Skip to main content

Posts

કાજલ ઓઝા વૈદ્ય એવું ના લખે : લખે તો દુઃખની વાત

🖋 જો એવું કાજલ ઓઝાએ રાણી પદ્માવતીને 800 વર્ષ પહેલાંની સ્ત્રી કહી હોય તો દુઃખદ છે. ( કાજલ ઓઝા વૈદ્ય ) છેલ્લા બે એક દિવસથી એક પોસ્ટ વોટ્સએપ માં ફરી રહ્યું છે , એ પણ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે , કાજલ ઓઝાએ જ આ લખાણ લખ્યું છે કે કેમ એ  એક સવાલ છે, પણ જો કાજલ ઓઝા જેવા સમજદાર લેખક અને વક્તા આ લખાણ લખ્યું હોય તો દુઃખદ વાત છે. કાજલ બેનનાં નામે ફરતાં લખાણની વાત કરીએ એ પહેલાં આપને જણાવી દઈએ કે વોટસએપ્પ માં એક વિડિઓ અને અન્ય મેસેજ ફરી રહ્યો છે કે કરણી સેનાએ સ્કૂલ બસ ઉપર પથ્થરમારો કર્યો , હવે સત્ય હકીકત શું છે એ જાણવા કોઈએ પ્રયાસ કર્યા વગર જ મંડી પડ્યા મેસેજ શેર કરવા , ખરેખર વાસ્તવિકતા શું છે એ જાણવા અહીં એક વિડિઓ મુક્યો છે જે જોઈ ને આપ નક્કી કરી શકશો કે સ્કૂલ બસ ઉપર કરણી સેનાએ પથ્થરમારો નથી કર્યો. બસનાં ડ્રાઈવરે પણ કબુલ્યું છે કે બસ ઉપર પથ્થર મારો કરણી સેનાએ નથી કર્યો. આજે સવારથી લગભગ મિડિયામાં એક ન્યૂઝ દેખાડી રહ્યા છે કે દિલ્હી ગુરૂગ્રામમાં રાજપૂતો એ એક સ્કૂલબસ પર હુમલો કર્યો છે. પણ હકીકતમાં એવું કાંઈ જ નથી. એનું પ્રૂફ છે આ વિડીયો.(જુઓ વિડિઓ) હવે વાત કરીએ કાજલ ઓઝા વૈદ્ય નાં નામે ...

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર..

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર.. ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનવા પામતા, ચકચાર મચી જવા પામી છે. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) જાણવા મળતી વિગતો મુજબ વોંધ ગામે આ ઘટના બની હતી. ગતરાત્રી દરમ્યાન વોંધ ગામે રહેતી ૧૭ વર્ષીય સગીરા ઘરે હાજર હતી ત્યારે ગામમાં રહેતો એક શખ્સ આવ્યો હતો અને તેણીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં ભોગ બનનારે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) હતભાગીના પરિવારજનો મરણોતર પ્રસંગે ગયા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી, હતભાગી શખ્સ તેણીનો માસીયાઈ ભાઈ થતો હોવાનું જાણવા મળે છે. અહેવાલ-વિનોદ સાધુ મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB

ભારત બંધ : ભણસાલીની ઊંઘ અને આરામ પણ બંધ

🖋  ભારત બંધ : સંજય લીલા ભણસાલીની ઊંઘ પણ બંધ   સંજય લીલા ભણસાલી માટે 'પદ્માવત' ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે.  (મા ન્યુઝ : ૨૫ જાન્યુઆરી, 16:18 ) હિંદીમાં કહેવત છે જૈસી કરની વૈસી ભરની , સંજય લીલા ભણસાલી એ અનેક લોકોની ભાવના સાથે ખીલવાડ કરતાં હાલ તેની સાથે તેની તબિયત પણ ખીલવાડ કરી રહી છે.હાલ ભણસાલી ની ઊંઘ અને આરામ અભેરાઈ ચડી ગયા છે , અને   20 કિલો વજન પણ ઘટી ગયું છે. વિવાદાસ્પદ ફિલ્મ બનાવી કાયમ વિવાદમાં રહેતાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી પદ્માવત બનાવીને હાલ પોતાનું વજન અને ઊંઘ પણ વેચી માર્યા છે. સામાન્ય રીતે ફિલ્મ બનાવવાનું કામ નામ અને દામ કમાવા માટે કરવામાં આવતું હોય છે, પણ સંજય લીલા ભણસાલીને 'પદ્માવત' એ બ્લડ-પ્રેસર અને ડાયાબીટીઝ જેવી બીમારી આપવાનું કામ કર્યુ છે. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું એ સમયથી ચાલતા એકધારા વિવાદે હવે રીલીઝ સમયે જયારે તીવ્ર વિવાદનો રંગ પકડયો છે. ત્યારે સંજય લીલા ભણસાલીની હેલ્થને પણ એનાથી ડેમેજ થયું છે. Advertisement  છેલ્લા બે મહિનામાં સંજય લીલા ભણસાલીને હાઇ બ...

કંડલા પોર્ટમાં મોટા કૌભાંડનો પર્દાફાસ, ૮ હજાર લિટર ચોરાઉ ડિઝલ ઝડપાયું..

