Skip to main content

Posts

કચ્છ કલેકટર રેમ્યા મોહનનો "અંબર " આજ આસમાને

કચ્છ કલેક્ટર નાં અંબર પ્રોજેક્ટ ને કલામ એવોર્ડ થી સન્માનિત કરાયો. (મા ન્યુઝ , 21 જાન્યુઆરી, 21:20 ) કચ્છના કલેક્ટર રેમ્યા મોહન જયારે 2016માં વલસાડ  કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં તે  દરમિયાન એમની ટીમે અમલી બનાવેલાં ‘અંબર’ પ્રોજેક્ટ બદલ ‘કલામ ઈનોવેશન ઈન ગવર્નન્સ એવૉર્ડ’ આજે એનાયત કરાયો હતો. તત્કાલીન વલસાડ અને કચ્છ કલેક્ટર   રેમ્યા મોહને ઑટોમેટિક મોબાઈલ બેઝડ રીપોર્ટીંગ સિસ્ટમ એટલેકે "અંબર" નામનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. આ અંબર પ્રોજેક્ટ ને કારણે મહેસુલ સંબંધી  અરજદારોને સરકારી કચેરીનાં ધક્કા થી છુટકારો થયો હતો અને  મહેસુલના  કેસોની અંતિમ વિગત  ઘેરબેઠાં મોબાઈલ એસએમએસ દ્વારા જાણવા મળી શકે છે .  આ અંબર પ્રોજેક્ટને  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝડપી, પારદર્શી અને કાર્યક્ષમ ગણાવી 27 ઓક્ટોબર 2016ના દિવસે લોકો માટે ખુલ્લો મુક્યો હતો .  ભારતનાં વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની યાદમાં ચાલતાં કલામ સેન્ટર દ્વારા 2016થી વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષ  કલામ સેન્ટર...

પોલીસ ઉપર હુમલો કરનાર કાસમને ગોતવા પોલીસ રવાનાં

🖋કાસમ મામદ નોતિયાર ને પકડવા આખો પોલીસ કાફલો રસ્તામાં બી-ડિવીઝન પોલીસના ત્રણ કર્મીઓ પર છરી વડે હુમલો કરનાર આરોપીને પકડવા પીલીસને પસીનો આવી ગયો.  ભુજ શહેરના દિનદયાલ નગર ખાતે ફરતો અને ખૂન ના કેસનો આરોપી એવો કાસમ મામદ નોતિયારને બી ડીવીઝન પોલીસના ત્રણ કર્મીઓ ને પકડવા ગયા હતા ત્યારે આરોપી  કાસમ મામદ નોતિયાર ને આ વાત ની જાણ થઇ જતા તે સતર્ક બની ગયો હતો અને તેને પકડવા આવેલ એ.એસ.આઈ.જયદિપસિંહ , કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને ડ્રાઈવર સુરેશભાઈ ઉપર ગંભીર હુમલો કરીને કાસમ નોતિયાર નાશી છૂટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ મામદ નોતિયાર ભૂતકાળમાં તેના જ બનેવી ના ખૂન કેસમાં સજા કાપી રહ્યો છે અને હાલ પેરોલ પર છૂટ્યો છે. ૧૯  જાન્યુઆરીના રોજ ખુદ પોલીસ પર જ જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી છૂટ્યો હતો . આજે એ બનાવને ત્રણ દિવસ વીતવા આવ્યા છતાં પોલિસ એક હત્યારાને અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરનાર કાસમ મામદ નોટિયારને પકડી કે શોધી શકી નથી. આજે રવિવારના દિવસે પણ પોલીસ મળેલી માહિતી થી ભુજ આસપાસ ની સિમ અને વિસ્તારમાં કાસમને શોધી રહી છે.કચ્છ પોલીસનો કાફલો કાસમને ગોતવા રસ્તા અને સીમમા...

न मैं मनुष्य हूँ , न मैं भगवान हूँ , मैं बुद्ध हूँ ।

 पंडित द्रोण बुद्ध के पास आया। उसने पूछा, “क्या आप देव हैं?”  बुद्ध ने कहा, “नहीं।”  उसने पूछा, “तो क्या गंधर्व हैं?” बुद्ध ने कहा, “नहीं।”  फिर पूछा, “क्या यक्ष हैं?” बुद्ध ने कहा, “नहीं।” फिर पूछा, “क्या आदमी ही हैं?” बुद्ध ने कहा, “नहीं।” द्रोण ने हैरान होकर कहा, “क्या पशु-पक्षी हैं?”  बुद्ध ने कहा, “नहीं।” उसने कहा, “तो क्या आप पत्थर-पहाड़ हैं?” बुद्ध ने कहा, “नहीं।” तो उसने कहा, “फिर आप कौन हैं? क्या हैं?” बुद्ध ने कहा, “वासनाएं, इच्छाएं, दुष्कर्म, सत्कर्म जिनका अस्तित्व मुझे देव, गंधर्व, यक्ष, आदमी,या पत्थर बना सकता था वे समाप्त हो गयी हैं।अब मैं इनमें से कुछ भी नहीं हूँ; मैं जागा गया हूँ; मैं बुद्ध हूँ।” बुद्ध का अर्थ होता है, जागा हुआ चित्त। बुद्ध का अर्थ होता है, जिसकी मूर्च्छा टूट गयी। बुद्धत्व का अर्थ होता है, होश। बुद्धत्व चैतन्य की प्रकाशमान दशा का नाम है। ओशो का प्रवचन सुनने के लिए ये विडियो प्ले करें , क्या भगवान है ?

સુપ્રીમની હા , મલ્ટીપ્લેક્ષ ની ના , ગુજરાતમાં પદ્માવત નહીં

🖋અભિવ્યક્તિની સ્વતંત્રતા : ફિલ્મ ન ચડાવવાની પણ સ્વતંત્રતા "પદ્માવત" ફિલ્મ રિલીઝ કરીને અમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી : મલ્ટીપ્લેક્ષ એસોસિએશન સુપ્રીમ કોર્ટ ભારતનાં બંધારણને લઈને ભલે પદ્માવતનાં નિર્માતા સંજયલીલા ભણસાલીને રાહત આપી છે , પણ ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશન પણ કોઈ ફિલ્મ ના રિલીઝ કરવાનો પોતાનો અધિકાર અબાધિત રાખ્યો છે, જોકે ગુજરાત મલ્ટીપ્લેક્ષ ના સંચાલકોને કોઈ પદ્માવત રિલીઝ ના થાય એમાં રસ નથી, પણ મલ્ટીપ્લેક્ષ કોઈ જોખમ ઉપાડવા તૈયાર નથી . કરનીસેના કોઈ પણ સંજોગે નામ બદલાવેલી ફિલ્મ પદ્માવત થિયેટરમાં રિલીઝ થાય એનાં પક્ષમાં નથી , કોઈ પણ સંજોગોમાં ઇતિહાસ સાથે છેડછાડ નહીં ચલાવી લેવાય તેવો હુંકાર કરણી સેનાએ કર્યો છે. Advt : બિયારણમાં કચ્છનું વિશ્વાસ પાત્ર નામ એટલ રવિ બીજ ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની મલ્ટીપ્લેક્ષનાં માલિકો નુકસાન વેઠવા તૈયાર નથી , અમે શામાટે નુક્શાન ભોગવીએ? એવો સવાલ ઉઠાવીને પરોક્ષ રીતે ગુજરાતની કોઈ પણ મલ્ટીપ્લેક્ષ માં પદ્માવત રિલીઝ નહીં થાય એવો સંકેત પણ આપી દીધો છે. અમુક લોકો એવું પણ માની રહ્યાં છે કે ભૂ...

જખૌ બંદરથી ડીઝલની દાણચોરી

🖋 જખૌ બંદરથી ડીઝલની દાણચોરી નો પર્દાફાશ : બે માછીમાર એસઓજી નાં સાણસામાં. મા ન્યુઝ- ૨૦.૦૧.૨૦૧૮ શનિવાર, અબડાસા તાલુકાનાં જખૌ નજીક જખૌ બંદર ઉપર થતી ડિઝલની ચોરીનો પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે પર્દાફાશ કર્યો છે. ગત મધરાત્રે જખૌના કાંઠે દાણચોરીથી લવાયેલાં 2150 લિટરના 12 બેરલ સાથે જામખંભાળીયાની બે બોટ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એસઓજીએ જખૌ કાંઠેથી "દરીયા જલ પુકાર "નામની બોટમાંથી 1400 લિટર ડિઝલ ભરેલાં 7 બેરલ સાથે મુસ્તાક જુસબ ગજણ (રહે. નાના અંબાલા, જામખંભાળીયા) અને "હાજીપીર" નામની બોટમાંથી 750 લિટર ડિઝલ ભરેલાં 5 બેરલ સાથે અનવર હારૂન ભગાડ (રહે. સલાયા, જામખંભાળીયા)ની અટકાયત કરી છે. ભારતમાં ડિઝલની વર્તમાન કિંમત 67.65 રૂપિયા લેખે પોલીસે કુલ 1 લાખ 45 હજારનાં ડીઝલ સાથે આરોપીઓ ને દબોચી લેવાયાં છે , પોલીસને  ગત રાત્રે મળેલી બાતમીના આધારે આ ઓપરેશન એસઓજી એ પાર પાડ્યું છે. આ ડીઝલ ચોરી કેટલાં સમયથી ચાલતી હતી તે તપાસનો વિષય છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. Advt

જગત જમાદાર બન્યું દેવાળિયું

🖋  'બંધ' સાથે વ્યવહારમાં 'નાદાર' અમેરિકા  લના 35 લાખ કર્મચારીઓના આશરે આઠ અને આઠ લાખ કર્મચારીઓને ઘરમાં રહેવું પડશે. ફરી એકવાર યુ.એસ. નાદાર બનવાની ધાર પર છે. ટ્રમ્પ સરકાર 'શટડાઉન' ને હલ કરવાના તમામ પ્રયત્નોમાં વ્યસ્ત  મા ન્યુઝ - ૨૦.૦૧.૨૦૧૮ શનિવાર, અમેરિકા ફરી એકવાર 'શટડાઉન' ના અણી પર છે. યુ.એસ. સરકાર 'શટડાઉન' થી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકન કોંગ્રેસના લોઅર હાઉસ હાઉસ દ્વારા મંજૂર કરાયેલી કાયદો ફેડરલ સરકારને આર્થિક મંજૂરી આપીને ગુરુવારે રાત્રે પસાર કરવામાં આવ્યો, પરંતુ તેને ઉચ્ચ ગૃહના સેનેટમાં ખડતલ પડકારોનો સામનો કરવો પડ્યો છે . જો સેનેટ દ્વારા આ ખરડો પસાર થતો નથી, તો પછી નાણાકીય મંજૂરીના અભાવને લીધે, સરકારનું કાર્ય ચાલુ રહેશે. સેનેટમાં બિલ પસાર થવું જોઈએ પ્રતિનિધિઓના ગૃહમાં મોટાભાગના શાસક રિપબ્લિકન પક્ષ, આ બિલ સરળતાથી પસાર થયું હતું, પરંતુ સેનેટમાં રિપબ્લિકન પક્ષના બહુમતી હોવા છતાં, તેને પસાર કરવા માટે વિરોધ ડેમોક્રેટ્સના સમર્થનની જરૂર છે. આનું કારણ એ છે કે રિપબ્લિકન પાર્ટીના ત્રણ સેનેટરો આ બિલના વિરોધમાં છે, જ્ય...

પોલીસના ત્રણ કર્મીઓ પર છરી વડે હુમલો..

🖋આરોપીને પકડવા જતા બી-ડિવીઝન પોલીસના ત્રણ કર્મીઓ પર કરાયો છરી વડે હુમલો.. જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજ શહેરના દિનદયાલ નગર ખાતે ફરતો અને ખૂન ના કેસનો આરોપી એવો કાસમ મામદ નોતિયારને બી ડીવીઝન પોલીસના ત્રણ કર્મીઓ ને પકડવા ગયા હતા ત્યારે આરોપી એવા કાસમ ને આ વાત ની જાણ થઇ જતા તે સતર્ક બની ગયો હતો અને તેને પકડવા આવેલ જયદિપસિંહ પ્રો. ASI, પ્રકાશભાઈ-કોન્સ્ટેબલ અને સુરેશભાઈ ડ્રાઈવર પર ગંભીર હુમલો કરીને કાસમ નાશી છૂટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ મામદ નોતિયાર ભૂતકાળમાં તેના જ બનેવી ના ખૂન કેસમાં સજા કાપી રહ્યો છે અને હાલ પેરોલ પર છૂટ્યો છે. ગઈ કાલે લૂટનો બનાવ અને આજે (૧૯-૧) ના રોજ ખુદ પોલીસ પર જ જીવલેણ હુમલો થતા ક્યાંક પોલીસની ધાક આરોપીઓ પર ઓછી થઇ રહી છે તેવું ચોક્કસ જણાઈ આવે છે. હાલ ત્રણેય પોલીસ કર્મીઓને ભુજ જી.કે. જનરલમાં પ્રાથમિક સારવાર અપાઈ ને ભુજની નાણાવટી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આવી ઘટના બનતા પોલીસે આરોપી કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 ...