🖋 ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને ભુજનાં ચા વાળાએ ૨૦ હજારનું આપ્યું દાન.
![]() |
(છગનભાઈ અને પરિવાર પાસેથી અનુદાન સ્વીકારતાં લાયન અભયભાઈ શાહ) |
(મા ન્યુઝ , 27 જાન્યુઆરી, 9:35 ) - એક કહેવત છે મન હોય તો માળવે જવાય , બીજી કહેવત છે નસીબમાં હોય તો જ દાન કરી શકાય . અત્યારે આ બંને કહેવત ભુજના એક દિલેર અને ઉદાર ચા વાળા ડુડિયા ભાઈને લાગુ પડે છે.
લોકોએ કાલે ૨૬ મી જાન્યુઆરી ને અલગ અલગ રીતે ઉજવી હશે , કોઈકે દવજ ફરકાવીને , કોઈકે દવજને સલામી આપીને , કોઈકે બાળકોને મીઠાઈ આપીને , કોઈકે પોતાનાં ગામ અને શહેરમાં સફાઈ કરીને, કોઈકે કોઈકનાં આંસુ લૂછીને , અને કોઈકે પોતાની આવકનો અમુક હિસ્સો કાઢી એવા લોકોને મદદ કરી હશે કે જેમને તેઓ ઓળખતા પણ નહીં હોય.
![]() |
(Advertisement) |
હા, આવુંજ જ દાન ભુજના ચાની કેબીન ચલાવતા શ્રી છગનભાઇ ડુડીયાએ ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને આપ્યું, ભુજની લાયન્સ હોસ્પિટલ દાતા અને દર્દી વચ્ચે એક મહત્વનાં સેતુ (રામ સેતુ) તરીકે કામ કરી રહી છે. છગનભાઈએ રૂા.૨૦,૦૦૦નુ અનુદાન આપ્યુ , પણ એ અનુદાન ક્યા દર્દીને ઉપયોગી થશે એ છગનભાઈને નથી ખબર , આમ એક અર્થમાં નરસિંહ મહેતાનું ભજન જ અહીં સાર્થક થાય છે " પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે..." .
અને બીજી મહત્વની વાત એ કે જો આપણાં નશીબમાં હોય તો જ આપણે દાન આપી શકતા હોઈએ છે , અને એમાંય થોડું હોય , એક એક પાઈ મહેનત થી કમાઈ હોય અને એમાંથી "ભાગ" કાઢવો એ તો ગત જન્મનનું ભાથું હોય તો જ શક્ય બને.
![]() |
(ભુજમાં ચાની કેબીન ચલાવતાં છગનભાઈ ડુડિયા ) |
વહાટસપ માં મને એક મેસેજ મળ્યો , " એક ચાની કેબીન ચલાવી *નાની આવક, મોટું હદય* ધરાવતા દાનવીરની દિલેરી " , આ મેસેજ વાંચીને મને પણ એક પત્રકાર તરીકે એમને પ્રોત્સાહિત કરવું આવશ્યક લાગ્યું , કારણ એક કહેવત એ પણ છે કે , એક અકેલા થક જાયેગા , મિલકે બોજ ઉઠાના... , ભલે લાયન્સના ભરતભાઈ મહેતા , કે અન્ય લાયન્સ સભ્યો મજબૂત હોય તો પણ એની એક સીમારેખા હોય છે , ત્યારે ડાયાલીસીસ અને અન્ય આરોગ્ય સેવામાં મહત્વની કામગીરી કરતી એલ.એમ.એન. લાયન્સ હોસ્પિટલ ભુજ ને જ્યાં સુધી અનુદાનનું ઓક્સીઝન મળતું રહેશે ત્યાં સુધી કોઈ પણ જરૂરતમંદ દર્દી સારવારથી વંચિત નહીં રહે. અંતમાં આશા રાખીએ કે ભુજનાં ચા ની કેબીન ચલાવતાં છગનભાઈ ડુડિયા માંથી પ્રેરણા લઈ અન્ય લોકો પણ નરસિંહ મહેતાની આ પંક્તિ ને જીવનમાં ઉતારે " વૈષ્ણવ જન તો તેને કહીયે , જે પીડ પરાઈ જાણે રે.."
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
![]() |
(Advertisement) |
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment