Skip to main content

Posts

નખત્રાણા તાલુકાના સે.સી.પી.ઓ વર્ગ-૨ના ને રૂ.૫૦૦/- ની લાંચ કેસમાં સજા..

        આ ફરિયાદી આંગણવાડી સંચાલિકા તરીકે આંગણવાડી કેન્‍દ્ર નં.૪, ડો.આંબેડકર કોલોની નખત્રાણામાં કામ કરતા હોઇ, તેમજ જેનો ચાર્જ હાલે આ આરોપી સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી પાસે હોઇ, આ આરોપીએ ફરિયાદીને તેમના ઘરે બોલાવી ફરિયાદીના પત્રકોના હિસાબમાં ભૂલ નહીં કાઢવા અને આંગણવાડી કેન્‍દ્રની ઓચિંતી મુલાકાત લઇ સ્‍ટોકના હિસાબમાં તફાવત નહીં કાઢવાની અવેજીમાં એક મહિનાના રૂ.૨૫૦/- લેખે બે મહિના બે મહિનાના રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી પોતાના ઘરે આપી જવા વાયદો કરેલ વગેરે મતલબની ફરિયાદ હકીકત જાહેર કરી હતી.         ફરિયાદીની ફરિયાદના આધારે પો.ઇ.શ્રી ભુજ એ.સી.બી. પો.સ્‍ટે. ભુજનાઓએ તા.૧૯/૧/૨૦૦૭ના ભૂખી સરકારી વસાહત, ચોકીદાર કવાટર્સ, નખત્રાણા ખાતે લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી શ્રીમતી ઉર્મિલાબેન છોટાલાલ ત્રિવેદી, સી.ડી.પી.ઓ નખત્રાણા વર્ગ-૨ રૂ.૫૦૦/- ની લાંચની રકમ સ્‍વીકારી પકડાઇ જતા ભુજ એ.સી.બી.પો.સ્‍ટે.ગુ.ર.નં.૦૨/ ૨૦૦૭ થી ગુનો દાખલ થયેલ હતો.      આરોપી વિરુધ્‍ધ પુરતા પુરાવા પડતા ચાર્જશીટ ભરી સેસન્‍શ કોર્ટ ભુજ મોકલતા સ્‍પે કે...

બળાત્કાર સાથે લુંટ ના કેસનો ભેદ ઉકેલતી કોઠારા પોલીસ : આરોપીને ઝડપી પાડ્યો..

કોઠારા પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તા. ૪-૩-૨૦૧૮ ના રોજ કોઠારે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લુંટ અને બળાત્કાર ના ગુન્હા સબબ પોલીસે આરોપીની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આજ રોજ એટલે કે તા. ૨૦-૩-૨૦૧૮ ના રોજ આ ગુન્હાનો આરોપી એવો વસંત શિવજી મહેશ્વરી, ઉ.વ. ૨૧, રહે. મફતનગર, ડુમરા તા. અબડાસા વાળા ને પકડી પાડેલ. પોલીસે વધુ માં જણાવ્યું હતું કે આરોપી વસંતે ધારદાર હથિયાર બતાવી ને આ કાંડ કર્યું હતું. એ રીતે આજ રોજ આ કામ ના આરોપી ને પુરાવાઓ સાથે પકડી પાડી અટક કરેલ છે. આ ગુન્હાની તપાસ નલીયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ચલાવી રહ્યા હતા.. અહેવાલ અને તસ્વીર-જગદીશ ભાનુશાલી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ગાંધીધામ કોર્ટે એક યુવતીને તેની સગ્ગી માતા અને બહેનની હત્યામાં ફટકારી મોત ની સજા..

ગત 17મી ફેબ્રુઆરી 2017નાં રોજ ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા સથવારાવાસમાં વહેલી સવારે સગી પુત્રીએ જ તલવારથી પોતાની માતા અને બહેનના ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ એક વર્ષ જેટલા સમયગાળા બાદ ગાંધીધામ કૉર્ટે આ હત્યાકાંડને ‘રેરેસ્ટ ઑફ રેર’  કેસ ગણી આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે. બનાવ ની વિગત આ મુજબ હતી કે આરોપી મંજુબેન ડુંગરીયાને આગલા દિવસની સાંજે તેની માતા રાજીબેને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. મંજુની માતા સાથે મંજુની બોલાચાલી થતા મંજુ રોષે ભરાઈ હતી. પરંતુ થોડીવાર બાદ મામલો શાંત પણ પડી ગયો હતો ને બધા સાથે ભોજન લઈને સુઈ પણ ગયા હતા. માતા અને તેની ૩ દીકરી જેમાં એક દીકરી મંજુ સાથે ઘરમાં તેમજ દીકરો બહાર સુતો હતો. મંજુ ઝઘડાનું મનદુઃખ રાખી ને વહેલી પરોઢે પાંચ વાગ્યે બધા સુતા હતા તે સમયે ઘરમાં પડેલી તલવાર ઉઠાવી માતા રાજીબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ રાજીબેને બચવા માટે બુમાબુમ કરતાં ઘર બહાર સૂઈ રહેલો પુત્ર ઘર અંદર આવતા તેણે મંજુને તલવાર સાથે આ કૃત્ય કરતા નજરે જોઈ. મંજુએ માતા સાથે તેની બહેન ને પણ તલવારના ઘા મારી ને ઘાયલ કરતા માતા અને બે બહેનોને તુરંત રામબાગ હોસ્...

સરકારી નોકરી જોઇએ છે તો પહેલા બોર્ડર પર 5 વર્ષ સેવા આપો : સંસદીય સમિતિ

બજેટ સત્ર દરમિયાન ફરી એક વાર સંસદમાં ભારતીય સેનામાં જવાનોના પ્રશ્નો અને તેમની પાસે જે આધુનિક હથિયારીની અછત છે તે મામલે ચર્ચા થઇ હતી. ગત મંગળવારે સંસદીય સ્થાયી સમિતિએ આ મામલે એક રિપોર્ટ દાખલ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે હાલના સમયમાં ભારતીય જવાનોની ભર્તી એક મોટી સમસ્યા છે. અને સમય રહેતા આ સમસ્યાનો ઉકેલ નીકાળવો જરૂરી છે. સંસદીય સ્થાયી સમિતિએ પોતાની રિપોર્ટમાં એક સૂચન કરતા કહ્યું છે કે દેશમાં જે યુવાનો સરકારી નોકરી કરવા ઇચ્છે છે તે યુવાનોને પહેલા 5 વર્ષ બોર્ડર પર સેનાની સર્વિસમાં રાખવા જોઇએ. જેનાથી આ પ્રશ્નનો ઉકેલ નીકળી શકે. કેન્દ્રીય સમિતિની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારી નોકરી પહેલા જો લોકો સેનામાં પોતાની સેવા આપશે તો તે વધુ અનુશાસિત રહેશે. સમિતિએ કહ્યું હતું કે ભારતીય રેલ્વેથી લઇને તમામ સરકારી વિભાગોની નોકરી માટે જેટલી અરજીઓ આવે છે તેમાંથી અડધી અરજીઓ પણ સેનામાં નથી આવતી. લોકોનું ધ્યાન સરકારી નોકરીમાં છે પણ દેશની સેવા કરવામાં લોકોને રસ ઓછો છે. સંસદની સ્થાઇ સમિતિએ મંગળવારે તે પણ જણાવ્યું કે આપણી સેના પાસે હાલ જે હથિયારો છે તેમાંથી 68% હથિયારો જૂના છે. પાકિસ્તાન ...

31 માર્ચ પછી પણ આધાર લીંક કરાવી શકાશે..

