એમઆરપી - 'મેકિસમમ રીટેઈલ પ્રાઈસ'થી વધુ કિંમત વસુલવાની વધતી જતી ફરીયાદોના પગલે કેન્દ્ર સરકાર આ અંગેના કાયદાઓ ભારે કડક બનાવી રહી છે અને આ કાયદો અમલમાં આવવાની સાથે 'MRP'થી વધુ કિંમતો લેનારને ૨ વર્ષની જેલ સજા અને ૫ લાખ રૂ. દંડ સુધીની આકરી જોગવાઈઓ લાગુ થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કોઈપણ ચીજવસ્તુની પ્રિન્ટ કરાયેલ એમ.આર.પી.થી વધુ રકમો વસુલવાના ગુન્હામાં હાલમાં પ્રવર્તમાન દંડ-સજાની જોગવાઈ ઘણી ઓછી છે. ગયા મહિને જ સંબંધિત મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવેલ. આ બેઠકમાં દંડ અને સજા વધારવા માટે સહમતી સધાઈ હતી. જેના આધારે કન્ઝયુમર્સ ખાતુ એમઆરપીથી વધુ કિંમતો વસુલનારાઓ સામે આકરી જોગવાઈઓ - સજા આવી રહેલ છે. આ માટે 'લીગલ મેટ્રોલોજી એકટ'ની કલમ ૩૬માં સુધારા કરાશે. હાલમાં એમઆરપીથી વધુ કિંમતો લેવાની પ્રથમ ભૂલ માટે ૨૫ હજાર દંડ વસુલાય છે જે વધારાનો એક લાખ, બીજી વખત માટે હાલમાં ૫૦ હજાર દંડની જોગવાઈ છે. તે વધારીને ૨.૫ લાખ અને ત્રીજી વખતના ગુન્હા માટે હાલમાં જે ૧ લાખ દંડ ફટકારાય છે તે વધારીને ૫ લાખ રૂ. તથા ૨ વર્ષની સજાની જોગવાઈ ટૂંક સમયમાં આવી રહી છે. હાલમાં ૧ વર્ષ સુધીની મહત્તમ સજાની જોગવાઈ છે જે નવા ઠરાવમાં ૧, ૧.૫ અને ૨ વર્ષની જેલ સજાની સંભાવના છે. એમઆરપીથી વધુ કિંમતો લેવાની સૌથી વધુ ફરીયાદો મહારાષ્ટ્રથી મળી છે, જ્યારે ઉ.પ્ર.થી ૧૦૬, ઓડિસાથી ૧૨૩, પંજાબમાં ૧૨૧, કેરળ ૩૮, હરિયાણા ૩૩, ગુજરાત ૧૯, તામીલનાડુ ૮, પં.બગાળ ૬ અને બિહારથી ૧ મળી છે. કેન્દ્ર સરકારના કહેવા મુજબ આવા લાખો બનાવો હોય શકે છે પરંતુ જાગૃતતાના અભાવે બહુ ઓછા લોકો ફરીયાદ કરી શકે છે.
એમઆરપીથી વધુ ભાવ લેવાતા હોય તો કયાં ફરિયાદ કરશો ? ૧૮૦૦ - ૧૧ - ૪૦૦૦ કન્ઝયુમર ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ દાખલ કરી શકો છો. કન્ઝયુમર ખાતાની વેબસાઈટ consumerhelpline.gov.in ઉપર પણ ઓનલાઇન ફરીયાદ રજૂ કરી શકાય છે.
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Good work aani pachad dhayan devu bahu jaruri che
ReplyDelete