Skip to main content

Posts

કચ્છીઓની લાલ આંખ : ટ્રેન પાસ વાળાને પાઠ ભણાવ્યો

🖋  આખરે કચ્છીમાડુની ધીરજે આપ્યો જવાબ : પાસ હોલ્ડરનાં ત્રાસ સામે આખી ટ્રેન ખાલી કરી વિરોધ કર્યો. (કચ્છી માડું નો રોષ, ટ્રેનથી નીચે ઉતરી કર્યો વિરોધ ) ભુજથી બાંદરા જતી કચ્છ એક્સપ્રેસમાં આજે સવારે આઠ વાગ્યાના અરસામાં પાસ હોલ્ડરો અને પેસેન્જરો વચ્ચે ડખો થતાં ટ્રેન દોઢથી બે કલાક મોડી પડી હતી. છેલ્લાં ઘણાં સમયથી કચ્છ એક્સપ્રેસ નાં પ્રવાસીઓની રાડ હતી કે ટ્રેનમાં પાસ ધારકો દાદાગીરી કરી સવાર પ્રવાસીઓને ઉઠાડી પોતે બેસી જાય છે , વડીલો સાથે ગેરવર્તન કરવું એ રોજીની બીના બની ગઈ હતી ,  ( પ્રવાસીઓમાં કેવો છે આક્રોશ , જુઓ વિડિઓ ) પણ આજે તો પાસ હોલ્ડરોએ તો હદ કરી નાંખી, ટ્રેનમાં સવાર છોકરીને સાથે ગેરવર્તન કર્યું , પણ આજે કચ્છી માડુ સહન કરવાના મૂડ માં નહોતા , આજે કચ્છીઓનો પારો ઉપર ચડી ગયો અને તમામ પ્રવાસીઓ ટ્રેન નીચે ઉતરી ગયા. ( રેલવે તંત્ર દ્વારા બાહેંધરી આપવામાં આવી કે પાસ ધારકો ને લઈને રેલવે તંત્ર યોગ્ય નિર્ણય લેશે ) ભુજ થી મુંબઇ અને મુંબઇ થી ભુજ આવતી ટ્રેન કચ્છ અને મુંબઇ વચ્ચે જીવાદોરી અને ધોરી નસ સમાન છે , સામે રેલવેને પણ આ ટ્રેન વ્યવહાર ને લઈને તગડો ધંધો પણ મળી ...

રાશિ ભવિષ્ય , રસનું ભવિષ્ય : સ્વામી આનંદ ચેતસ

🖋  દૈનિક રાશી ભવિષ્ય Monday, January ૨૯,   ૨૦૧૮. આજે 12 રાશિનું ભવિષ્ય જોઈએ "સ્વામી આનંદ ચેતસ" પાસેથી , એક વાત નક્કી છે કે વ્યક્તિ ને જે જોવું છે એ જ જુએ છે , કરવું છે એ જ કરે છે , એટલે રાશિ ભવિષ્ય કાંઈ બહુ પ્રભાવ નથી કરી શકતા , પણ એક વાત સ્પષ્ટ છે કે એમાં સૂચવેલ સલાહ થી ઘણીવાર મોટી હાની થી બચી શકાય છે,  તો જોઈએ આપનું ભવિષ્ય અને કાઢીએ રસ્તો અડચણોનો , અને ચડીયે સફળતાનાં પગથિયાં. મેષ રાશી ભવિષ્ય (Monday, January 29, 2018) ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઊભાં ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટ...

ભચાઉ વોંધ પાસે અકસ્માત : 4 મોત ,1નો ચમત્કારીક બચાવ

 🖋 ભચાઉના વોંધ નજીક કન્ટેઈનર ટ્રેલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં 4 લોકોના મોત. ( ભોગ બનનનાર પરિવારની કાર )   નિવૃત્ત ઈજનેર પુરુષોત્તમ ભાલારા નાં પરિવાર ને નડ્યો ગોઝારો અકસ્માત , પત્ની, પુત્ર અને પુત્ર વધુ સહિત 4 નાં મોત , પૌત્રીનો ચમત્કારીક બચાવ. ( અકસ્માતની ગંભીરતા દેખાડતી તસ્વીર )

મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવના પોસ્ટરને અસામાજિક તત્વો એ આગ ચાંપી દેતા સમાજમાં રોષ..

મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવના પોસ્ટરને અસામાજિક તત્વો એ આગ ચાંપી દેતા સમાજમાં રોષ.. સમાજના ભાઈઓએ ભુજપુર-મુન્દ્રા હાઈવે કર્યો બંધ કરી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો.. અસામાજિક તત્વોનો ત્રાસ આજકાલ સમગ્ર કચ્છમાં વર્તાઈ રહ્યો છે ત્યારે આજે ફરી એક કિસ્સો સપાટી પર આવ્યો છે. મળતી માહિતી અનુસાર મહેશ્વરી સમાજના આરાધ્ય ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકર ના બેનર ને પોસ્ટર કોઈ અસામાજિક તત્વોએ બાળી દેતા સમગ્ર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. નરેશભાઈના જણાવ્યા અનુસાર ભુજપુર બસ સ્ટેન્ડ પાસે ધણી માતંગ દેવ તેમજ બાબા સાહેબ આંબેડકરનું બેનર લગાવવામાં આવેલુ હતું. જેને ગત રાત્રે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો એ બાળી નાખતા સમગ્ર સમાજના ભાઈઓ, સમગ્ર નાની મોટી ભુજપુર સમાજ તેમજ પંચાયત દ્વારા રેલી કાઢી ને વિરોધ દર્શાવામાં આવેલ છે. હાલ ભુજપુર-મુન્દ્રા હાઈવે જામ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news...

ભુજ શહેરમાં અનૈતિક સંબંધ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે..

ભુજ શહેરમાં અનૈતિક સંબંધ નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. ઘોર કલયુગ : સગી માતાએ જ દીકરીને પોતાના આશિક સાથે ના અનૈતિક સંબધોની કલીપ ઉતારવા કરી મજબુર.. અવારનવાર પોલીસ ચોપડે અનૈતિક સંબધોના કિસ્સાઓ નોંધાતા જ હોય છે અને આવા કિસ્સામાં લગભગ બન્ને પરીવારો પીસાતા હોય છે એટલે કે ભોગ બનતા હોય છે. આવા કિસ્સામાં ક્યારેક પીડિતનો પરિવાર કોઈ ડર થી કે ક્યારેક કોઈ શરમ થી પોલીસ નો સાથ લેવામાં ખચકાટ અનુભવતા હોય છે. આજે અમારા ધ્યાને આવો જ એક કિસ્સો આવ્યો છે જેમાં રાવલવાડી ખાતે રહેતી એક પરિણીતાનો ભુજ ના જ ભાનુશાલી નગર ખાતે રહેતા એક શખ્સ સાથે લગભગ છેલ્લા ૩ વર્ષથી અનૈતિક સંબંધો હતા. પરિણીતાના સાસરા પક્ષને પણ આ બાબતની સંપૂર્ણ માહિતી થોડા સમયના અંતરાલમાં મળી ગઈ હતી પરંતુ પરિણીતા સાથે અનૈતિક સંબંધ ધરાવતો આ શખ્સ પરિણીતાના સાસરિયાને અવારનવાર ધમકી આપતો કે જો અમારા સંબંધની જાણ બીજા કોઈને થઇ કે પોલીસમાં જાણ કરી તો જાનથી મારી નાખીસ, અને એકવાર સગી માતાએ જ પોતાની ૯ વર્ષની દીકરીને પોતાના પ્રેમી સાથેના પ્રેમ સંબધોની પળોને ફોનમાં ઉતારવાનું કહ્યું ત્યારે ખરેખર ઘોર કલયુગ આવી ગયો છે તેમ ચોક્કસપણે કહી શકાય અને આ સ...

ભચાઉ હત્યા ઉપરથી મોબાઈલ ફોને ઊંચક્યો પડદો

🖋 છાડવારા સીમમાં બળી ગયેલ રિક્ષા અને હાડપિંજર પ્રકરણમાં દારૂ જવાબદાર. ભચાઉ તાલુકાનાં છાડવારા ગામની સીમમાં બળી ગયેલ હાલતમાં ઓટો રીક્ષા સાથે માનવ હાડપિંજર મળી આવેલ જે મરણ જનાર જયદીપગીરી ઉર્ફે દિપક મહેન્દ્રગીરી ગુંસાઈ વાળાની હોઈ જેનો મોબાઈલ ફોન શંકર વશરામ કોલી રહે. ભચાઉ વાળા પાસે હોવાની બાતમી મળતાં (Advertisement)  પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસ નો કાફલો ભચાઉ માં મેઈન બજાર શાળા ન 1 ની બાજુમાં ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ મકાનમાંથી શંકર વશરામ કોલી ની ઝડતી લેતાં તેની પાસેથી જયદીપ ઉર્ફે દિપક નો મોબાઈલ મળી આવતા પોલીસે ઉલટ તપાસ કરતાં શંકર કોલીએ ગુન્હો કબૂલી લીધો હતો . શંકર કોલીએ કબુલ્યું હતું કે તેનો ભાઈ નિલેશ અને  જયદીપ ઉર્ફે દિપક દારૂના રવાડે ચડી ગયા હતા , એટલે પોતાનાં ભાઈ ને દારૂ ના રવાડે ચડાવનાર જયદીપગીરી ગુંસાઈ ને સબક શીખવાડવા રાતે વાડીમાં લઈ જઈ ત્યાં તેનું ખૂન કાર્યનું કબૂલી લેતાં , કચ્છમાં ચકચાર જગાવનાર હત્યા ઉપરથી પડદો ઊંચકાયો હતો. તસ્વીર અને અહેવાલ : વિનોદ સાધુ , ભચાઉ . - - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06...

કરવાની ચ્હા ખપે , ચા વાળાએ ૨૦ હજારનું દાન કર્યું

🖋 ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને ભુજનાં ચા વાળાએ ૨૦ હજારનું આપ્યું દાન. (છગનભાઈ અને પરિવાર પાસેથી અનુદાન સ્વીકારતાં લાયન અભયભાઈ શાહ) (મા ન્યુઝ , 27 જાન્યુઆરી, 9:35 ) - એક કહેવત છે મન હોય તો માળવે જવાય , બીજી કહેવત છે નસીબમાં હોય તો જ દાન કરી શકાય . અત્યારે આ બંને કહેવત ભુજના એક દિલેર અને ઉદાર ચા વાળા ડુડિયા ભાઈને લાગુ પડે છે. લોકોએ કાલે ૨૬ મી જાન્યુઆરી ને અલગ અલગ રીતે ઉજવી હશે , કોઈકે દવજ ફરકાવીને , કોઈકે દવજને સલામી આપીને , કોઈકે બાળકોને મીઠાઈ આપીને , કોઈકે પોતાનાં ગામ અને શહેરમાં સફાઈ કરીને, કોઈકે કોઈકનાં આંસુ લૂછીને , અને કોઈકે પોતાની આવકનો અમુક હિસ્સો કાઢી એવા લોકોને મદદ કરી હશે કે જેમને તેઓ ઓળખતા પણ નહીં હોય.  ( Advertisement ) હા, આવુંજ જ દાન ભુજના  ચાની કેબીન ચલાવતા  શ્રી છગનભાઇ ડુડીયાએ ભુજની એલ.એમ.એન.લાયન્સ હોસ્પિટલને આપ્યું, ભુજની લાયન્સ હોસ્પિટલ દાતા અને દર્દી વચ્ચે એક મહત્વનાં સેતુ (રામ સેતુ) તરીકે કામ કરી રહી છે. છગનભાઈએ રૂા.૨૦,૦૦૦નુ  અનુદાન આપ્યુ , પણ એ અનુદાન ક્યા દર્દીને ઉપયોગી થશે એ છગનભાઈને નથી ખબર , આમ એક અર્થમાં નરસિંહ મહેતાન...