સુપ્રીમ કોર્ટે આધાર નંબરને બેંક અકાઉન્ટ, મોંબાઈલ નંબર અને અન્ય સરકારી યોજના સાથે જોડવા માટે 31 માર્ચની સમયમર્યાદાને વધારી દીધી છે. મંગળવારે સુપ્રિમકોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં નિર્ણય આવવા સુધી આધાર લીકીંગ જરૂરી રહેશે નહી, પણ સાથે કોર્ટે તે પણ જણાવ્યું છે કે કેટલાક કેસમાં આ આદેશ લાગુ પડશે નહીં. તો જાણો કઈ કઈ સુવિધાઓ માટે હાલમાં આ નિયમ લાગુ પડશે નહી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બેંક અકાઉન્ટ, મોબાઈલ ફોન, પાસપોર્ટ, પેંશન અને ઈનસ્યોરન્સ જેવી સેવાઓ માટે હાલ આ આધારની જરૂર નથી એટલે કે આ તમામ માટે આધાર લીંક કરાવવાથી છૂટ આપવામાં આવી છે. સરકારી સબસીડીને છોડીને બાકી તમામ સેવાઓ પર આધાર લીંકથી છૂટકારો મળી ગયો છે. આ આધાર લિકીંગ છૂટનો મતલબ એ નથી કે આ સેવાઓ માટે આધારની જરૂર નથી. કોર્ટે આધાર લિકિંગની સમય મર્યાદાને કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી વધારી દીધી છે. સરકાર તરફથી સબસીડીના લાભાર્થીઓ માટે હજી પણ આધાર જરૂરી છે એટલે કે સબસીડી યોજનાઓ માટે આધાર નંબર આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવાની દલીલોનો મંગળવારે સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી...

મધમાખી કરડવા થી ભુજ ના યુવાન નું મોત..

ધોરડો થી ભુજ આવતા બાઈક સવાર ને મધમાખી કરડતા મૃત્યુ થયાની વાત બહાર આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર હેમલ મુરજી માણેક ઉ.વ. ૩૧, રહે. રઘુવંશી ચોકડી, ભુજ વાળા સાથે આ બનાવ બન્યો છે. ઈજા પામનાર ને પ્રથમ સારવાર ભીરંડીયારા હોસ્પિટલ ખાતે અપાયા બાદ તેને વધુ સારવાર માટે ભુજ ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવેલ હતો. જેમાં સારવાર દરમ્યાન હેમલ નું મોત નીપજ્યું હતું.. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

કચ્છ ક્રાઈમ ફાઈલ , શુક્રવાર 9 માર્ચ

કચ્છ ક્રાઈમ ફાઈલ , શુક્રવાર 9 માર્ચ  આજરોજ ભુજ તાલુકાના ધોરડો નજીક એક અકસ્માત સર્જાયો હતો.જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.બે જીપની ટકકરમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.ધોરડો નજીક બે જીપની ટક્કર થતા તેમાં જહાંગીર અલાના શેખ (ઉ.વ.૨૨)નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.બનાવને પગલે  પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતના કારણો જાણવા તપાસ હાથ ધરી હતી. ભુજમાં હનીટ્રેપ ના ગુનામાં ત્રણની જામીન અરજી આજે ફગાવવામાં આવી હતી.આરોપીઓ દ્વારા  બળાત્કાર ના ગુનામાં ફસાવી દેવાની ધમકી પણ અપાઈ હતી.આરોપીઓ ત્રણ મહિલાઓની જામીન  અરજી આજે કોર્ટે નામંજૂર કરી હતી. ભુજનો કુખ્યાત બુટલેગર અંતે આજે  ઝડપાયો છે.ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી એલસીબીની ટીમે વોચ ગોઠવીને આરોપી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.પોલીસે સમી સાંજે હાસમ મામદ કેવર અને તેના સાથીદાર ને બાઈક પર જતાં અટકાવીને તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી 20 દેશી દારૂની થેલી કબ્જે કરી હતી. આસપાસના લોકોની ઉગ્ર રજુઆત બાદ પોલીસ હર...