Skip to main content

Posts

ગાંધીધામમાં ખોટું સોગંદનામું , મોથાળામાં દરગાહને નુકશાન

ગાંધીધામના ગોપાલપુરીમાં પ્લોટનું ખોટુ સોગંદનામું , અબડાસાનાં મોથળામાં દરગાહને નુકશાન  ક્ચ્છ ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાંં કંડલા પોર્ટ દ્વારા ફાળવાયેલાં 204 મીટર પ્લોટનું ખોટુ સોગંદનામું અને દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી ભુજના શાંતાબેન ઝાલાનાં પિતા કેપીટીમાં કર્મચારી હતા ત્યારે તેમને ગોપાલપુરી વિસ્તારમાં 204 મીટરનો પ્લોટ ફાળવાયો હતો. જેના પર ત્રણ આરોપીઓ જગદીશ જાતસિંગ ,જસવંતસિંગ ,આઇ. એમ.સૈની.એ ખોટુ પાવરનામું, બનાવટી સહીઓ  કરીને  પોતે માલિક બની બેઠાં હતા. 21-2-90થી 14-7-1992ના વર્ષ દરમિયાન આ ગુનો આચરાયો હતો. આ પણ વાંચો : કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામે અજાણ્યા ઈસમો દ્વારા દરગાહ ની ચાદર ને બહાર ફેંકીને સળગાવી નાખતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોથાળા ગામમાં નૂરમામદપીરની દરગાહની અંદર અજાણ્યા ઈસમોએ કુહાડી વડે નુકશાની પહોંચાડી હતી.અને દરગાહ ની ચાદરને  બહાર ફેંકી તેને સળગાવી નાખતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવન...

સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન

🖋 ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન આપી પગલાં લેવાં કરાઈ રજૂઆત. વિક્રમગીરી ગોસ્વામી જિલ્લા મથક ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવાના બાબતે અરજદાર દ્વારા આ બાબતે જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી.આવેદનપત્ર પાઠવનાર , વિક્રમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે , તેમની પત્ની ગર્ભવતી હતી.અને તેના માટે તેઓ છેલ્લા નવ માસથી ભુજના ડો.ઊર્મિલાબેન મહેતા પાસેથી સારવાર અને નિયમિત દવાઓ લેતા હતા.ત્યારે  તેઓ ગત તા.૧૯/૨/૨૦૧૮ ના રોજ તેમની પત્નીને દુખાવો ઉપડતા તેઓ ડોકટર પાસે ગયા અને ડોકટરે તેમને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી રિપોર્ટ કઢાવતા તેમના શરીરમાં માત્ર  ૨ થી ૩ % પાણી દર્શાવાયું હતું.જેને લીધે તેઓ ચિંતિત બન્યા હતા.અને ડોકટર ઊર્મિલાબેન ને રિપોર્ટ બતાવ્યો.જેમાં ડોક્ટરે જણાવ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે. Advertisement ત્યારે અરજદાર વિક્રમગીરીએ અન્ય એક લેબોરેટરી માં તપાસ કરાવતા તેના રિપોર્ટ માં 10 થી 11% પાણી શરીર માં હોવાનું બહારે આવ્યું હતું.આ રીતે ડો.ઊર્મિલાબેન અને રિપોર્ટ કરનાર સેન્...

ઘી વાળા શાહ ચમનલાલ રાતીલાલની પેઢી ઉપર ફૂડ વિભાગનાં દરોડા

શરાફ બજારમાં આવેલી શાહ ચમનલાલ રતિલાલ પેઢીની  ઘી ની દુકાન ખાતે ફૂડવિભાગે દરોડા ભુજની શરાફ બજારમાં આવેલી શાહ ચમનલાલ રતિલાલ પેઢીની  ઘી ની દુકાન ખાતે ફૂડવિભાગે દરોડા પાડીને ઘી ના સેમ્પલ મેળવ્યા હતા.આ ઘીની દુકાન વર્ષો જૂની છે.અને આ દુકાનમાં ઘી નકલી અને ભેળસેળ વાળું વેચાતું હોવાની બાતમીના આધારે ફૂડવિભાગે આજે દરોડા પાડ્યા હતા. ભુજના શરાફ બજારમાં આવેલી આ ઘીની દુકાન ખાતે તપાસ ના આધારે ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જેને લેબોરેટરી માં તપાસ અર્થે મોકલવામાં આવશે.અને જો ઘી માં ભેળસેળ કરવામાં આવી હશે.તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામની સીમમાં એક મહિના અગાઉ પવનચક્કીના 20 હજાર રૂપિયાની કિંમતના કેબલની થયેલી ચોરીના બનાવમાં દેવશી લાખા કોલી (ઉ.વ.19, રહે. રામદેવપીર વાંઢ, ભચાઉ) ની કેબલ ચોરીમાં એલસીબીએ ધરપકડ કરી છે, પૂછપરછમાં તેના બે સાગરિત વેરશી તરશી કોલી (રહે. રામદેવપીર વાંઢ, ભચાઉ) અને સુખદેવ ઊર્ફે સુખો કોલી (રહે. ખોડાસર, ભચાઉ)ના નામ પણ ખુલ્યાં છે. ત્રણેય જણાંએ સાથે મળીને ચાંદ્રોડીની સીમની પવનચક્કીનો કેબલ ચોર્યો હતો. એલસીબીએ આરોપીને લાકડીય...

ફિલ્મી ઢબે પીછો કરી રાપર પોલીસે દારૂ પકડ્યો

રાપર પોલીસે બુટલેગર ની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો , આરોપી ફરાર પણ સાડા છ લાખનો મુદામાલ કબ્જે રાપર માં પી આઈ વી.પી.જાડેજા ને મળેલ બાતમી ના આધારે રાપર તાલુકા ના નંદાસર ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બ્લેક કલર ની નવી શિફ્ટ g.j.12.da 9368 નંબર ની નવી ગાડી નીકળતા તેને ઉભી રાખતા આરોપી એ ભગાવી મૂકી હતી ત્યારે બાદ ફિલ્મી ઢબે તેનો પીછો 6 કિલો મીટર કરી  જે ગાડી રાપર ના સમવાસ માં એક ગલી માં ફસાઈ ગઈ હતી જેમાં આરોપી નિર્મલસિંહ.ઉર્ફે.નિરુભા રઘુભા.નાસી ગયો હતો જે ગાડી ની તલાસી લેતા તેમાંથી .1440.ક્વાર્ટર અને 1 પેટી બિયર ના 24 નંગ મળી 1.44000 હજાર ના કવાંટરિયા અને 2400 ની બિયર ની એક પેટી અને 5.લાખ ની નવી શિફ્ટ ગાડી સહિત નો કુલ 6.46400 નો મુદામાલ ઝડપી પાડ્યો હતી.સમગ્ર દારોડા માં રાપર પીઆઇ વી.પી.જાડેજા રાપર psi. પી.એસ.નાંદોલિયા.રમેશભાઈ.દેસાઈ .તાલિબાભાઈ.મલાવત.ખીમજીભાઈ.આહીર.વિસનુદાન.ગઢવી.દિનેશ.ગોહિલ. વગેરે કામગીરી માં જોડાયા હતા

રાજસ્થાનનો દારૂ પાટણમાં પકડાયો : આર.આર.સેલ ક.બો.રેન્જ

આર.આર.સેલ કચ્છ બોર્ડર રેન્જે પાટણથી દારૂ પકડ્યો ( કચ્છ બોર્ડર રેન્જ આર.આર સેલ ની ટીમ , પકડાયેલ આરોપી અને દારૂ સાથે ) કચ્છ બોર્ડર રેન્જ ની આર.આર.સેલે પાટણથી ચાણસ્મા રોડ પદ્મનાથ ચોકડી પાસે ટાટા સુમો જીજે ૧૬ વાય ૯૫૨૩ માં દારૂ લઈ જતા સલીમખાન ભુરેખાન મલિક રહે. વડાવલી મસ્જીદ પાસે તાલુકો ચાણસ્મા ને પકડી પાડ્યો છે , સલીમખાન ને દારૂ આપનાર રણજિત રહે. બદગામ રાજસ્થાન અને આજી ઉર્ફે બકરી રહે. ચંદરોડા તાલુકો બેચરાજી તથા રમેશ હમીરજી ઠાકોર રહે.વડાવલી તાલુકો ચાણસ્મા વિરુદ્ધ પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. દારૂ પેટી 22 અને કુલ્લ 506 નંગ બોટલ કિંમત 123500, મોબાઈલ 1500 , ગાડી 200000, 3550 રોકડ , એમ કુલ્લ 328550 નો મુદામાલ કબ્જે કરાયો છે. આ કાર્યવાહીમાં કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ , રબારી  સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો   આ પણ વાંચો :  Breaking ભચાઉ ભાડાના પૂર્વ ચેરમેનના ધર્મપત્નીનું અકસ્માતમાં અવસાન સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના રેલ્વે ટ્રેક પર ભાડાનાં પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોરના ધર્મપત્ની ટ્રેનની હડફેટે આવ...

ભુજ અમન નગર ચાર રસ્તા પાસે ચાર જુગારીઓ પકડાયા

ભુજ શહેરની ભાગોળે આવેલા અમન નગર ચાર રસ્તા પાસે જાહેરમાં  જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જાહેરમાં ધાણીપાસાનો હાર જીતનો જુગાર રમતા (૧) અસલમ અબ્દુલ લાખા (૨) સતાર અબ્દુલ રજાક મેમણ (૩) ઈરફાન રજાક સમેજા (૪) વહાબ જુસબ મેમણ નામના આરોપીઓને પોલીસે રોકડ ૧૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમવાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિંદુની માતા માટે મુસ્લિમે કર્યા ઉપવાસ

🖋 મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી હિન્દૂ સમાજ દ્વારા ગૌ માતાની રક્ષા કાજે અવારનવાર આંદોલનો , ઉપવાસ , રેલી નું આયોજન કરીને ગૌ માતા વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે.પરંતુ જિલ્લા મથક ભુજમાં એક અલગ જ ઘટના બનવા પામી છે.એક મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી હતી.નખત્રાણા તાલુકાના લુડબાય ગામના વતની અને માલધારી એવા શ્રી જબ્બાર એચ.જત દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે 48 કલાકના પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા.જબ્બાર ભાઈ નો પ્રતિક ઉપવાસ કરવાનો હેતુ જગતમાં જે ગાયો દુઃખી છે તેની માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને તેની માટે તેમણે તંત્ર સમક્ષ અમુક માંગણીઓ પણ રજૂ કરી છે. (૧) ક્ચ્છ ના દરેક તાલુકામાં ગૌ અભયારણ્ય બને  (૨) દરેક ખેડૂત બે બળદ પાળે.  ‎(૩)બળદની ખરીદીમાં સરકાર સબસીડી આપે  ‎(૪)ગૌ -શાળાઓનો ૫૦% ખર્ચ સરકાર ઉપાડે.  ‎(૫) ગૌમૂત્ર અને છાણીયા ખાતરની સરકાર ખરીદી કરે.  ‎(૬)રખડતી ગાયો માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરે ...