Skip to main content

Posts

જેનો ભય હતો એ જ થયું : સુપ્રીમ પણ શંકામાં.

જેનો ભય હતો એ જ થયું : સુપ્રીમ પણ શંકામાં. આઝાદી બાદ ભારતમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ ચીફ જસ્ટિસ સામે ઉઠાવ્યા સવાલો. ભૂતકાળમાં એક સમાચાર વાંચ્યા હતા , જેમાં સાંસદ જ્યારે બંગલા ખાલી નતા કરતાં ત્યારે સુપ્રીમ કોર્ટ કોમેન્ટ કરી હતી કે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી , પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટ ખુદ પોતે શંકા ના દાયરામાં હોય ત્યારે સાચે આ દેશને હવે ભગવાન પણ બચાવી શકે એમ નથી એવું કહીશું તો અતિશયોક્તિ નહી ઘણાય.  સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજોએ આજે પત્રકાર પરીષદ કરીને ખળભળાટ મચાવી દીધો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદનલોકુર, જસ્ટિસ કુરિયન જાસેફ, જસ્ટિસ રંજન ગોગોઇએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજાનો એક સાત પાનાનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જજાએ કેટલાક કેસમાં એસાઇનમેટને લઇને નારાજગી વ્યકત કરી છે. જજોએ આરોપ મુકયો છે કે ચીફ જસ્ટીસ તરફથી કેટલાક મામલાઓને કેટલીક ખાસ બેન્ચો અને જજોને જ આપવામાં આવે છે.    મીડિયા સાથે વાત કરીન...
ગાંધીધામમાં ૧૪ લાખના ચોખા ચોરીના ૩ આરોપી ઝડપાયા

ત્રણ તલાક : મોદી સરકારને તારશે કે ડૂબાળશે ?

ત્રણ તલાક : મોદી સરકારને તારશે કે ડૂબાળશે ? મોદી સરકાર રાજ્યસભામાં પાસ ન થવા છતાં વટહુકમ લાવીને તેને ગુનાહિત જાહેર કરી શકે છે સરકાર   લોકસભાની ચૂંટણી 2019માં આવી રહી છે પણ એ પહેલાં લઘુમતી સમાજ માટે ટ્રિપલ તલાકને લઈને ક્યાંક સ્વીકાર્ય અને ક્યાંક અસ્વીકાર્ય સ્થિતિ જોવા મળી છે , વાત છે ત્રણ તલાક ની , એકવારમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર રોક લગાવવાવાળા બિલને રાજયસભામાં પાસ કરાવવામાં સફળ ન રહેલી સરકાર હવે બીજા રસ્તા પર ધ્યાન આપી રહી છે.  મોદી સરકાર એકવારમાં ત્રણ તલાકને ગુનો જાહેર કરવા માટે તેના પર વટહુકમ લાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે સરકાર ટ્રિપલ તલાકના તમામ ઓપરેશન પર નજર રાખી રહી છે. આ ક્રમમાં સંસદના બજેટ સત્ર દરમિયાન તેના પર વટહુકમ લાવવા પર પણ વિચાર કરી રહી છે. બજેટ સત્રમાં જોઈન્ટ સેશનમાં વટહુકમ લાવીને સરકાર રાજયસભામાં પાસ ન થવા છતાં તેને ગુનાઈત જાહેર કરી શકે છે. નોંધનીય છે કે, વિપક્ષે ટ્રિપલ તલાક બિલને સિલેકટ કમિટીમાં મોકલવાની માંગ કરીને તેને રાજયસભામાં પાસ ન થવા દીધું. શિયાળું સત્ર દરમિયાન મોદી સરકારે ટ્રિપલ તલાકને ગુનાઈત જાહેર કરતા બિલ...
*અરજીત ના ગીતો સાંભળી બોયફ્રેન્ડ યાદ માં કલાકો રોઇ*  *પછી યાદ આવ્યું કે મારો કોઈ બોયફ્રેન્ડ જ નથી...* *ફરીથી કલાક રોઇ..* *😂😛😜😂* @Kheldharaho.com

રાત્રે ૧૦ વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકર વગાડવા નહીં

રાત્રે 10 પછી બંધ

જાગો ગ્રાહક જાગો : હવે વીજકાપનો ઝાટકો વિજકંપનીને

તંત્રી લેખ જાગો ગ્રાહક જાગો : હવે વીજકાપનો ઝાટકો વિજકંપનીને ભારતમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકનાં અધિકારો માટે પહોળા માર્ગો છે , પણ વર્ષોથી શોષણ માટે ટેવાઈ ગયેલો ભારતનો નાગરિક એટલે કે ગ્રાહક પોતાનાં અધિકાર વિશે જ અભાન જોવા મળે છે, ભારતનું ન્યાયાલય પણ સમયાંતરે ગ્રાહક ને જાગૃત કરે છે અને પોતાનાં હક્ક અને અધિકાર વિશે જાણ કરે છે કે જ્યારે ગ્રાહક કોઈ પણ સુવિધા કે ચીજ વસ્તુ ખરીદી કરે છે ત્યારે ગ્રાહક એને પામી કે માણી શકે છે , અને એની વચ્ચે જો વ્યાપારી કે સુવિધા કે સેવા પૂરી પાડનાર કંપની જો ખરી ના ઉતરે તો ગ્રાહક પોતાનાં અધિકાર માટે લડી શકે છે .  આ જ મુદ્દે વાત કરીએ વીજળી ની , લાઇટની તો ઘર કે ઓફિસમાં ઘણીવાર વીજ પુરવઠો ખોરવાય ત્યારે આપણે માત્ર જે માત્ર વીજળી કયારે આવશે એની રાહ જોવા સિવાય કંઈ નથી કરતાં અથવા તો કઈ નથી કરી શકતા , પણ હવે એવું નહીં થાય.. હવે કેન્દ્ર સરકાર એવો નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે કે જે લાગુ થયા બાદ વીજળી પૂરી પાડતી કંપનીઓ જો સપ્લાયમાં કાપ મૂકશે તો ઝાટકો એટકે કે શોક વિજકંપનીને લાગશે , પીજીવીસીએલ કે જેતે વિજકંપની ઉપર પર ગાળીયો કસાશે.  પ્રાપ્ત માહિતી અનુ...

LLDC: ૪ દિવસીય કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો ખુલ્‍લો મૂકાયો

LLDC દ્વારા ૪ દિવસીય કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો ખુલ્‍લો મૂકાયો કચ્‍છભરના કસબી કારીગરો, હસ્‍તકળા પ્રેમીઓ બહોળી સંખ્‍યામાં રહયા ઉપસ્‍થિત ભુજ, બુધવારઃ     કચ્‍છની લોકકળા અને ભાતીગળ સંસ્‍કૃતિને ઉજાગર કરવા સાથે કારીગરોનાં હાથના કસબને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઓળખ આપનારના ઉદેશથી સ્‍થાપિત લીવીંગ એન્‍ડ લર્નિગ ડિઝાઇન સેન્‍ટર (LLDC)  દ્વારા આજે અજરખપુર ખાતે કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો-૨૦૧૮ને મહાનુભાવો દ્વારા ખુલ્‍લો મૂકાયો હતો. LLDCમાં ચાર દિવસીય ફોક ફેસ્‍ટિવલ-૨૦૧૮માં કચ્‍છી કળા, કારીગરોની ચીજવસ્‍તુઓનું નિદર્શન અને વેચાણનું પણ આયોજન કરાયું છે. સાથો સાથ કચ્‍છની લોકસંસ્‍કૃતિ તેમજ લોકનૃત્‍યને પણ મુલાકાતીઓ માણી શકે છે.     કચ્‍છની બધી કળાનું એકજ સ્‍થળે પ્‍લેટફોર્મ પુરુ પાડવાનું આયોજન કરી LLDC દ્વારા કારીગરોની કળાને ઉજાગર કરવાની સાથે કારીગરો દ્વારા ઉત્‍પાદિત થતી ચીજવસ્‍તુઓને માર્કેટિંગ માટેનું પ્‍લેટફોર્મ પુરું પાડવા માટે ફોક ફેસ્‍ટિવલ-૨૦૧૮નું આયોજન કરાયાનું પણ જણાવ્‍યું હતું.     આ પ્રસંગે કચ્‍છ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સલર સી.બી. જાડેજ...