Skip to main content

જેનો ભય હતો એ જ થયું : સુપ્રીમ પણ શંકામાં.

જેનો ભય હતો એ જ થયું : સુપ્રીમ પણ શંકામાં.
આઝાદી બાદ ભારતમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ ચીફ જસ્ટિસ સામે ઉઠાવ્યા સવાલો.
ભૂતકાળમાં એક સમાચાર વાંચ્યા હતા , જેમાં સાંસદ જ્યારે બંગલા ખાલી નતા કરતાં ત્યારે સુપ્રીમ કોર્ટ કોમેન્ટ કરી હતી કે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી , પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટ ખુદ પોતે શંકા ના દાયરામાં હોય ત્યારે સાચે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી એવું કહીશું તો અતિશયોક્તિ નહી ઘણાય. 
સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ આજે પત્રકાર પરીષદ કરીને ખળભળાટ મચાવી દીધો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદનલોકુર, જસ્ટિસ કુરિયન જાસેફ, જસ્ટિસ રંજન ગોગોઇએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજાનો એક સાત પાનાનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જજાએ કેટલાક કેસમાં એસાઇનમેટને લઇને નારાજગી વ્યકત કરી છે. જજોએ આરોપ મુકયો છે કે ચીફ જસ્ટીસ તરફથી કેટલાક મામલાઓને કેટલીક ખાસ બેન્ચો અને જજોને જ આપવામાં આવે છે.    મીડિયા સાથે વાત કરીને ૨ નંબરના જજ મનાતા જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યુ અંદાજે ૨ મહિના પહેલા અમે ૪ જજોના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો અને મુલાકાત કરી અને તેઓને  જણાવ્યું કે, જે કંઇ પણ થઇ રહયું છે તે યોગ્ય નથી. પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહયું નથી. આ મામલો એક કેસના અસાઇનમેન્ટ અંગેનો હતો. તેઓએ કહયું કે, અમે ચીફ જસ્ટિસને અમારી વાત સમજાવામાં અસફળ રહ્યા. તેથી અમે દેશ સમક્ષ સંપૂર્ણ વાત રાખવાનો નિર્ણય કર્યો.   પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, ક્યાં મામલા અંગે તેઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો. જસ્ટિસ કુરીયન જાસેફે કહયું કે, તે એકનું અસાઇનમેન્ટ હતું તે પૂછવામાં આવ્યું કે શું આ સીબીઆઇ જજ જસ્ટિસ લોયાના શંકાસ્પદ મૃત્યુ સાથે જાડાયેલો મામલો છે. કુરિયને કહયું ‘હા’ આ બધાની વચ્ચે સીજેઆઇને લખેલો પત્ર જજ મીડિયાને આપવાના છે જેનાથી સમગ્ર મામલો સ્પષ્ટ થશે કે ક્યાં મામલા અંગે તેઓના ચીફ જસ્ટિસ સાથે મતભેદ છે. જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જાસેફે કહયુ કે, અમે તે પત્ર સાર્વજનિક કરીશું. જેનાથી સમગ્ર વાત સ્પષ્ટ થશે. ચેલામેશ્વરે કહ્યું કે, ૨૦ વર્ષ બાદ કોઇ એમ ન કહી શકે. અમે અમારી આત્મા વેચી દીધી છે તેથી અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ચેલામેશ્વરે કહ્યું કે, ભારત સહિત કોઇપણ દેશમાં લોકતંત્રને જાળવી રાખવા માટે તે જરૂરી છે કે, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા યોગ્ય રીતે કાર્ય કરે. ચેલામેશ્વરે કહ્યું કે, અમારા પત્ર પર હવે દેશને વિચાર કરવાનો છે કે મુખ્ય ન્યાયાધીશ વિરૂધ્ધ મહાભિયોગ ચલાવો કે નહી. જસ્ટિસ ચેલામેશ્વરે કહ્નાં કે, તે ખુશીની વાત નહી કે અમારે પત્રકાર પરિષદ બોલાવી પડે. સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં તે બન્યું છે, જે થવું જાઇએ નહીં. 
મીડિયા સાથે સુપ્રીમ કોર્ટના જજોની આ વાતચીત અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. સામાન્ય રીતે જજ મીડિયાથી દુર જ રહે છે અને સાર્વજનિક રીતે ન્યાયપાલિકાનો પક્ષ ચીફ જસ્ટિસ જ રાખે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને બીજા નંબરના સીનીયર જજ જસ્ટિસ ચેલામેશ્વર વચ્ચે અનેક મુદ્દે મતભેદ રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય સિધ્ધાંત છે કે ચીફ જસ્ટિસની પાસે રોસ્ટર તૈયાર કરવાનો અધિકાર હોય છે અને તેઓ નક્કી કરે છે કે કઇ બેંચ અને જજ મામલાની સુનાવણી કરશે. જોકે તે દેશનું ન્યાયશાસ્ત્ર છે કે, ચીફ જસ્ટિસ બધા બરાબરના જજોમાં પ્રથમ હોય છે. તેઓ કોઇથી નાના કે મોટા હોતા નથી. જજોએ પોતાના પત્રમાં લખ્યું કે, ‘એવા અનેક કેસ છે, જેનું દેશ માટે ખૂબ જ મહત્વ છે ચીફ જસ્ટિસે તેવા કેસોને તાર્કિક આધાર પર આપવાના બદલે પોતાની પસંદગીવાળા બેંચોને સોંપી દીધા. તેને કોઇ પણ ભોગે રોકવા જાઇએ.’ પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે, આ સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે નહિ તેથી કેસનો ઉલ્લેખ કરી રહ્યા નથી પરંતુ તેના કારણે પહેલાથી જ ન્યાયપાલિકાની સંસ્થાને નુકસાન થયું છે. 

