સમાજ તેમજ દેશની વર્તમાન પરિસ્થિતિમાં હકારાત્મક પરિવર્તન લાવવા ઓએસીસ સંસ્થા દ્વારા 9 થી 12 ધોરણના વિધ્યાર્થીઓ અને કોલેજ કક્ષાના યુવાનોમાં રહેલી ક્ષમતાને બહાર લાવી તેઓ સ્વ વિકાસ સાથે પોતાનું સક્રિય અને રચનાત્મક યોગદાન આપે તે હેતુથી મિસાલ નામના કાર્યક્રમનું આયોજન ભુજ સહિત નવસારી, સુરત, બારડોલી, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને બેંગલૂરૂ ખાતે તા. 18 જુનથી શરૂઆત થયેલ છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 18 જુન થી 29 જુલાઈ સુધી ચાલનારા આ અનોખા આયોજનની માહિતિ આપતાં સંયોજક પ્રતિકસિંહ પરમારે જણાવ્યું હતું કે આ અભિયાન એવા કિશોરો, યુવાનોને શોધવા માટે છે કે જેમના દિલમાં સમાજ-દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે અને અન્યોને માર્ગદર્શન આપતાં પહેલાં પોતાની જાતને ઉદાહરણરૂપ બનાવવા તૈયાર હોય. ત્રણ ભાગમાં યોજાનાર આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તેમાંથી સફળ થનાર વિધ્યાર્થીઓને બીજા તબક્કામાં ગ્રુપ ડાયલોગ (જુથ સંવાદ) તથા ત્રીજા તબક્કામાં પ્રોજેક્ટ વર્ક કરવાનું રહેશે. વિજેતા વિધ્યાર્થીઓને સંસ્થા દ્વારા સંચાલિત મહાન બનવાની કેળવણી આપતો કોર્ષ, ટ્રેકીંગ શિબિર, જીવન વિકાસ માટેનું માર્ગદર્શન, જરૂરિયાતમંદ વિધ્યાર્થીને અભ્યાસ માટે શિષ્યવૃતિ તથા ભાગ લેનાર તમામને જીવન ઉપયોગી પુસ્તકોનો સેટ આપવામાં આવશે. નિબંધ સ્પર્ધાંના વિષયો આ મુજબ છે.
2. જો હું ભારતનો શિક્ષણમંત્રી હોઉં તો .........
3. દરેક યુવાને ભારત દેશ માટે શું કરવું જોઈએ.........
4. બાળકો શા માટે આદર અને સ્વતંત્રતાને લાયક છે......
5. સ્ત્રી પુરૂષનો ભેદ ભાવ એ ગુનો છે, કારણકે......
વધુ માર્ગ દર્શન માટે સંપર્ક : નરેન્દ્ર ગોર, 7211151320 ઉપર સંપર્ક સાધવો..
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર
,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
15 રૂપિયામાં 20 લીટર
Honorable sir
ReplyDelete3rd માટે essay તૈયાર કરવો હોય તો એ માટે suggetion આપશો