Skip to main content

Posts

જમ્મુ કાશ્મીરમાં ભાજપ-પીડીપી વચ્ચે તૂટ્યું ગઠબંધન, મહેબુબા મુફ્તી એ આપ્યું રાજીનામું..

જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દિલ્હીમાં ભાજપના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં પીડીપી સાથેનું ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રદેશના નેતાઓના કહેવા પ્રમાણે, પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે અને આ અંગે રાજ્યપાલને પણ જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વના પગલાનું અમે સ્વાગત કરીએ છીએ. પીડીપીના નેતા નઇમ અખ્તરે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે મહેબૂબા મુફ્તી રાજીનામું આપી દેશે અને સાંજે પત્રકારો સાથે વિસ્તૃત વાત કરશે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય મંત્રી કવિન્દર ગુપ્તા, ત્યાંના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા અમિત શાહે કરી હતી. જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવે કહ્યું હતું, "પીડીપી સાથે આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું. ગઠબંધન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશમાં શાંતિ અને વિકાસનો હતો. જમ્મુ-કાશ્મીરના ત્રણેય ભાગમાં (જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ) વિકાસ કરવાનું તેમનું લક્ષ્‍ય હતું. જેમાં ભારે પ્રમાણમાં કાશ્મીરમાં ઘાટીમાં આતંકવાદ વધ્યો છે અને કટ્ટરવાદ વકર્યો છે. માધવે ઉમેર્યું હતું કે રમઝાન મહિનામાં અમે શાંતિ સ...

કચ્છ જીલ્લા પંચાયત અને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉ.પ્રમુખના પદો માટેના નામો કરાયા જાહેર..

ઘણા સમય થી જેની સૌને રાહ હતી તેવી કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ના નામો આજે જાહેર કરાયા છે. ભારતીય જનતા પાર્ટીએ કચ્છ જીલ્લા પંચાયતના બીજી ટર્મ માટેના પ્રમુખ પદ માટે લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકાર રહેશે. જયારે બીજી તરફ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે હેરેશ ભંડેરી અને ઉપપ્રમુખ પદ માટે હિતેશ ખંડોળને પસંદ કરાયા છે. આવતી કાલે સત્તાવાર ચુંટણી યોજાશે.. જીલ્લા પંચાયત પ્રમુખ પદ માટે પસંદગી - લક્ષ્મણસિંહ સોઢા જીલ્લા પંચાયત ઉ.પ્ર. માટે પસંદગી - નિયતીબેન પોકાર ભુજ તા.પં. ના પ્રમુખ તરીકે પસંદગી - હરેશ ભંડેરી ભુજ તા.પં. ના ઉપપ્રમુખ તરીકે પસંદગી - હિતેશ ખંડોળ\ - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

દાડમના વાવેતરમાં કચ્છ સમગ્ર રાજ્યમાં પ્રથમ : ૭૯૬પ હેક્ટરમાં વાવેતર..

કચ્છમાં બારમાસી નદીઓ ન હોવા છતાં પણ કિસાનો બોરવેલના પાણીના આધારે હજારો હેકટર જમીનમાં રોકડીયા તથા બાગાયત પાકો લઈ રહ્યાં છે. પરંતુ છેલ્લા એક દાયકાથી સતત પાણીના તળ ઉંડે ઉતરી જતા હવે કિસાનો બાગાયતી પાકો તરફ વળી રહ્યાં છે. ત્યારે દાડમના વાવેતર તથા ઉત્પાદનમાં કચ્છ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. મળતી વિગતો મુજબ, કચ્છમાં વરસાદની તૈયારીઓ છે. ત્યારે બાગાયતી પાકોની વાવણી સમયસર થઈ જાય તેની માટે ખેડૂતો સતત ખેતરો તથા વાડીના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. હજુ વરસાદ પડવાનો બાકી છે. તે પૂર્વે બાગાયતી પાકોનું વાવેતર થઈ જાય તેની માટે હાલમાં રોપ ખરીદવા, ખેતરોમાં ટપક પધ્ધતિની લાઈનો બિછાવવા, ફિલ્ટર પ્લાન્ટ, ટાંકા તથા ખાતર સહીતની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તો અમુક કિસાનો અત્યારથી જ વાવણી કરી રહ્યાં છે. ત્યારે ગત વર્ષે ૨૦૧૬-૧૭માં કચ્છમાં કુલ ૭૯૬૫ હેકટરમાં દાડમનું વાવેતર બાગાયત વિભાગમાં નોંધાયું હતું. જો કે, તેની સામે ૧.૨૬ લાખ મેટ્રીક ટન ઉત્પાદન નોંધાયું હતું. તો એ પ્લસ કવોલિટીના દાડમની નીકાસ રશિયા, દુબઈ, સાઉદી અરેબીયા, ઓસ્ટ્રેલિયા સહીતના દેશોમાં થઈ હતી. તો રાજ્યમાં દાડમના વાવેતરમા બીજા ક્રમે બન...

ભુજમાં નાના ભાઈના પરિવારને જીવતાં સળગાવનાર મોટાભાઈ સહિત વધુ બેનાં મોત..

વડીલોપાર્જીત મકાનની માલિકી મુદ્દે નાના ભાઈના નિંદ્રાધીન પરિવારના 4 સભ્યોને પેટ્રોલ છાંટી જીવતાં સળગાવી દેવાની ચકચારી ઘટનામાં આરોપી સહિત વધુ બેનાં મોત નીપજ્યાં છે. ભુજ એ ડિવિઝન પોલીસ મથકના જણાવ્યા મુજબ ગઈકાલે ગંભીર રીતે દાઝેલાં મહમદ ઇબ્રાહીમ હાજી ઇસ્માઇલશા પીર (ઉ.વ. 67) અને આરોપી યુસુફશા હાજી ઇસ્માઇલશા પીરે આજે સારવાર દરમિયાન જી.કે.જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારની રાત્રે મકાનના ડખ્ખામાં યુસુફશાએ તેના નાના ભાઈ મહમદ ઈબ્રાહીમ અને તેની પત્ની, બે પુત્રીઓ પર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધી હતી. જેમાં માતાપુત્રી એવા શેરબાનુ મામદ ઇબ્રાહીમ પીર અને ઝુલેખા મામદ ઇબ્રાહીમ પીર નાં મૃત્યુ થયાં હતાં. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજ શહેરના સંજોગનગર વિસ્તારમાંથી ધાણી પાસાનો જુગાર પકડી પાડતી એલ.સી.બી. પોલીસ..

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલ ની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ મયુરસિંહ જાડેજા ને બાતમી રાહે હકીકત મળેલ કે ખારી નદી રહીમનગર રોડ ઉપર આવેલ નર્સરીમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વાળી ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમી અથવા રમાડતા હોય જે બાતમી આધારે તરત જ વર્ક આઉટ કરી રેડ કરતા (૧) રમજુ અબ્દ્રેમાન જીએજા, ઉ.વ.૩૯, રહે. મોટાપીર ચોકડી, બીજી પાપડીની બાજુમાં, સંજોગનગર, ભુજ (ર) સદામ રમજાન સીદી, રહે.ખાસરા ગ્રાઉન્ઠની બાજુમાં, પાણીના ટાંકાની નીચે, સંજોગનગર, ભુજ (૩) સમીર હસન આરબ, રહે.સંજોગનગર, મોટાપીર રોડ, જત હોટલની પાછળ, ભુજ (૪) મોજમઅલી મોહમદઅલી શેખ, રહે. હાલે-મોટાપીર ચોકડી, પ્રભાત બેકરીની બાજુમાં, ભુજ, મુળ રહે- ગામ પૌલી, તા.ધાનખાટા, જિ.સંતકબીર નગર, યુ.પી. (પ) સતાર રસીદ મેમણ, રહે.મોટાપીર રોડ, અંબાજી ગરબી ચોકની બાજુમાં, સંજોગનગર, ભુજ (૬) લીયાકત રમજાન સુરંગી, રહે.કંજલી નગર, ખારીનદી રોડ, ભુજવાળા...

ભુજ પાલિકામાં સંખ્યાબંધ બોગસ કામદારોના નામે ચૂકવાતો પગાર : તપાસ ક્યારે?

ભુજપાલિકામાં આડેધડ ભરતી કરાયેલા કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ તથા બોગસ કામદારોના કારણે પાલિકાની તિજોરી પર પગારનું ભારણ વધ્યું છે. આ ભારણ એટલું વધી ગયું છે કે દર માસે અડધો માસ થઈ ગયા છતાં રોજમદાર, ફિકસ વેતનના કર્મચારીઓ તો ઠીક કાયમી કર્મચારીઓને પણ પગાર કરવા મુશ્કેલ થઈ રહ્યા છે. જેના કારણે જે કર્મચારી ખરેખરે કામ કરે છે તેઓને પણ દર માસે નિયત તારીખે પગાર છેલ્લા એક વર્ષથી મળી રહ્યો નથી. ગત વર્ષે તો પરિસ્થતી એટલી વકરી હતી કે ત્રણ માસ સુધી કર્મચારીઓને પગાર મળી શકયો ન હતો જેના કારણે તહેવારોમાં ગરીબ કામદારાનો ઘરે ખાલી વાસણો ખખડે તેવી સ્થીતી પેદા થઈ હતી. આ સ્થિતી હવે દર માસે સામે આવી રહી છે અગાઉ ફિકસવેતનકારો કે કોન્ટ્રાકટબેઝ ના કર્મચારીઓને નિયમિત પગાર અપાતો ન હતો હવે તોકાયમી કર્મચારીઓ પણ ઝપેટમાં આવી જાય છે. સુત્રોના જણાવ્યા મુજબ દર માસે ૨૫ લાખથી વધુનો જે પગાર ચુકવાય છે તેમાં તપાસ કરાય તો અનેક બોગસ વ્યકિતઓના નામે પણ પગાર થાય છે . જે વર્ષોથી ચાલ્યું આવે છે તેમજ છેલ્લા બે વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે. જે શખ્સોને ખુદ તેના વિભાગના કર્મચારીઓ જાણતા નથી તેવા કામદારોના નામ ચોપડે ચડાવીને હાજરી પ...

અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે હૂમલો : ૨૦ના મોત..

અફઘાનિસ્તાનના નાનગરહર પ્રાંતનાં જલાલાબાદમાં રવિવારે ભારતીય દૂતાવાસ નજીક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ૧૪ લોકોનાં મોત નીપજયાં છે જયારે ૪૫ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ગવર્નરનાં કાર્યાલયની બહાર બ્લાસ્ટ થતાં નાસભાગ થઈ હતી. આ વિસ્તારમાં જ ભારતીય દૂતાવાસ કચેરી આવેલી છે. ગવર્નર પ્રવકતા અતાતુલ્લાહ ખોગ્યાનીના જણાવ્યા પ્રમાણે હુમલો કરનારો કાર્યાલય સુધી ચાલીને આવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ કોઈ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. નાનગરહર પ્રાંતના પોલીસ અધિકારી ગુલામ સ્તાનિકઝીએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્તોમાં મોટાભાગના તાલિબાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારે થયેલા હુમલા પાછળ આઈએસઆઈએસનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. ઈદ મનાવવા માટે એકઠાં થયેલાં લોકોને નિશાન બનાવી આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે શનિવારે જલાલાબાદમાં આત્મઘાતી હુમલો થયો હતો જેમાં ૩૬ લોકોનાં મોત નીપજયાં હતાં. આ હુમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી હતી. રવિવારે પણ ઈદની ઉજવણી દરમિયાન અફઘાન સૈનિકો અને તાલિબાનો પર હુમલો કરાયો હતો. હુમલો કરનારાઓનો ટાર્ગેટ અફઘાન સૈનિકો અને નેતાઓને પાઠ ભણાવવાનો...