કંડલા પોર્ટમાં મોટા કૌભાંડનો પર્દાફાસ, ૮ હજાર લિટર ચોરાઉ ડિઝલ ઝડપાયું.. ૩ અધિકારી સહીત પાંચ સામે નોંધાઈ ફરીયાદ.. તસ્વીર માત્ર પ્રતીકાત્મક દિનદયાલ પોર્ટ કંડલામાં ટેન્કરો દ્વારા ઓઈલ ટગોમાં ભરવામાં આવતાં ડિઝલની ચોરીના એક ષડયંત્રનો સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફૉર્સએ પર્દાફાશ કરી ૫.૩૬ લાખના ૮,૦૦૦ લિટર ડિઝલ સાથે બે ડ્રાઈવરોની ધરપકડ કરી છે. આ ષડયંત્રમાં પોર્ટના સ્ટોર કીપર અને બે મદદનીશ ઈજનેરોની મિલિભગતનો પર્દાફાશ થતાં પાંચેય વિરૂધ્ધ કંડલા મરીન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યે CISFએ પોર્ટમાં ડિઝલ ઠાલવીને બહાર જઈ રહેલાં બે ટેન્કરની તલાશી લેતાં તેમાંથી 8 હજાર લિટર ડિઝલ મળી આવ્યું હતું. ટેન્કર નંબર GJ 12 Z  293માંથી બે હજાર લિટર અને ટેન્કર નંબર  GJ 12 W 9848 માંથી 6 હજાર લિટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. બંને ટેન્કર કંડલા આઈઓસી ડેપોમાંથી ડિઝલ ભરાવી ફ્લોટીલા જેટીમાં લાંગરેલાં ટગમાં ડિઝલ ઠાલવીને પરત જતાં હતા. પરંતુ, ટેન્કરોમાં રહેલું ડિઝલ પૂરેપૂરું ઠાલવાયું નહોતું. CISFએ બંને ટેન્કરના ચાલક રાજેશગર માયાગર ગુંસાઈ (રહે. મોડવદર, અંજાર) અને ઈકબાલ ...

ભવાનીપર પાસે છકડો પલ્ટી ગયો : 1 મોત , 17 ઘાયલ

🖋 ભવાનીપર પાસે છકડો પલ્ટી મારી જતાં એકનું મોત ,17 ઘાયલ અબડાસા તાલુકાનાં ભવાનીપર ગામ પાસે હાઈવે ઉપર છકડો પલ્ટી મારી જતાં 15 જેટલા મુસાફરોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયા છે , ભવાનીપર ગામનાં ક્ષત્રિય પરિવારનાં 14 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માતમાં પરિવારનાં અન્ય સત્તરેક જણને ફ્રેક્ચર સહિતની હળવી-ગંભીર ઈજાઓ પહોંચી છે.  ગામનાં શંભુભા હમીરજી જાડેજા અને અગરૂભા હમીરજી જાડેજાનો પરિવાર માતાજીની પેડી નિમિત્તે છોટા હાથીમાં બેસી વાંકુ જવા નીકળ્યો હતો.   સવારે 11 વાગ્યાના અરસામાં કોઠારા રોડ પર તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. જેમાં યશરાજસિંહ ભરતસિંહ જાડેજા નામનાં 14 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પરિવારનાં 5 પુરૂષ, 7 મહિલા અને 5 બાળકો સહિત સત્તર જણને ફ્રેક્ચર સહિતની હળવી ગંભીર ઈજાઓ પહોંચતા તમામને 108 મારફત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. - તસ્વીર અને અહેવાલ : રમેશ ભાનુશાલી , કિરણ ગોરી - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, ...

જફાર થેબાની હત્યા કરનાર સિકંદરની પોલીસે કરી ધરપકડ..

જફાર થેબાની હત્યા કરનાર સિકંદરની પોલીસે કરી ધરપકડ.. ભુજના કેમ્પ એરિયામાં બેટરી જેવી સામાન્ય બાબતમાં જફાર રહેમતુલ્લા થેબાની 22 જાન્યુઆરીનાં હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે આરોપીને પકડી પાડવા સખી કમર કસી હતી. જેમાં સિકંદર સાથે 3 અન્ય આરોપીઓ સહીત ચાર આરોપીઓ ના નામ બહાર આવ્યા હતા. આરોપી : સિકંદર 23 જાન્યુઆરીનાં મુખ્ય સૂત્રધાર એવા સિકંદર અનવર લાખાને બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે, હજુ અન્ય 3 આરોપી ફરાર છે. જેની પોલીસે સઘન તપાસ આદરી છે. આવા કૃત્યો થી જનતાનો આક્રોશ આસમાને છે ત્યારે હવે પછી પોલીસ આરોપીઓ પર કેવી લગામ લગાવે છે તે ચર્ચાનો વિષય બની રહે છે. મૃતક: જફાર થેબાની ફાઈલ તસ્વીર બીજી બાજુ ના પકડાયેલ બીજા ૩ આરોપીઓની પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewslive. blogspot. com *Facebook* : maa news live page */* group *Twitter* : @jaymalsinhB

જફારની હત્યા કરનાર સિકંદર ની ધરપકડ

🖋 જફાર થેબાની હત્યા કરનાર સિકંદર ની ધરપકડ. મૃતક જફારની ફાઇલ તસ્વીર  જયાં ઘટના બની હતી તે સ્થળ ભુજના કેમ્પ એરિયામાં બેટરી જેવી સામાન્ય બાબતમાં જફાર રહેમતુલ્લા થેબાની  22 જાન્યુઆરીનાં હત્યા થઈ હતી જેમાં સિકંદર સાથે 3 અન્ય આરોપીઓના નામ બહાર આવ્યા હતા , જેમાં ચાર આરોપી ના નામ બહાર આવ્યા હતા , આજે 23 જાન્યુઆરીનાં મુખ્ય સૂત્રધાર એવા આરોપી સિકંદર