Skip to main content

Posts

3 લાખનો દારૂ પકડતી એલ.સી.બી.: 1 પકડાયો , 3 નાસ્યા

🖋 એલ.એ.બી એ ત્રણ લાખનો દારૂ , એક આરોપી ઝડપી લીધો : ત્રણ આરોપી નાસી છૂટયા. ( આરોપી : દેવરાજ ગઢવી )  એલસીબીએ દેવપર યક્ષ ગામ નજીક વિથોણ જતાં રોડ પર જીજે 12 એયુ 2322 નંબરની કારને અટકાવી તેમાંથી 432 બોટલ ઈંગ્લિશ દારૂ અને 768 બિયર ટીન મળી કુલ 2.83 લાખ રૂપિયાનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે દેવરાજ ગોપાલ ગઢવી રહે. ભક્તિનગર, કલવાણ ચોક, માંડવીની ધરપકડ કરી છે. દરોડા સમયે સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે. બિદડા, દુજુભા સાંગાજી જાડેજા ચાવડકા, નખત્રાણા અને જીવુભા જાડેજા ચાવડકા, નખત્રાણા નામના અન્ય આરોપી નાસી છૂટ્યાં હતા. ( દારૂની ડિલિવરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન ) દેવરાજે પોલીસને જણાવ્યું છે કે, તેણે સહદેવસિંહ જાડેજા પાસેથી માલ વેચાતો લઈ તેમજ સહદેવસિંહના કહેવાથી અજાણ્યા માણસે તેની ગાડીમાં માલ ભરી આપ્યો હતો. આ માલ તે દુજુભા અને જીવુભાને ડિલિવરી કરવા જતો હતો. પોલીસે  1 લાખનું વાહન, 3 મોબાઈલ ફોન અને એક હજાર રૂપિયાની રોકડ રકમ મળી કુલ 5.85.585 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. Advertisement -  *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, ...

35 વર્ષથી કચ્છમાં દલિતને અન્યાય : મેવાણીનાં પ્રહાર

🖋 કચ્છમાં છેલ્લા 35 વર્ષથી દલિતોને અન્યાય થઈ રહ્યો છે ,જો કચ્છનું વહીવટી તંત્ર ઉકેલ નહીં લાવે તો હાઈવે ચકાજામ ,

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

તલવાર સાથે ક્ષત્રિયાણી પણ મેદાનમાં : જોહરની ચીમકી

🖋 2000 ક્ષત્રિયાણીઓ અત્યાર સુધી જોહર માટે નામ નોંધણી કરાવી દેતાં સરકાર ચિંતિત . રાજસ્થાનમાં તો આ વિરોધ હવે વંટોળનું સ્વરૂપ લેતો દેખાઈ રહ્યો છે. હાથમાં તલવાર લઈ રાણી પદ્માવતીનાં જોહર સ્થાને જ 2000 ક્ષત્રિયાણીઓ એ જોહરની આપી ચીમકી . (મા ન્યુઝ , 22.જાન્યુઆરી ,10:16 ) રાણી પદ્માવતી નાં જીવન ઉપર બનેલ ફિલ્મ પદ્માવત નો વિરોધ હવે જેમ જેમ ફિલ્મ રિલીઝ થવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વધુ પ્રબળ અને સરકારને વિચારમાં મૂકી દે તેવો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન માં તો હવે રાજપૂતો સાથે રાજપૂતાણી પણ મેદાનમાં આવી ગયા છે , એટલુંજ નહીં હાથમાં તલવાર લઈને ચિતોડગઢમાં રેલી કાઢી હતી અને 24 જાન્યુઆરી નાં ચિતોડગઢમાં એ જ જગ્યાએ જ્યાં રાણી પદ્માવતીએ 16 હજાર રાણી અને દાસી સાથે જોહર કર્યું હતું ત્યાંજ જોહર કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. કરણી સેનાનું કહેવું છે કે અત્યાર સુધી 2000 ક્ષત્રિયાણીનું રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે. બીજી તરફ હવે ફિલ્મનો તીવ્ર વિરોધ જોયા બાદ રાજસ્થાન સરકાર સુપ્રીમ માં જવાની તૈયારી કરી લીધી છે.અને આજે એટલે સોમવારે એક અરજી પણ સુપ્રીમમાં કરશે. એની માટે 3 આઈ.એ.એસ. અધિકારી સા...

કચ્છ કલેકટર રેમ્યા મોહનનો "અંબર " આજ આસમાને

કચ્છ કલેક્ટર નાં અંબર પ્રોજેક્ટ ને કલામ એવોર્ડ થી સન્માનિત કરાયો. (મા ન્યુઝ , 21 જાન્યુઆરી, 21:20 ) કચ્છના કલેક્ટર રેમ્યા મોહન જયારે 2016માં વલસાડ  કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં તે  દરમિયાન એમની ટીમે અમલી બનાવેલાં ‘અંબર’ પ્રોજેક્ટ બદલ ‘કલામ ઈનોવેશન ઈન ગવર્નન્સ એવૉર્ડ’ આજે એનાયત કરાયો હતો. તત્કાલીન વલસાડ અને કચ્છ કલેક્ટર   રેમ્યા મોહને ઑટોમેટિક મોબાઈલ બેઝડ રીપોર્ટીંગ સિસ્ટમ એટલેકે "અંબર" નામનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. આ અંબર પ્રોજેક્ટ ને કારણે મહેસુલ સંબંધી  અરજદારોને સરકારી કચેરીનાં ધક્કા થી છુટકારો થયો હતો અને  મહેસુલના  કેસોની અંતિમ વિગત  ઘેરબેઠાં મોબાઈલ એસએમએસ દ્વારા જાણવા મળી શકે છે .  આ અંબર પ્રોજેક્ટને  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝડપી, પારદર્શી અને કાર્યક્ષમ ગણાવી 27 ઓક્ટોબર 2016ના દિવસે લોકો માટે ખુલ્લો મુક્યો હતો .  ભારતનાં વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની યાદમાં ચાલતાં કલામ સેન્ટર દ્વારા 2016થી વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષ  કલામ સેન્ટર...

પોલીસ ઉપર હુમલો કરનાર કાસમને ગોતવા પોલીસ રવાનાં

🖋કાસમ મામદ નોતિયાર ને પકડવા આખો પોલીસ કાફલો રસ્તામાં બી-ડિવીઝન પોલીસના ત્રણ કર્મીઓ પર છરી વડે હુમલો કરનાર આરોપીને પકડવા પીલીસને પસીનો આવી ગયો.  ભુજ શહેરના દિનદયાલ નગર ખાતે ફરતો અને ખૂન ના કેસનો આરોપી એવો કાસમ મામદ નોતિયારને બી ડીવીઝન પોલીસના ત્રણ કર્મીઓ ને પકડવા ગયા હતા ત્યારે આરોપી  કાસમ મામદ નોતિયાર ને આ વાત ની જાણ થઇ જતા તે સતર્ક બની ગયો હતો અને તેને પકડવા આવેલ એ.એસ.આઈ.જયદિપસિંહ , કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને ડ્રાઈવર સુરેશભાઈ ઉપર ગંભીર હુમલો કરીને કાસમ નોતિયાર નાશી છૂટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ મામદ નોતિયાર ભૂતકાળમાં તેના જ બનેવી ના ખૂન કેસમાં સજા કાપી રહ્યો છે અને હાલ પેરોલ પર છૂટ્યો છે. ૧૯  જાન્યુઆરીના રોજ ખુદ પોલીસ પર જ જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી છૂટ્યો હતો . આજે એ બનાવને ત્રણ દિવસ વીતવા આવ્યા છતાં પોલિસ એક હત્યારાને અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરનાર કાસમ મામદ નોટિયારને પકડી કે શોધી શકી નથી. આજે રવિવારના દિવસે પણ પોલીસ મળેલી માહિતી થી ભુજ આસપાસ ની સિમ અને વિસ્તારમાં કાસમને શોધી રહી છે.કચ્છ પોલીસનો કાફલો કાસમને ગોતવા રસ્તા અને સીમમા...

न मैं मनुष्य हूँ , न मैं भगवान हूँ , मैं बुद्ध हूँ ।

 पंडित द्रोण बुद्ध के पास आया। उसने पूछा, “क्या आप देव हैं?”  बुद्ध ने कहा, “नहीं।”  उसने पूछा, “तो क्या गंधर्व हैं?” बुद्ध ने कहा, “नहीं।”  फिर पूछा, “क्या यक्ष हैं?” बुद्ध ने कहा, “नहीं।” फिर पूछा, “क्या आदमी ही हैं?” बुद्ध ने कहा, “नहीं।” द्रोण ने हैरान होकर कहा, “क्या पशु-पक्षी हैं?”  बुद्ध ने कहा, “नहीं।” उसने कहा, “तो क्या आप पत्थर-पहाड़ हैं?” बुद्ध ने कहा, “नहीं।” तो उसने कहा, “फिर आप कौन हैं? क्या हैं?” बुद्ध ने कहा, “वासनाएं, इच्छाएं, दुष्कर्म, सत्कर्म जिनका अस्तित्व मुझे देव, गंधर्व, यक्ष, आदमी,या पत्थर बना सकता था वे समाप्त हो गयी हैं।अब मैं इनमें से कुछ भी नहीं हूँ; मैं जागा गया हूँ; मैं बुद्ध हूँ।” बुद्ध का अर्थ होता है, जागा हुआ चित्त। बुद्ध का अर्थ होता है, जिसकी मूर्च्छा टूट गयी। बुद्धत्व का अर्थ होता है, होश। बुद्धत्व चैतन्य की प्रकाशमान दशा का नाम है। ओशो का प्रवचन सुनने के लिए ये विडियो प्ले करें , क्या भगवान है ?