🖋જખૌ બંદરથી ડીઝલની દાણચોરી નો પર્દાફાશ : બે માછીમાર એસઓજી નાં સાણસામાં.
મા ન્યુઝ- ૨૦.૦૧.૨૦૧૮ શનિવાર,
અબડાસા તાલુકાનાં જખૌ નજીક જખૌ બંદર ઉપર થતી ડિઝલની ચોરીનો પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે પર્દાફાશ કર્યો છે.
ગત મધરાત્રે જખૌના કાંઠે દાણચોરીથી લવાયેલાં 2150 લિટરના 12 બેરલ સાથે જામખંભાળીયાની બે બોટ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.
એસઓજીએ જખૌ કાંઠેથી "દરીયા જલ પુકાર "નામની બોટમાંથી 1400 લિટર ડિઝલ ભરેલાં 7 બેરલ સાથે મુસ્તાક જુસબ ગજણ (રહે. નાના અંબાલા, જામખંભાળીયા) અને "હાજીપીર" નામની બોટમાંથી 750 લિટર ડિઝલ ભરેલાં 5 બેરલ સાથે અનવર હારૂન ભગાડ (રહે. સલાયા, જામખંભાળીયા)ની અટકાયત કરી છે. ભારતમાં ડિઝલની વર્તમાન કિંમત 67.65 રૂપિયા લેખે પોલીસે કુલ 1 લાખ 45 હજારનાં ડીઝલ સાથે આરોપીઓ ને દબોચી લેવાયાં છે , પોલીસને ગત રાત્રે મળેલી બાતમીના આધારે આ ઓપરેશન એસઓજી એ પાર પાડ્યું છે.
આ ડીઝલ ચોરી કેટલાં સમયથી ચાલતી હતી તે તપાસનો વિષય છે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
ભુજ કચ્છ , ભારત.
![]() |
Advt |
Comments
Post a Comment