ચાર જજોએ પત્રમાં શું શું લખ્યુ છે ? - ચીફ જસ્ટીસ કેસની વહેંચણીના નિયમોનુ પાલન કરતા નથી - પરંપરાની વિરૂદ્ધ કામ કરી રહ્યા છે, સામુહિક નિર્ણયો લેવાતા નથી - ચીફ જસ્ટીસે સંસ્થાની છબી ખરાબ કરી છે - એવા કેસ જે સુપ્રીમ કોર્ટની અખંડતાને અસર કરે છે તે કોઈ કારણ વગર એવી બેંચોને આપી દે છે જે ચીફ જસ્ટીસની પ્રેફરન્સની હોય - સુપ્રીમ કોર્ટ ૨૪ જજો સાથે કામ કરે છે જ્યારે સંખ્યા ૩૧ ની હોવી જોઈએ - જજોની જગ્યા ખાલી હોવાથી કેસનો બોજો-ભરાવો વધતો જાય છે.
અફસોસની વાત એ છે કે અત્યાર સુધી ભારતીય નાગરિકોને હવે માત્ર ન્યાયાલય ઉપર જ ભરોસો હતો , સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર નો ભોરિંગ લોકશાહીને ભરડામાં લઈ લીધો છે ત્યારે વક માત્ર ન્યાયાલય એક આશાનું કિરણ હતું , પણ આ ઘટના થી હવે પ્રશ્ન એ થાય છે કે હવે ક્યાં જવું , ત્યારે કિશોર કુમાર નું એ ગીત યાદ કરી બધું ભગવાન ભરોસે છોડી દઈએ, કેમેકે હવે આ દેશને ભગવાન જ બચાવી શકે એમ છે.હા ગીત ની કડી મુકું છું " ચિનગારી કોઈ ભડકે , તો સાવન ઉશે બુઝાયે . સાવન જો આગ લગાયે તો ઉશે કોન બુઝાયે ?"
- મા આશાપુરા ન્યુઝ.
ભુજ કચ્છ , ભારત .
9428748643 વોટ્સએપ,
9725206123 - 37
7226086124 - 33
Youtube : maa news live
Android app : maa news
Blog : maanewslive.blogspot.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv