Skip to main content

Posts

કાગ કથા : ભુજ ટાઉનહોલમાં 15 , 16 ફેબ્રુઆરીનાં આયોજન

કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે. ( ભુજમાં વિરામ હોટેલ ખાતે આયોજિત કાગ કથા અંગેની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી ત્યારની તસ્વીર ) ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી દ્વારા કચ્છની સાંસ્કૃતિક નગરી ભુજ ખાતે કવિ કાગના સાહિત્ય પર આધારિત "કાગ- કથા"નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના ગૌરવ સમાન યુગ પ્રવર્તક કવિ અને ચિંતક પદ્મશી દુલાભાયા 'કાગ' પૂ.ભગતબાપુની કવિતા અને ચિંતન વર્તમાન યુગમાં સમાજ જીવન માટે અમૃત સમાન છે. (કવિ દુલા કાગ) આ કાગ કથા ના વક્તા શ્રી જયેશદાન ગઢવી છે.કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે.આ કાગ કથા માં કચ્છી સાહિત્યકારો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવશે.સાથે સાથે સાહિત્યકારો ના મુખેથી કવિ કાગની લોક સંસ્કૃતિની વાતો કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સંસ્કૃતિની સૌરભ અને માનવ મૂલ્યો સાથે મનોરંજન નો અદભૂત સંગમ કરાવતા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના મુખેથી લોકડાયરો સાંભળવાનો લ્હાવો સાહિત્ય રસિકોને મળશે. ( Advertisement ) આ કાગ કથામાં સંતોના આર્શી વચન મેળવવામાં આવશે.કાગ - કથાનું ઉદ્દઘાટન  રાજ...

પિસ્તોલ , બે કાર્તિસ સાથે એક ભંગારીયા ને ઝડપી પાડતી એસઓજી

પશ્ચિમ કચ્છ એસઓજીએ પિસ્તોલ , બે કાર્તિસ સાથે એક ભંગારીયા ને ઝડપી પાડ્યો. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપએ ભુજની ભાગોળે આવેલ ગ્રાન્ડ થ્રીડી હોટેલ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં પિસ્તોલ વીંટાળીને ઉભેલાં શંકાસ્પદ ભુજના એક યુવકની પૂછપરછ કરતાં એની પાસેથી એક પિસ્તોલ , બે જીવતા કાર્તિસ  ઝડપી પાડયા છે. ઝડપાયેલો વ્યક્તિ ભંગારનો ધંધો કરે છે ,  32 વર્ષિય આ આરોપીનું નામ નાગાજણ પનુભાઈ સોલંકી (દેવીપૂજક) છે , તે ભુજના દિનદયાલનગર, ગણેશ કાંટાની સામે રહે છે. તેની પાસેથી પોલીસે 6 એમએમ મેગેઝીનવાળી હાથ બનાવટની પિસ્તોલ અને બે નંગ જીવંત કાર્ટ્રીઝ જપ્ત કર્યાં છે. આરોપી કોઈકને પિસ્તોલની ડિલિવરી આપવા ઉભો હોવાની બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે ભંગાર વેચવાનું  કામ કરે છે. આ પિસ્તોલ તેને ભંગારમાંથી મળી હતી. જો કે, તેનો આ ખુલાસો માની શકાય તેમ નથી .  આરોપી અગાઉ એકવાર  પીધેલી હાલતમાં ઝડપાયો હતો. પોલીસે પિસ્તોલની કિંમત અઢી હજાર અને કાર્ટ્રીઝની કિંમત એકસો રૂપિયા આંકી આરોપી અને મુદ્દામાલ ભુજ બી ડિવિઝન પોલીસને સુપ્રત કરી ...

કાજલ ઓઝા વૈદ્ય આજે ભુજમાં : Live on Maa News

✒આજે કાજલ ઓઝા વૈદ્ય Live On Maa News , સવારે 10: 30 *સ્પંદન* ધી વેલ્યુ આયોજીત *વાયબલ ફાઉન્ડેશન*ના સહયોગ થી *કાજલ ઓઝા વૈધ* દ્વારા *મોટીવેશનલ સ્પીચ* (બાળકોનો ઉછેર, સ્ત્રી શિક્ષણનું મહત્વ, પરીક્ષા અને કારકિર્દી) ના *ભુજ* ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ *મા આશાપુરા ન્યુઝ* દ્વારા *આજે* એટલે કે *તા. ૧૦-૦૨-૧૮* શનિવાર સવારે *૧૦:૩૦* કલાકેથી કરવામાં આવશે. TV નાં માધ્યમથી સમગ્ર કચ્છમાં અને સોશ્યલ મીડિયા માં આ કાર્યક્રમ *YouTube* માં લાઈવ જોવા સર્ચ કરો *maa news live* તેમજ નીચે આપેલી લીંક પર ક્લિક કરી ને પણ આપ આ કાર્યક્રમનું *જીવંત પ્રસારણ* જોઈ શકો છો.. Video : કચ્છની પ્રથમ 24 x 7 ચેનલ  અને બહોળો ફેલાવો ધરાવતી ચેનલ " મા આશાપુરા ન્યુઝ " https://youtu.be/waijxaD_bo4 વધુ માહિતી માટે સંપર્ક કરો *૯૭૨૫૨ ૦૬૧૨૩* 9428748643 વોટ્સએપ .

ભુજ આર.આર.સેલે ભંગારીયા ને પકડ્યા

ભુજ આર.આર. સેલ બોર્ડર રેન્જના એ.એસ.આઈ અધિકારી એ આજે ગાંધીધામ માંથી ગેરકાયદેસર લોંખડ ના ભંગારનો કુલ 2090 કિલો નો જથ્થો જપ્ત કર્યો હતો. ભુજ આર.આર.સેલ બોર્ડર રેન્જના અધિકારી આજે ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.ત્યારે તેમને બાતમી મળી કે ગુ.હા.બોર્ડ ઝુંપડા ના ભંગાર વાડામાં કોઈ ચોરી કે છળકપટનો આધાર પુરાવા વગરનો લોંખડ તથા બીડનો ભંગાર ઉતારી રહેલ છે. પોલીસે ભંગાર વાડા નાં માલિક પેરાજ ભાનુશાલી , ફકીર મામદ કોરેજા , ભાઈચંદ દેવીપુજક રહેવાસી ગાંધીધામ અને કંડલા ઝૂંપડપટ્ટી વાળાની ધરપકડ કરી છે. આ બાતમીને ધ્યાને લઈને પોલીસે પગપાળા ત્યાં જઈને તપાસ કરતા હકીકત સાચી પડી હતી.ત્રણ ઈસમો છોટા હાથી અને છકડા માંથી લોખડના ભંગારનો જથ્થો ભંગાર વાડામાં ભરી રહ્યા હતા.ત્યારે પોલીસે ઉલટ પૂછપરછ કરતા ઈસમો આ માલનો પુરાવો ન આપી શક્યા.જેથી પોલીસે આ માલને આધાર પુરાવા વગરનો ગણીને 2090 કિલો લોખંડ નો જથ્થો , છોટા હાથી અને છકડા વાહન સહિતનો  મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બધો મુદ્દામાલ પોલીસે સી.આર.પી.સી કલમ 102 હેઠળ તપાસ અર્થે કબ્જે કર્યો હતો. પોલીસે Gj12 AZ 6885 , Gj12 A...

બચ્ચનને લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયા : હવે તબિયત સારી

✒ બોલીવુડના પીઢ અભિનેતા અમિતાભ ને હોસ્પિટલમાં ખસેડાયા. અભિનેતા અમિતાભ બચ્ચનને સાંજે આજે નિયમિત તપાસ માટે મુંબઇની લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય અભિનેતા ગરદન અને સ્પાઇન પીડા અંગે ફરિયાદ કરી રહ્યા હતા, તે નિયમિત ચેક અપ માટે લિલાવતીમાં અને બહાર સારવાર લઈ રહ્યા છે. હાલ એમની તબિયત સુધારા ઉપર છે. Video :કચ્છની પ્રથમ 24 કલાક ની ચેનલ " મા આશાપુરા ન્યુઝ " https://youtu.be/waijxaD_bo4

નહેરુ કરતાં પટેલ વધુ સારા વડાપ્રધાન હોત : મોદી

✒ તંત્રીલેખ : જવાહરલાલ  નહેરુ કરતાં સરદાર પટેલ વધુ સારા વડાપ્રધાન હોત : મોદી  (મા ન્યુઝ : શુક્રવાર , 9 ફેબ્રુઆરી )- મિત્રો તંત્રી લેખમાં આપણનું સ્વાગત છે , ૨૦૧૮ નો ફેબ્રુઆરી મહિનો હાથમાંથી સરકી રહ્યો છે , ધીમે ધીમે ૨૦૧૮ વર્ષ પણ સરકી જશે. અને આવશે ૨૦૧૯ , મિત્રો ૨૦૧૯ ભારતમાં રાજકીય ઉથલપાથલ નું વર્ષ રહેશે , કારણ લોકસભાની ચૂંટણી , અને આ ચૂંટણી મોદી અને બીજેપી ની સાખ એટલે ઈજ્જત બચાવવા માટે મતદારોને કોઈપણ સંજોગોમાં રાજી રાખવા કંઈ પણ કરશે ભાજપ. ( video : કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી 24 x 7 મા આશાપુરા ન્યુઝ) રાજીવ ગાંધી બાદ કોઈ વડાપ્રધાને બહુમતી થઈ પીએમ ની ગાદી મેળવી હોય તો એમાં મોદી નું નામ આવે . લોકો પરિવર્તન ઇચ્છતા હતા , કોંગ્રેસ થી લોકો કંટાળ્યા હતા , કારણ અઝાદીથી લઈને ૨૦૧૪ સુધી અપવાદ બાદ કરતાં કેન્દ્રની ખુરશી ઉપર બેઠેલા યુપીએ નાં વડાપ્રધાન થી લોકો કંટાળ્યા હતા, અને આવ્યું પરિવર્તન. ( video : કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી 24 x 7 મા આશાપુરા ન્યુઝ) https://youtu.be/waijxaD_bo4 ૨૦૧૪ માં એનડીએ ની સરકાર અને બીજેપીને ખુદને ભરોસો નહતો એટલી બેઠક આવશે. પણ કહેવા...

આજનું રાશિ ભવિષ્ય : શુક્રવાર , 9 ફેબ્રુઆરી .

🖋 દૈનિક રાશિ ભવિષ્ય. શુક્રવાર , 9 ફેબ્રુઆરી 2018. નમસ્કાર , આજે ફરી આપનું સ્વાગત છે , આજે ફરી વધુ એકવાર આપણે મળ્યા , આજે એક વધુ સવાર આપણે જોઈ , પણ તમે કે હું ,કે પછી કોઈપણ , આપણાં માંથી કોઈએ પણ પ્રભુનો આભાર વ્યક્ત કર્યો ? જવાબ મને નહીં , તમને ખુદને તમે આપી દેજો. ચાલો હવે જોઈએ આજનું આપનું ભવિષ્ય , આપણી રાશિમાં દરરોજ એક સંકેત હોય છે , જો આપ એ સંકેતને પકડી લેશો અને શું ના કરવું અને શું કરવું એનું આપને જ્યારથી ભાન થઈ જશે પછી કોઈ આફત આપને નડશે નહીં , પણ એ આફત જ તક બની જશે. જોઈએ આજનું રાશિ ભવિષ્ય. મેષ રાશી ભવિષ્ય (Friday, February 09, 2018) અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. ઘરમાં કેટલાક ફેરફાર પ્રિયપાત્ર સાથે સમસ્યા તરફ દોરી જઈ શકે છે. પૂરી સમજ અને જાણકારી બાદ જ કોઈને મિત્ર બનાવો. આજે તમે કામના સ્થળે ખૂબ જ ગુસ્સે થઈ શકો છો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પ...