Skip to main content

વર્ષ 2020 સુધીમાં અણુશસ્ત્રોનો નાશ કરે ઉ.કોરિયા : અમેરિકા

અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા આગામી અઢી વર્ષમાં મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ કરી બતાવે.


દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ જણાવ્યું કે ઉત્તર કોરિયા સાથે 'એક મોટી ડીલ પર કામ થવાનું હજુ બાકી' છે. તેમણે ઉમેર્યું, “અમને આશા છે કે આ લક્ષ્યને અઢી વર્ષમાં હાંસલ કરી શકાય એમ છે.”

અમેરિકન વિદેશપ્રધાનની આ ટીપ્પણી સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની મુલાકાતના એક દિવસ બાદ આવી છે. સિંગાપોરમાં બન્ને નેતાઓ વચ્ચે 'કોરિયન દ્વીપકલ્પને સંપૂર્ણ રીતે અણુશસ્ત્રોથી મુક્ત કરવા'ની દિશામાં સહમતી બની છે.

જોકે, આ સમજૂતીમાં એ અંગે માહિતી નથી અપાઈ કે ઉત્તર કોરિયા ક્યારે અને કેવી રીતે શસ્ત્રોનો નાશ કરશે. આ સમજૂતીની જે ટીકા થઈ રહી છે તે પાછળ પણ આ જ કારણ જવાબદાર છે. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે હતું કે ઉત્તર કોરિયા તરફથી હવે અણુ હુમલાનું જોખમ ટળી ગયું છે અને 'હવે દરેક વ્યક્તિ વધુ સુરક્ષિત અનુભવ કરી શકે છે.'

જોકે, આ દાવાની વિશ્વસનીયતા પર શંકા સેવાઈ રહી છે. કારણ કે, બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ઉત્તર કોરિયા પોતાના અણુશસ્ત્રો અને તેને લૉન્ચ કરનારી મિસાઇલ્સ પોતાની પાસે રાખશે. આ ઉપરાંત ઉત્તર કોરિયા એવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા પર સહમત નથી થયું કે જે શસ્ત્રોથી મુક્તિ અપાવી શકે.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments