Skip to main content

Posts

ભારતનો ગ્રોથ રેટ 7.3% રહેશે, નોટબંધીની અસર પૂર્ણ થશે: વિશ્વ બેંક..

વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બેંકે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા 7.3% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું છે કે નોટબંધી અને GST જેવાં નિર્ણયોની અસરથી મુક્ત થઈ અર્થવ્યવસ્થા ધીરે ધીરે જોર પકડી રહી છે. મોદી સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી કરતાં 500 અને 1000ની નોટને ચલણથી બહાર કરી દીધી હતી. જે બાદ 1લી જુલાઈ, 2017થી ટેક્સ સુધાર માટે ગુ઼ડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરાયું હતું. આ નિર્ણયો પછી દેશનો વિકાસ દર 7%થી નીચે જતો રહ્યો હતો. વિશ્વ બેંકના અનુમાન મુજબ 2019 અને 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.5% રહેશે. બેંકે સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યું કે અર્થવ્યવસ્થાના વિકાસ દર 2017માં 6.7થી વધીને 7.3 રહ્યાં છે. જેમાં આગળ પણ સુધારો યથાવત રહેશે અને ખાનગી કંપનીઓને રોકાણનું તેમાં મહત્વનું યોગદાન રહેશે. વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો. જેની સીધી અસર ભારતના નીચલા તબક્કે જોવા મળી. સરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા ક...

પાકિસ્તાનમાં હિંદુ સહિત લઘુમતી કોમો પર સતત હિંસક હુમલા..

ત્રાસવાદને લગતા મોતની સંખ્યા કદાચ ઘટી હોય પરંતુ ધાર્મિક લઘુમતી કોમને નિશાન બનાવીને કરાતી હિંસા અને સરકારી સંસ્થાઓ પર હિંસા વધી છે. માનવ હક માટેના સ્વતંત્ર નિરીક્ષકના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં હિંદુ, ખ્રિસ્તી, શીખ, અહમદી અને હઝારા સહિતની લઘુમતી કોમ પર સતત હિંસક હુમલા થતા રહે છે. નિરીક્ષકે લઘુમતી કોમનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેલી સરકારની સખત શબ્દોમાં ટીકા કરી હતી. હ્યુમન રાઇટ્સ કમિશને જાહેર કરેલા ૨૦૧૭ના રિપોર્ટમાં જણાવાયું હતું કે પાકિસ્તાનમાં લોકો ગુમ થતા રહે છે, અમુક વખત એમણે દેશની શકિતશાળી સેનાની ટીકા કરી હોવાથી અથવા તો એમણે ભારત સાથે સારા સંબંધો રાખવાની તરફેણ કરી હોય માટે આ રિપોર્ટ માનવ હકના સમર્થક અસ્મા જહાંગીરને અર્પણ કરાયો હતો. તેઓ માનવ હકના પ્રખર સમર્થક હતા અને ફેબ્રુઆરીમાં એમનું અવસાન થયું હતું. કમિશને રિપોર્ટમાં લોકોના ગુમ થવા, હત્યાની સંખ્યામાં થયેલો વધારો અને સૈન્ય કોર્ટને આપવામાં આવેલી વધુ સત્ત।નો ખાસ ઉલ્લેખ કર્યો છે. નિંદાના ખોટા આરોપ અને હિંસા, જીવલેણ કામમાં રોકાયેલાં બાળકોની સંખ્યા અને મહિલાઓ સાથે કરાતી હિંસા સરકારની સૌથી નબળી બાજુ છે. રિપોર્ટમાં જણાવાયું છે ક...

ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ નું વિતરણ..

ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ બોર્ડ અમદાવાદ દ્વારા લખપત તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના 8758 જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે વિદ્યાર્થીઓ ને ખાદીના ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના દયાપર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેર પર્સન છાયાબેન ગઢવી સહીત ના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકાની 106 જેટલી શાળાઓના છાત્રોને વિદ્યાર્થી દીઠ બે ગણવેશ એમ કુલ્લ મળીને 17536 ગણવેશનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. રૂપિયા 1,42 કરોડ ના ખર્ચે તૈયાર થયેલા આ પોલીવસ્ત્રોનું વિદ્યાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ પ્રંસગે કચ્છની શાળાઓના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ : કૌશિક છાયા - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260...

કઠૂવા, ઉન્નાવ અને સુરત દુષ્કર્મ કાંડ મામલે કચ્છ કલેકટરને અપાયું આવેદન પત્ર..

કઠૂવા અને ઉન્નાવ અને સુરત દુષ્કર્મ કાંડ ના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને એકલનારી શક્તિ મંચ દ્વારા ભુજમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્રણેય દુષ્કર્મ કાંડ માં સંડોવાયેલા આરોપીની ઝડપથી ધરપકડ થાય અને ન્યાયિક તપાસ સાથે આરોપીઓને કડક માં કડક સજા થાય તેવી માંગ સાથે જિલ્લા કલેકટર વતી માનનીય પ્રધાનમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જઘન્ય અપરાધમાં અમુક રાજકારણીઓ અને પોલીસકર્મી ઓ પણ સંડોવાયેલા હોઈ શકે છે. ત્યારે આ કેસમાં ન્યાયિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગણી કરી હતી. અહેવાલ - કૌશિક છાયા - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજ તાલુકાના મીરઝાપર ગામની પાણીની સમસ્યા અંગે ખાસ અહેવાલ..

ભુજ તાલુકામાં સમાવિષ્ટ ગામ " મીરઝાપર "ની ગણના તો સમૃદ્ધ ગામ તરીકે થાય છે. આ ગામની ગણના કચ્છના સમૃદ્ધ ગામોમાં થાય છે.સાથેસાથે ગુજરાતના સમૃદ્ધ ગામ માં પણ તેની ગણના થાય છે. મીરઝાપર ગામની વસ્તી અંદાજીત 12,000 છે. આ ગામ મુખ્યત્વે  પટેલ ચોવીસી ના ગામ તરીકે ઓળખાય છે. ગામ માં મોટાભાગે પટેલ પરિવારો વસે છે. મીરઝાપર ગામના મોટાભાગના પરિવારો ધંધાર્થે વિદેશમાં સ્થાયી થયેલા છે. સમૃદ્ધ ગામ તરીકે ગામમાં તમામ પાયાની સુવિધાઓ જોવા મળે છે. આ ગામને "સ્વચ્છતા અભિયાન" હેઠળ એવોર્ડ પણ મળી ચુક્યો છે. પરંતુ, આ ગામ આટલું સમૃદ્ધ હોવા છતાં અહીંયા પાણીની સમસ્યા ખૂબ તીવ્ર છે અને એક જટિલ પ્રશ્ન છે. મીરઝાપર ગામની પાણીની સમસ્યા અંગે જાણવા, મા આશાપુરા ન્યૂઝ ની ટીમે ગામની મુલાકાત લીધી અને આ ગામની પાણીની સમસ્યા જાણી. તો આવો જાણીએ શુ છે આ સમૃદ્ધ ગામની સમસ્યા ???? (૧) મીરઝાપર ગામમાં દર સાત થી આઠ દિવસે લોકોને પાણી મળે છે અને આ પાણી પીવાલાયક નથી કારણ કે, ગામ માં આવતું પાણી દૂષિત અને કાયા વાળું છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (૨) આ ગામમાં બોર અને નર્મદા કેનાલ વડે પાણી પહોચાડવામાં આવે છે. પરંત...

મંગળ પર જશે વિશ્વનું સૌથી શકિતશાળી રોકેટ 'ફાલ્કન હેવી'..

રોકેટનું કુલ વજન ૬૩.૮ ટન, લંબાઇ ૨૩૦ ફુટ.. ૧ લાખ ૪૦ હજાર પાઉન્ડનું વજન અંતરિક્ષમાં મોકલી શકાય છે.. નાસા માટે અંતરિક્ષ ઉપકરણ બનાવતી વિશ્વની સૌથી મોટી પ્રાઇવેટ કંપની 'સ્પેસ એકસ' આજે વિશ્વનું સૌથી શકિતશાળી સ્પેસ રોકેટ લોન્ચ કરવા જઇ રહી છે. સૌથી 'શકિતશાળી' મનાતુ આ રોકેટનું નામ 'ફાલ્કન હેવી' છે. તેને ફલોરિડામાં આવેલા નાસા ના જ લોન્ચ પેડ પરથી સ્પેસમાં મોકલવામાં આવશે. તે પૃથ્વીની ઓર્બિટથી મંગળની ઓર્બિટ સુધી ચક્કર લગાવતું રહેશે. આ સ્પેસ રોકેટનું કુલ વજન ૬૩.૮ ટન છે જે બે સ્પેસ શટલના વજનની બરાબર છે તેમાં ૨૭ મર્લિન એન્જીન લાગ્યા છે. જે ત્રણ ફાલ્કન ૯ રોકેટની બરાબર છે. આ રોકેટ ૨૩૦ ફુટ લાંબુ છે. જેમાં અંદાજે એક લાખ ૪૦ હજાર પાઉન્ડનું વજન અંતરિક્ષમાં મોકલી શકાય છે.  ઉલ્લેખનીય છે કે, ફાલ્કન હેવી રોકેટ કોઇ વ્યકિતને નહિ પરંતુ એક સ્પોર્ટસ કારને અંતરિક્ષમાં લઇ જશે. તેની સાથે જ ટેસ્લા રોડસ્ટર વિશ્વની પ્રથમ કાર બની જશે. જે મંગળના ઓર્બિટમાં પ્રવેશ કરશે. એક અંતરિક્ષ વૈજ્ઞાનીકે જણાવ્યું કે, નાસા ફાલ્કન હેવી રોકેટનો ઉપયોગ લોકોને ચંદ્ર અને મંગળ પર મોકલવામાં કરી શકે છે. આ રોક...

ક્રૂડની કિંમત વધીને 72 ડોલર ૫હોંચી, હજૂ 80 ડોલર થશે : પેટ્રોલ-ડિઝલ વધુ મોંઘા થશે તેવી શક્યતા..

અમેરિકા અને સાથી દેશો દ્વારા સીરિયા પર કરવામાં આવેલા મિસાઇલ હુમલા બાદથી વૈશ્વિક સ્તરે તણાવ પ્રવર્તી રહ્યો છે. જેની સીધી અસર ક્રૂડ માર્કેટ પર જોવા મળી. ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 72 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગઇ છે. ઉપરાંત ગ્લોબલ ટેન્શનના કારણે ઇન્ડિયન બાસ્કેટની કિંમત વધીને 40 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઇ છે.  ત્યારે હજુ સંભાવના દર્શાવાઇ છે કે ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. સીરિયામાં ચાલી રહેલા તણાવથી પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી ચુકી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરજો ભાવ બાંધણાની પ્રક્રિયાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ સતત વધી રહ્યો છે. પરંતુ વૈશ્વિક સ્તરે ઘેરા બની રહેલા સંકટના કારણે આ કિંમત હજુ પણ ઉંચકાવવાની શક્યતા છે. સીરિયા પર હુમલા બાદ અમેરિકા અને રશિયાની વચ્ચેનો તણાવ એટલો વધી ગયો છે કે જાણકારોને ત્રીજા વિશ્વ યુદ્ધની આહટ સંભળાવવા લાગી. સીરિયામાં ચાલી રહેલા તણાવની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર જોવા મળી રહી છે. 2014 બાદ ક્રૂડ ઓઇલની કિંમત સૌથી ઉંચાઇ પર છે. રિસર્ચ ફર્મ જેપી મોર્ગનનું કહેવું છે કે અમેરિકા દ્વારા સ...