૨૧મી જુન વિશ્વ યોગ દિવસે રાજયભરની સાથો સાથ કચ્છ જિલ્લો પણ વીરાટ સંખ્યામાં યોગા કરશે. કચ્છભરના ૪.૬૦ લાખ જેટલા નાના-મોટા, અદના, વિશિષ્ટ, સંતન, ભકતગણ, સમેતના કચ્છીજનો યોગા દિવસની ઉજવણીમાં જોડાશે તેવું જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહને રાજયની વિડીયો કોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું હતું.
તેમણે જિલ્લાના ૨૪૧૦ જેટલા વિવિધ સ્થળોએ જીલ્લાના તંત્ર, ૨૧ જેટલી સંસ્થાઓના સંયુકત ઉપક્રમે યોગ કરાશે અને જિલ્લામાં ભુજ ખાતે મુખ્ય કાર્યક્રમ શ્રી આર.ડી.વરસાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ભુજ ખાતે સવારે ૭ કલાકથી ૭.૪૫ દરમ્યાન મુખ્ય કાર્યક્રમ બાદ આનુષાંગિક કાર્યક્રમો યોજાશે તેવું વધુમાં ઉમેર્યુ હતું.

આ પ્રસંગે સેલીબ્રિટીઝ ભાગ લે, ખેલમહાકુંભના પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમાંકિત યોગવીરોને ઈનામ એનાયત કરાશે. યોગામાં ભાગ લેનાર નાના, મોટા, વિશિષ્ઠ કક્ષાના યોગવીરોને પ્રમાણપત્ર પણ એનાયત કરવાનું કલેકટરશ્રીએ સુનિશ્ચિત કર્યુ હતું.
તેમણે છાત્રગણને જિલ્લાની દૂધમંડળીઓના સહયોગથી દૂધ, બિસ્કિટનો નાસ્તો તથા તંત્ર દ્વારા જળ પાન વ્યવસ્થા બાબતે ખાસ કાળજી માટે સબંધિતોને સૂચના પાઠવી હતી.
વધુમાં ભુજના પ્રાગમહેલ જેવા ઐતિહાસિક સ્થળે તથા કોટેશ્વર, માતાનામઢ, કાળા ડુંગર જેવા ધાર્મિક સ્થળો તથા શ્યામજી કૃષ્ણવર્મા મેમોરીયલ માંડવી તથા ધોળાવીરા, ધોરડો જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પ્રવાસન સ્થળોને આવરી લેવા પર ભાર મૂકતાં ડીપીટી અને અદાણીના અધિકારી-કર્મચારીઓ, કામદારોને ઉધોગગૃહો તથા જીલ્લાના જીઆઇડીસી એસોસિએશનનો પણ આ મહાપર્વમાં જોડાય તેને સમયની માંગ ગણાવી હતી.

આ તકે તેમણે ઉપસ્થિત અધિકારીગણના સુચનોને આવકારતાં કોઇપણ મુંઝવણ, મુશ્કેલી ના સુચારૂ ઉકેલ માટે વહીવટી તંત્ર તેમની સાથે છે તેવી ધરપત આપતાં સૌના સાથ, સહકારે યાદગાર યોગ વિશ્વ દિવસ કચ્છ જિલ્લો ઉજવશે તેવો અંતરનાદ વ્યકત કર્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત કચ્છ યુનિ.ના વીસીશ્રી ચંદ્રસિંહ જાડેજાએ યુનિવર્સિટી કેમ્પસ તથા કોલેજોમાં છાત્રગણ, ગુરૂજન, કર્મીઓ દ્વારા લક્ષ્યાંક કરતાં પણ વધુ યોગા નિર્દશન થશે તેવું જણાવતાં તંત્ર સાથે ખભે ખભા મેળવીને નેત્ર દિપક પરફોરમંસની ખાતરી આપી હતી.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment