ઐતિહાસિક શહેર અંજાર ખાતે અદ્યતન સુવિધા ઓ ધરાવતું બસ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે. આ બસ સ્ટેશન ની કામગીરી અત્યારે પુરજોશમાં શરૂ છે અને બસ સ્ટેશન ને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. વાત કરીએ આ બસ સ્ટેશન ની તો, આ બસ સ્ટેશન કુલ 1 કરોડ 92 લાખ ના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. આ બસ સ્ટેશનમાં તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અંજાર ના નવા બસ સ્ટેશનમાં ડેપો મેનજર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર - કંડકટર રેસ્ટ રૂમ, વેઇટિંગ રૂમ, કેન્ટીન, બુકીંગ સેન્ટર ની સુવિધાઓ પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત ખાસ કિસ્સામાં આ બસ સ્ટેશન માં 8 સ્ટોલ બનાવવામાં આવ્યા છે.
સામાન્ય રીતે 2 - 3 સ્ટોલ બસ સ્ટેશનમાં જોવા મળતા હોય છે. આ બસ સ્ટેશનમાં 8 સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેશનમાં એલઇડી અક્ષરોમાં બસ ના સમયપત્રક દર્શાવવામાં આવશે. પ્રવાસીઓની સુવિધાઓ માટે બસ સ્ટેશનમાં એલસીડી ટીવી પણ લગાવવામાં આવશે. કચ્છમાં અવારનવાર નાના - મોટા ભૂકંપ ના આંચકા ઓ આવતા આ બસ સ્ટેશનનું બાંધકામ ભૂકંપ પ્રુફ બનાવવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓની સલામતી જળવાઈ રહે. સૂત્રો માંથી મળેલી માહિતી અનુસાર, અંદાજિત એક મહિના માં જ આ બસ સ્ટેશનનું કામ પૂર્ણ કરી ને તેનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર
,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
15 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment