Skip to main content

Posts

ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં એક શખ્સે આત્મહત્યા કરી લેતા દોડધામ મચી ગઈ.

ભુજ શહેર ના એક રેહવાશીએ કોઈ અગમ્ય કારણોસર જીકે જનરલ હોસ્પિટલમાં આત્મહત્યા કરી લેતા દોડધામ મચી જવા પામી છે. આ ઘટના અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પોહચી આગળની તપાસ હાથ ધરી રહી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125  કીમી ટ્રેનિંગ  , 2500  રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ :  50  રૂપિયા લીટર   , ઘી  1000  રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર :  50  રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20  રૂપિયામાં  20  લીટર

પંજાબથી પરાર ખરીદવામાં આવશે જે પશુઓના ઘાસચારા માટે યોગ્ય નથી: વી.કે.

કચ્છના પશુઓને બચાવવા માટે પંજાબથી પરાર ખરીદવામાં આવશે જે પશુઓના ઘાસચારા માટે યોગ્ય નથી. પશુઓ માટે પોષ્ટિક ઘાસ વલસાડ, દહાણં, તારાપુર જીલ્લાઓમાંથી જ ખરીદવામાં આવે પરારની ખરીદી એટલે ઘાટ કરતા ઘડામણ મોંઘુ, ટ્રાન્સપોટટ ખરચ પણ ખુબ મોંઘુ થશે. પંજાબમાં ખેડૂતો જે પરારને સળગાવે છે તેનું ગુજરાત સરકાર ખરીદવા માટે અભ્યાસ કરવા જશે !!! અહો આશ્ચર્યમ !!!......... આ શબ્દો છે કચ્છ જિલ્લા પંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા વી. કે. હુંબલનાં... તેમણે સરકારને આડે હાથ લેતાં આક્ષેપો કર્યા કે સરકારનો પંજાબમાંથી ઘાસ લેવાનો નિર્ણય અને એમાંય એવું ઘાસ કે જ્યાં પંજાબમાં ઘઉં નાં વધેલા છોડવાને કાપવાને બદલે ત્યાંના ખેડૂતો સળગાવી નાખે છે , અને એ ઘઉં નાં પરારને જો કચ્છ પશુઓ માટે લઈ અવાશે તો તે કચ્છનાં પશુ માટે યોગ્ય નથી. કચ્છ જીલ્લામાં અછતમાં પશુઓને બચાવવા માટે સરકાર દ્વારા પંજાબથી ઘઉના પરારની ખરીદી કરવા માટે સરકારશ્રીનાં પ્રતિનિધિ મંડળને પાંજાબ મોકલવામાાં આવશે તેવું ગુજરાતની કેબીનેટમાં નિર્ણય લેવાયેલ છે ત્યારે કચ્છના પશુઓ માટે ઘઉનાં પરારનો ચારો યોગ્ય છે કે કેમ તે સરકારે જોવું જરૂરી છે, ઘઉનો પરાર પશુઓ માટે  ખા...

અંજાર તાલુકાના ધમડકા ગામમાં આવેલ મોનો સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થવાથી ૪૦ લોકો ઘાયલ થયા

અંજાર તાલુકાના ધમડકા ગામમાં આવેલ મોનો સ્ટીલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થવાથી અંદાજિત ૩૫ થી ૪૦ લોકો ઘાયલ થયા છે, તેમાં ૪ થી ૫ લોકો ગંભીર હાલત માં છે. આ તમામ લોકોને સારવાર અર્થે ગાંધીધામની મેહતા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.આ બનાવથી ઘણી દોડધામ મચી જવા પામી છે. \

ચૌદ માસની આયુષી અને દોઢ વર્ષના અમનની શ્વાસનળીમાં અટકેલા પદાર્થને દુર કરી બંને ભૂલકાઓને જીવનદાન

અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં તબીબી જગતમાં અત્યંત જોખમી અને પડકારરૂપ ગણાતી શસ્ત્રક્રિયા જી.કે.માં કરાઈ. ભુજ તા,  અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કાન,નાક, અને ગળાની ઈ.એન.ટી. ટીમ અને એનેસ્થેટીક સહાયકોએ સાથે મળીને તબીબી જગતમાં અને મેડીકલ સાઈન્સમાં અત્યંત જોખમી, અઘરી અને પડકારરૂપ ગણાતી શસ્ત્રક્રિયા કરી બે બાળકોની શ્વાસનળીમાં અટકી ગયેલા પદાર્થને સફળતાપૂર્વક દુર કરી બંને ભૂલકાઓને જીવનદાન આપ્યું હતું.     કોઈ પદાર્થ શ્વાસનળીમાં અટકી જાય અને તેમાય જો નાનું બાળક હોય તો તેની શ્વાસનળી અત્યંત નાની હોય છે. જેથી તેમાં અટકેલા પદાર્થને કારણે શ્વાસ લેવાનું દુષ્કર થઇ જાય છે. પરિણામે ઓકસીજનનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગે છે. હૃદય પણ બંધ પડી શકે છે. તેવા સંજોગોમાં તબીબોએ સમયસુચકતા વાપરી વેન્ટવાળા દૂરબીન બ્રોન્કોસ્કોપથી ઓપરેશન કરી બંને બાળકોની ધડકન યથાવત કરી દીધી હતી.     હોસ્પિટલના ઈ.એન.ટી સર્જન ડો. નરેન્દ્ર હિરાણીના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના નડાપાની  ૧૪ મહિનાની આયુષી અને ભચાઉના દોઢ વર્ષના અમનની શ્વાસનળીમાં સિંગનાં દાણા જેવો પદાર્થ અટકી ગયો હતો...

રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે : પરેશ ધાનાણી

મંત્રી અને મુખ્‍યમંત્રી નૈતિકતા સ્‍વીકારી રાજીનામું આપે : પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજે નવા વર્ષમાં સહુ પત્રકાર તથા મીડીયાના મિત્રોને મળ્‍યા હતા અને નવા વર્ષની સહુને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી. પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. સીબીઆઈની તપાસ સર્વોચ્‍ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્‍વ કરતા અને ભારત સરકારના રાજ્‍યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી સામે પણ વ્‍યક્‍તિગત આક્ષેપો કરવામાં આવ્‍યા છે. મને ન્‍યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે સત્‍ય જરૂર બહાર આવશે. સીતા જેવી પવિત્ર દેવી સામે આક્ષેપો લાગ્‍યા ત્‍યારે તેની પણ અગ્નિપરીક્ષા થઈ હતી. રામરાજ્‍યની પરિકલ્‍પના કરનાર ભાજપનું નેતૃત્‍વ કે જ...

વોડાફોન કંપનીને ૭૦૦% કરતા વધારે ભાડું ચૂકવીને ગુજરાત ભાજપ સરકારનો લાખો રૂપિયાનો દુર્વ્યય.

સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતાં વધારે ચૂકવાય છે : શક્તિસિંહ ગોહિલ ગુજરાતની ભાજપની સરકાર ગુજરાતના અધિકારીઓ તેમજ મીનીસ્ટરોને આપવામાં આવતા સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતા વધારે ચૂકવીને પ્રજાની તિજોરીમાંથી લાખો રૂપિયાનો દુર્વ્યય કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જીઆર નંબર CEL૧૦૨૦૦૩-૧૪૭૮-ઘ ની નકલો પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે, ગુજરાત સરકાર પ્રાઈવેટ  નેટવર્ક કંપની વોડાફોનને મોબાઈલ ફોન સેવા માટે  દર મહીને લાખો રૂપિયાનું વધારનું બીલ પ્રજાની તિજોરીમાંથી ચૂકવી ચુકી છે. કેન્દ્ર સરકારનું પોતાનું જ જાહેર સાહસ બીએસએનએલ માત્ર ૬૬૬ રૂપિયામાં ૧૨૯ દિવસ માટે અનલિમિટેડ કોલ્સ સ્થાનિક અને નેશનલ રોમિંગના તેમજ ૧૦૦ એસએમએસ મફત ની સેવા આપી રહી છે એટલેકે દર મહીને માત્ર ૧૬૬ રૂપિયામાં છુટક ગ્રાહકને બીએસએનએલની મોબાઈલ ફોન સેવા પ્રાપ્ત થાય જયારે વોડાફોન કંપની પ્રાઇવેટ છુટક ગ્રાહકને ...

સામાત્રા ટોલ નાકા પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત: એક યુવક નું મોત...

ભુજ તાલુકાનાં સામત્રા ટોલ નાકા પાસે મળતી પ્રાથમિક વિગતો અનુસાર કાર, ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે અને હજુ કેટલા મોત અને કેટલા ને ઇજાઓ પહોચી છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે, હજુ પોલીસ ઘટના સ્થળે પહોચી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી રહી છે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિયામાં 20 લીટર