CBSEએ પેપર લીક મામલે મોટો નિર્ણય લીધો છે. CBSEએ ધોરણ 10માનું ગણિતનું પેપર ફરીથી નહીં કરાવવાનો નિર્ણય કર્યો છે. પેપર લીક ઘટના સામે આવ્યા બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ધોરણ 12ની ઈકોનોમિક્સની પરીક્ષા લેવામાં આવશે, પરંતુ ધોરણ 10નું પેપર લેવું કે નહીં તે અંગે પછી વિચારણા કરવામાં આવશે અને જો પેપર લેવામાં પણ આવશે તે હરિયાણા અને દિલ્હીમાં જ ગણિતના પેપરની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. પરંતુ બોર્ડ દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે, પરીક્ષાની કોપીઓ જોયા બાદ આ સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીકના પ્રકરણમાં કોપીઓ પર અસર નથી જોવા મળી રહી, એવામાં ફરીથી પરીક્ષા કરાવવી ઠીક નથી. એટલે ધોરણ 10ની પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે.
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment