Skip to main content

ભુજ LCB પોલીસે ભીડનાકા વિસ્તાર માંથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું..

ભુજની ભાગોળે આવેલ હોટલ ઓધવમાં ચાલતા જુગાર ના અડ્ડા ને LCB પોલીસે ઝડપી પાડ્યું હતું. જાણવા મળતી વિગતો અનુસાર હોટલમાં રૂમ ભાડે રાખીને આ શખ્સો આ જુગારધામ ચલાવી રહ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસને મળેલી બાતમી ને આધારે દરોડો પાડતા ગઈકાલે રાત્રે હોટલ ઓધવ ખાતે થી બે મહિલા સહીત ૬ ખેલીઓને પકડી પડાયા હતા જયારે મોકો જોઈ એક શખ્સ નાશી છૂટ્યો હતો.

આ દરોડામાં પોલીસે પ્રમુખસ્વામી નગરમા રહેતી લક્ષ્મીબેન વાલજીભાઇ સોની, માધાપરમા રહેતી જ્યોતીબેન લાલજીભાઇ પીપડીયા(પટેલ) તથા સંજયકુમાર કનૈયા સીંગ, સંજીવકુમાર સિતારામ યાદવ, અરૂણભાઇ ભોલેનાથ વાધમરે, હિતેષ લક્ષ્મીદાસ ઠક્કરને ઝડપી પાડ્યા હતા. તો બીજી બાજુ નાશી છુટેલ એક શકુની શિષ્ય હિરેન ઠક્કર ને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કેસનો હવાલો ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ ને હવાલે કરાયો છે ને કાર્યવાહી બાદ તમામને જમીન પર છોડી મુકવામાં આવ્યા હતા.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments