Skip to main content

Posts

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષનો અવાજ રૂંધાયો : પરેશ ધાનાણી

અધ્યક્ષના પક્ષપાતી વલણ સામે નારાજ કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. આજરોજ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યા બાદ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે , રાજ્યમાં પ્રજાને સરકારની તમામ કાર્યવાહી જાણવાનો અધિકાર છે. આવી જાણકારી સરકાર દ્વારા આપવામાં આવતી નથી પરંતુ વિરોધપક્ષ તરીકે અમે રચનાત્મક ભૂમિકા ભજવી , જ્યાં પ્રજાના હિતમાં જરૂર લાગે ત્યાં સરકારને સહકાર પણ આપી રહ્યા છીએ અને જ્યાં જરૂર લાગે ત્યાં પ્રજાના હિત માટે સરકારનો વિરોધ પણ રચનાત્મક રીતે કરી રહ્યા છીએ. વિરોધપક્ષ એ પ્રજાનો અવાજ હોય છે. વિરોધપક્ષના નેતાનું પદ એ ગુજરાતના પ૦% લોકોનો અવાજ છે. આ અવાજ દબાવવાનાં પ્રયત્નો ભાજપ સરકાર કરી રહી છે. શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે , છેલ્લા રર વર્ષની પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે વિધાનસભામાં ચર્ચાઓથી દુર ભાગતી ભાજપ સરકારને છાવરવા માટે સંસદીય કાર્યવાહીમાં પક્ષપાતી વલણ સાથે આમ આદમીના અવાજને અવરોધિત કરવાનાં કલંકિત ઈતિહાસનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે સર્વાનુમતે ચૂંટાયેલા અધ્યક્ષશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લ...

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભ...

ભારતની ચાંદની દુબઈમાં અમાવસ બની

ભારતીય ફિલ્મ જગતની ચાંદની (શ્રી દેવી) દુબઈમાં અમાવસ (અવસાન) પામી. શ્રી દેવીની અંતિમ તસવીર - દુબઈ હિન્દી ફિલ્મ ઉદ્યોગે એક પ્રસિદ્ધ અભિનેત્રી ગુમાવી છે, પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું છે, માહિતી અનુસાર, તેણી તેના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી સાથે દુબઈમાં લગ્નના સમારોહમાં હાજર રહી હતી. દુબઈમાં લગ્નમાં પોતાની પુત્રી ખુશી સાથે  ત્યાં તેઓ અચાનક કાર્ડિયાક એરેપ્ટ ( હાર્ટ એટેક ) નો હુમલો થતાં તેઓનું મોત થયું હતું .  આ હૃદયરોગનો હુમલો દુબઈમાં 24 ફેબ્રુઆરી શનિવારનાં રાતે લગભગ 11-11: 30 કલાકે આવ્યો હતો.શ્રીદેવી 54 વર્ષનાં હતાં. જેનાં લગ્નમાં ગયા હતા તે વર વધુ સાથે , શ્રી દેવી , બોની કપૂર અને ખુશી શ્રી દેવી હંમેશા ફિલ્મોમાં પોતાનાં અભિનય થી પ્રભાવ પાડ્યો હતો. બોલીવુડમાં પ્રવેશ્યા પહેલા શ્રીદેવીએ તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. શ્રી દેવીનો અંતિમ વિડિઓ - દુબઈ લગ્નમાં ધીમે ધીમે, ફિલ્માંકન વખતે, તે એક સમયે એક સ્ત્રી સુપરસ્ટાર બની હતી. શ્રીદેવી મી. ઇન્ડિયા , ચાંદની, નાગિના જેવા સુપરહ...

રૂપિયા મોકલવા કે મેળવવા હવે whatsapp

Whatsapp હવે તમારાં નાણાં મોકલી અને મેળવી પણ આપશે તમારા સંપર્કોને નાણાં મોકલવા માટે WhatsApp ચુકવણીઓનો ઉપયોગ કેવી રીતે કરવો: અનુસરવા માટેના 10 પગલાંઓહવે ભારતનાં વપરાશકર્તાઓને પસંદ કરવા માટે WhatsApp ચુકવણીઓ સુવિધા ઉપલબ્ધ છે.હોટમેપ ચુકવણીઓએ ધીમે ધીમે ભારતમાં વપરાશકારો માટે રોલિંગ કરવાનું શરૂ કર્યું છે, જોકે વિસ્તૃત રોલઆઉટ હજી રાહ જોવા મળે છે. પ્રારંભિક રોલઆઉટમાં WhatsApp વપરાશકર્તાઓ તરફથી મોટા પાયે પ્રતિભાવ જોવા મળ્યો છે કારણ કે તેમાં ઘણા પગલાં અથવા ડિજિટલ વૉલેટની જરૂર નથી. 200 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ સાથે, ભારતમાં લાવવામાં આવતા ચુકવણીઓને પગલે, WhatsApp દેશમાં દેશના મોટા વપરાશકર્તા આધાર માટે અર્થપૂર્ણ બને છે. આ સુવિધા હાલમાં પરીક્ષણમાં છે અને તે બંને Android અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.વોટસ પેમેન્ટ્સ ફીચર્સ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) ને સાંકળે છે અને આનો અર્થ એ થાય કે તે લોકપ્રિય ડિજિટલ વોલેટ એપ્લિકેશન્સ જેમ કે પેટિમ, ગૂગલ ટેકઝ, ફોનપે, મોબીકવિક અને અન્યો જોકે, વોટ્સએટ ચુકવણીઓમાં વેપારી ચૂકવણીનો સમાવેશ થતો નથી.ભારતમાં હોટમેપ પેમેન્ટ્સ લોન્ચ કરવામાં આવી...

ગાંધીધામમાં ખોટું સોગંદનામું , મોથાળામાં દરગાહને નુકશાન

ગાંધીધામના ગોપાલપુરીમાં પ્લોટનું ખોટુ સોગંદનામું , અબડાસાનાં મોથળામાં દરગાહને નુકશાન  ક્ચ્છ ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાંં કંડલા પોર્ટ દ્વારા ફાળવાયેલાં 204 મીટર પ્લોટનું ખોટુ સોગંદનામું અને દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી ભુજના શાંતાબેન ઝાલાનાં પિતા કેપીટીમાં કર્મચારી હતા ત્યારે તેમને ગોપાલપુરી વિસ્તારમાં 204 મીટરનો પ્લોટ ફાળવાયો હતો. જેના પર ત્રણ આરોપીઓ જગદીશ જાતસિંગ ,જસવંતસિંગ ,આઇ. એમ.સૈની.એ ખોટુ પાવરનામું, બનાવટી સહીઓ  કરીને  પોતે માલિક બની બેઠાં હતા. 21-2-90થી 14-7-1992ના વર્ષ દરમિયાન આ ગુનો આચરાયો હતો. આ પણ વાંચો : કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામે અજાણ્યા ઈસમો દ્વારા દરગાહ ની ચાદર ને બહાર ફેંકીને સળગાવી નાખતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોથાળા ગામમાં નૂરમામદપીરની દરગાહની અંદર અજાણ્યા ઈસમોએ કુહાડી વડે નુકશાની પહોંચાડી હતી.અને દરગાહ ની ચાદરને  બહાર ફેંકી તેને સળગાવી નાખતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવન...

સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન

🖋 ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન આપી પગલાં લેવાં કરાઈ રજૂઆત. વિક્રમગીરી ગોસ્વામી જિલ્લા મથક ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવાના બાબતે અરજદાર દ્વારા આ બાબતે જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી.આવેદનપત્ર પાઠવનાર , વિક્રમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે , તેમની પત્ની ગર્ભવતી હતી.અને તેના માટે તેઓ છેલ્લા નવ માસથી ભુજના ડો.ઊર્મિલાબેન મહેતા પાસેથી સારવાર અને નિયમિત દવાઓ લેતા હતા.ત્યારે  તેઓ ગત તા.૧૯/૨/૨૦૧૮ ના રોજ તેમની પત્નીને દુખાવો ઉપડતા તેઓ ડોકટર પાસે ગયા અને ડોકટરે તેમને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી રિપોર્ટ કઢાવતા તેમના શરીરમાં માત્ર  ૨ થી ૩ % પાણી દર્શાવાયું હતું.જેને લીધે તેઓ ચિંતિત બન્યા હતા.અને ડોકટર ઊર્મિલાબેન ને રિપોર્ટ બતાવ્યો.જેમાં ડોક્ટરે જણાવ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે. Advertisement ત્યારે અરજદાર વિક્રમગીરીએ અન્ય એક લેબોરેટરી માં તપાસ કરાવતા તેના રિપોર્ટ માં 10 થી 11% પાણી શરીર માં હોવાનું બહારે આવ્યું હતું.આ રીતે ડો.ઊર્મિલાબેન અને રિપોર્ટ કરનાર સેન્...

ઘી વાળા શાહ ચમનલાલ રાતીલાલની પેઢી ઉપર ફૂડ વિભાગનાં દરોડા

શરાફ બજારમાં આવેલી શાહ ચમનલાલ રતિલાલ પેઢીની  ઘી ની દુકાન ખાતે ફૂડવિભાગે દરોડા ભુજની શરાફ બજારમાં આવેલી શાહ ચમનલાલ રતિલાલ પેઢીની  ઘી ની દુકાન ખાતે ફૂડવિભાગે દરોડા પાડીને ઘી ના સેમ્પલ મેળવ્યા હતા.આ ઘીની દુકાન વર્ષો જૂની છે.અને આ દુકાનમાં ઘી નકલી અને ભેળસેળ વાળું વેચાતું હોવાની બાતમીના આધારે ફૂડવિભાગે આજે દરોડા પાડ્યા હતા. ભુજના શરાફ બજારમાં આવેલી આ ઘીની દુકાન ખાતે તપાસ ના આધારે ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જેને લેબોરેટરી માં તપાસ અર્થે મોકલવામાં આવશે.અને જો ઘી માં ભેળસેળ કરવામાં આવી હશે.તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામની સીમમાં એક મહિના અગાઉ પવનચક્કીના 20 હજાર રૂપિયાની કિંમતના કેબલની થયેલી ચોરીના બનાવમાં દેવશી લાખા કોલી (ઉ.વ.19, રહે. રામદેવપીર વાંઢ, ભચાઉ) ની કેબલ ચોરીમાં એલસીબીએ ધરપકડ કરી છે, પૂછપરછમાં તેના બે સાગરિત વેરશી તરશી કોલી (રહે. રામદેવપીર વાંઢ, ભચાઉ) અને સુખદેવ ઊર્ફે સુખો કોલી (રહે. ખોડાસર, ભચાઉ)ના નામ પણ ખુલ્યાં છે. ત્રણેય જણાંએ સાથે મળીને ચાંદ્રોડીની સીમની પવનચક્કીનો કેબલ ચોર્યો હતો. એલસીબીએ આરોપીને લાકડીય...