Skip to main content

બે જગ્યાએથી ઉમેદવારી પર પ્રતિબંધ મૂકો: ચૂંટણી પંચ

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કોઈ પણ ઉમેદવારેન જગ્યાએથી ઉમેદવારી કરવાની મંજરુી આપવામાં આવવી જોઈએ નહી. બે જગ્યાએથી ઉમેદવારી કરવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. ઉમેદવારોને માત્ર એક જ સીટ પરથી ઉમેદવારી કરવાનું ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું.હાલમાં ચૂંટણીના કાયદા હેઠળ લોકસભા અને વિધાનસભામાં બે વિસ્તારમાંથી ઉમેદવારો ચૂંટણી લડી શકે છે. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી લડવા સંબંધી પીટીશન અંગે સુનાવણી દરમિયાન પંચ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી ચૂંટણી પંચે જણાવ્યું કે એક કરતા વધુ સીટ પરથી ઉમેદવારને ચૂંટણી લડવા પર પ્રતિબંધિત કરવો જોઈએ. બે બેઠકો પરથી ચૂંટણી લડવાના કારણે સરકારી તિજોરી પર બોજો વધે છે અને વધારાનો ખર્ચ પણ થાય છે. 2004 અને 2016માં કેન્દ્ર સરકારને બિનજરૂરી ખર્ચ બાબતેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે મતક્ષેત્રમાંથી ઉમેદવાર વિજેતા થાય છે તે અન્ય ક્ષેત્રમાં જતો રહે છે તે મતદારો માટે અન્યાયકારક છે. ચૂંટણી પંચ માને છે કે ઉમેદવાર બે મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે નહીં. આ પ્રસ્તાવને લૉ કમિશન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. પોલ પેનલે રિપોર્ટમાં સૂચવ્યું હતું કે ઉમેદવાર જે બે મતવિસ્તારમાંથી હરીફાઈ કરે છે અને બન્નેમાંથી જીતે તો ખાલી થયેલી બેઠક માટે ફરીથી ચૂંટણી કરવામાં આવે છે તો તેના માટેનો ખર્ચ ઉમેદવાર પાસેથી વસુલવામાં આવે.
ભાજપના નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયે સેકશન 33(7)ને પડકારી છે. લોકપ્રતિનિધિત્વ ધારા 1951 પ્રમાણે ઉમેદવારને બે સીટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડવાના અધિકાર પ્રાપ્ત થયેલા છે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv