🖋 ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને ભુજનાં ચા વાળાએ ૨૦ હજારનું આપ્યું દાન. (છગનભાઈ અને પરિવાર પાસેથી અનુદાન સ્વીકારતાં લાયન અભયભાઈ શાહ) (મા ન્યુઝ , 27 જાન્યુઆરી, 9:35 ) - એક કહેવત છે મન હોય તો માળવે જવાય , બીજી કહેવત છે નસીબમાં હોય તો જ દાન કરી શકાય . અત્યારે આ બંને કહેવત ભુજના એક દિલેર અને ઉદાર ચા વાળા ડુડિયા ભાઈને લાગુ પડે છે. લોકોએ કાલે ૨૬ મી જાન્યુઆરી ને અલગ અલગ રીતે ઉજવી હશે , કોઈકે દવજ ફરકાવીને , કોઈકે દવજને સલામી આપીને , કોઈકે બાળકોને મીઠાઈ આપીને , કોઈકે પોતાનાં ગામ અને શહેરમાં સફાઈ કરીને, કોઈકે કોઈકનાં આંસુ લૂછીને , અને કોઈકે પોતાની આવકનો અમુક હિસ્સો કાઢી એવા લોકોને મદદ કરી હશે કે જેમને તેઓ ઓળખતા પણ નહીં હોય. ( Advertisement ) હા, આવુંજ જ દાન ભુજના ચાની કેબીન ચલાવતા શ્રી છગનભાઇ ડુડીયાએ ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને આપ્યું, ભુજની લાયન્સ હોસ્પિટલ દાતા અને દર્દી વચ્ચે એક મહત્વનાં સેતુ (રામ સેતુ) તરીકે કામ કરી રહી છે. છગનભાઈએ રૂા.૨૦,૦૦૦નુ અનુદાન આપ્યુ , પણ એ અનુદાન ક્યા દર્દીને ઉપયોગી થશે એ છગનભાઈને નથી ખબર , આમ એક અર્થમાં નરસિંહ મહેતાન...