સલમાન ખાન કાળા હરણના શિકાર મામલે દોષી જાહેર થયો છે. જોધપુરની કોર્ટે તેને 5 વર્ષની સજા ફટકારી છે અને હાલમાં તે જોધપુર સેન્ટ્રલ જેલમાં છે, ત્યારે આ સજાની અસર સલમાનની સાથે-સાથે બોલિવુડને પણ થવાની છે, ફાઈનલ છે. સલમાનના જેલમાં જવાથી અનેક ફિલ્મો અને રિયાલિટી શોનું ભવિષ્ય અદ્ધરતાલ છે. સલમાનની આ સજાથી તેના પ્રોફેશનલ પ્રોજેક્ટ પર રોક લાગી શકે છે. સાથે જ કરોડો રૂપિયાની રકમ દાવ પર લાગી છે. આ પ્રોજેક્ટને કારણે થઈ શકે છે કરોડોનું નુકસાન.
'રેસ 3'
સલમાન ખાન હાલમાં રેમો ડિસૂઝા દિગ્દર્શિત ફિલ્મ 'રેસ 3'ના શૂટિંગમાં વ્યસ્ત હતો, ત્યારે આ ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ હાલમાં તો બંધ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે અને સલમાન આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો છે.
'ભારત'
સલમાન ખાન 'ભારત' નામની પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જે કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની રિમેક છે. જો સલમાનની સજા 5 વર્ષ જ રહેશે તો આ ફિલ્મ પણ અભરાઈ પર ચડી જશે. આ ફિલ્મનું નિર્માણ અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. તેની સાથે સલમાન આ પહેલા 'સુલતાન' અને 'ટાઇગર ઝિંદા હૈ'માં પણ કામ કરી ચૂક્યો છે. સલમાનની આ ફિલ્મનું જૂનમાં શૂટિંગ શરૂ થવાનું છે. આ શૂટિંગ પંજાબ, મુંબઈ, દિલ્હી અને અબુધાબીમાં થશે.
'દબંગ 3'
સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ સીરિઝ 'દબંગ'ના ત્રીજા ભાગને લઈને પણ વાતચીત ચાલી રહી છે, જેનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થવાનું છે.
'કિક 3'
સલમાનની સુપરહિટ ફિલ્મ 'કિક'નો પણ બીજો ભાગ બનવાનો છે. 2014મા રીલિઝ થયેલી 'કિક' ફિલ્મનું દિગ્દર્શન સાજિદ નડિયાદવાલાએ કર્યું હતું, જેમાં જેકલીન ફર્નાન્ડિઝ પણ હતી.
'બિગ બોસ'
ટીવી પર પ્રસારિત થતા સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 12'ને આની સૌથી મોટી અસર થશે. કારણ કે હવે 'બિગ બોસ'ને સલમાન વગર વિચારવામાં જ નથી આવતો. ઓક્ટોબરથી શરૂ થતા 'બિગ બોસ' શો માટે સલમાન શોના એક એપિસોડ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
Comments
Post a Comment