🖋 ભારત બંધ : સંજય લીલા ભણસાલીની ઊંઘ પણ બંધ
સંજય લીલા ભણસાલી માટે 'પદ્માવત' ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે.
(મા ન્યુઝ : ૨૫ જાન્યુઆરી, 16:18 )
હિંદીમાં કહેવત છે જૈસી કરની વૈસી ભરની , સંજય લીલા ભણસાલી એ અનેક લોકોની ભાવના સાથે ખીલવાડ કરતાં હાલ તેની સાથે તેની તબિયત પણ ખીલવાડ કરી રહી છે.હાલ ભણસાલી ની ઊંઘ અને આરામ અભેરાઈ ચડી ગયા છે , અને 20 કિલો વજન પણ ઘટી ગયું છે.
વિવાદાસ્પદ ફિલ્મ બનાવી કાયમ વિવાદમાં રહેતાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી પદ્માવત બનાવીને હાલ પોતાનું વજન અને ઊંઘ પણ વેચી માર્યા છે.
સામાન્ય રીતે ફિલ્મ બનાવવાનું કામ નામ અને દામ કમાવા માટે કરવામાં આવતું હોય છે, પણ સંજય લીલા ભણસાલીને 'પદ્માવત' એ બ્લડ-પ્રેસર અને ડાયાબીટીઝ જેવી બીમારી આપવાનું કામ કર્યુ છે. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું એ સમયથી ચાલતા એકધારા વિવાદે હવે રીલીઝ સમયે જયારે તીવ્ર વિવાદનો રંગ પકડયો છે. ત્યારે સંજય લીલા ભણસાલીની હેલ્થને પણ એનાથી ડેમેજ થયું છે.![]() |
Advertisement |
છેલ્લા બે મહિનામાં સંજય લીલા ભણસાલીને હાઇ બ્લડ - પ્રેશર અને ડાયાબીટીઝ જેવી બીમારી પણ લાગુ પડી એવું તેમના યુનિટની નજીકની વ્યકિતનું કહેવું છે. 'બાજીરા મસ્તાની', 'સાવરિયા' જેવી અનેક ફિલ્મોમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કરનારી આ વ્યકિતનું કહેવું છે કે 'સંજય જેટલુ ટેન્શન અત્યારે જગતની એક પણ વ્યકિત પર નહી હોય. તે એકધારો ટેન્શનમાં રહે છે.રાતે ઊંઘી પણ નથી શકતો, જેને લીધે લગભગ અઢી મહિનાથી તો તેણે ઊંઘ માટે પણ ટેબ્લેટ લેવાનું શરૂ કરી દીધું છે અને એ પછી પણ આછાસરખા. અવાજ વચ્ચે પણ તે જાગી જાય છે.
![]() |
Advertisement |
' 'પદ્માવત' ના રિલીઝના ટેન્શન વચ્ચે સંજય લીલા ભણસાલીનું છેલ્લા દોઢ મહિનામાં સત્તરથી વીસ કિલો જેટલું વજન પણ ઘટીગયું છે. ગાલ ગલોફામાં ઘુસી ગયા છે અને આંખ નીચે કાળા કૂંડાળાં થઇગયા છે. પબ્લીકની સામે આવતા કે કોઇ જગ્યાએ મીટીંગ માટે જતાં પહેલાં તેમણે પોતાને પણ મેકઅપ કરવો પડે છે. તે પોતાનો નંબર પણ ચેન્જ કરી નાખવાનો છે. સંજય લીલા ભણસાલી માટે 'પદ્માવત' ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે. તેમની ઇચ્છા હતી કે આ ફિલ્મ પુરી કરીને માર્ચ સુધીમાં પોતાની નવી ફિલ્મ સાથે ફરી ફલોર પર જવાની તૈયારી કરશે, પણ હવે તેમણે નકકી કર્યુ છે કે એક વખત ફિલ્મ રિલીઝ થઇ ગયા પછી બે-ચાર મહિના અજ્ઞાત વાસમાં જઇને આરામ કરશે અને ઉધારીમાં લીધેલી ઉપાધિ થી કેમ છુટકારો લેવો એનો વિચાર કરશે .
![]() |
Advertisement |
હાલ લોકોએ બંધ માં જોડાઈને સાબિત કર્યું કે અસ્મિતાની વાત આવે છે ત્યારે લોકો એક થઇ જાય છે , જે બતાવે છે કે મનોરંજન થી ઉપર પણ આજે લોકો દેશની અસ્મિતાની સ્થાન આપ્યું છે. સુપ્રીમે ફિલ્મને રિલીઝ ની લિલી ઝંડી આપી છે , તો બીજી તરફ ગુજરાત , રાજસ્થાન ,મધ્યપ્રદેશ , ગોવા અને બિહાર માં પદ્માવત ફિલ્મ રિલીઝ નથી થઈ , ત્યારે કોંગ્રેસનાં સમર્થક તહસીન પુનાવાળા એ સુપ્રીમ ની અવગણના અંગે બદલ કરણી સેના અને ચાર રાજ્યો વિરુદ્ધ અરજી કરી છે. અંતમાં એટલુંજ કે જો ભારતમાં અભિવ્યક્તિ ની સ્વતંત્રતા હોય તો ફિલ્મ ના રિલીઝ કરવી એ પણ સ્વતંત્રતા ના કહેવાય ???
કચ્છની વાત કરીએ તો સમગ્ર કચ્છમાં બંધ શાંતિપૂર્ણ રહ્યું હતું, લોકો સ્વયંભૂ બંધને સમર્થન આપ્યું હતું.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment