭ના પૂરો થઈ ગયો હોવા છતાં એક વર્ષ સુધી વોડાફોનને લાખો રૂપિયાનું ચુકવણુ દર વર્ષે થયેલ છે.

       કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પ્રાઈવેટ કંપની વોડાફોનને ભષ્ટાચારની દુર્ગંધ મારતા આવા ચૂકવણાં માટે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારને જવાબદાર ગણાવતાં સવાલ ઉઠાવ્યો છે કે,

1.                  ભૂતકાળમાં સરકારી કંપની બીએસએનએલ પાસેથીજ સરકારી મોબાઈલ સેવાનો લાભ લેવામાં આવતો હતો તો પછી સરકારની  કંપની છોડીને પ્રાઈવેટ નેટવર્ક કંપની વોડાફોનની મોબાઈલ સેવા લેવાનું કારણ શું?


2.                  આજ સુધી કુલ કેટલી વધારાની રકમ વોડાફોન કંપનીને સરકારે ચૂકવી છે તેની સત્ય હકીકત સરકાર બહાર પાડે અને ચૂકવાયેલી વધારાની રકમ વસુલ કરવાની સરકાર કાર્યવાહી ક્યારે કરશે? તેમજ વધારાની રકમ ચૂકવાઈ છે  તેના માટે જવાબદારની જવાબદારી નક્કી કરી શું પગલાં ભરવામાં આવેશે?

3.                  સરકારની જ બીએસએનએલ કંપનીના મોબાઈલની સેવાઓ મળી શકે તેમ છે તે ક્યારથી લેવામાં આવશે?

4.                  શું પ્રાઈવેટ કંપનીને લાખો રૂપિયાની વધારાની રકમ આપીને આ પ્રાઈવેટ કંપની પાસેથી સરકાર શું તરફેણ લઈ રહી છે તેની સરકાર જાહેરાત કરે?

હવે જોવાનું એ રહ્યું કે સરકાર શક્તિસિંહ ગોહિલ ની આ સચોટ માહિતી અને પ્રહાર બાદ કોઈ નવો નિર્ણય લે છે કે પછી આગે સે ચલી આતી હૈ ની જેમ જ જે છે એ ચાલુ રાખશે ....

# youtube : maa news live .
 કચ્છની પ્રથમ 24 કલાકની અને સૌથી વધારે નેટવર્ક ધરાવતી "મા આશાપુરા ન્યુઝ ચેનલ" ને subacribe કરો.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv