Skip to main content

Posts

રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે : પરેશ ધાનાણી

મંત્રી અને મુખ્‍યમંત્રી નૈતિકતા સ્‍વીકારી રાજીનામું આપે : પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજે નવા વર્ષમાં સહુ પત્રકાર તથા મીડીયાના મિત્રોને મળ્‍યા હતા અને નવા વર્ષની સહુને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી. પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. સીબીઆઈની તપાસ સર્વોચ્‍ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્‍વ કરતા અને ભારત સરકારના રાજ્‍યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી સામે પણ વ્‍યક્‍તિગત આક્ષેપો કરવામાં આવ્‍યા છે. મને ન્‍યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે સત્‍ય જરૂર બહાર આવશે. સીતા જેવી પવિત્ર દેવી સામે આક્ષેપો લાગ્‍યા ત્‍યારે તેની પણ અગ્નિપરીક્ષા થઈ હતી. રામરાજ્‍યની પરિકલ્‍પના કરનાર ભાજપનું નેતૃત્‍વ કે જ...

વોડાફોન કંપનીને ૭૦૦% કરતા વધારે ભાડું ચૂકવીને ગુજરાત ભાજપ સરકારનો લાખો રૂપિયાનો દુર્વ્યય.

સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતાં વધારે ચૂકવાય છે : શક્તિસિંહ ગોહિલ ગુજરાતની ભાજપની સરકાર ગુજરાતના અધિકારીઓ તેમજ મીનીસ્ટરોને આપવામાં આવતા સરકારી ફોન માટે વોડાફોન પ્રાઇવેટ નેટવર્ક કંપનીને મોબાઈલ સેવાનું  ભાડું ૭૦૦% કરતા વધારે ચૂકવીને પ્રજાની તિજોરીમાંથી લાખો રૂપિયાનો દુર્વ્યય કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જીઆર નંબર CEL૧૦૨૦૦૩-૧૪૭૮-ઘ ની નકલો પ્રેસ અને મીડિયા સમક્ષ રજુ કરીને એ વાતનો પર્દાફાશ કર્યો હતો કે, ગુજરાત સરકાર પ્રાઈવેટ  નેટવર્ક કંપની વોડાફોનને મોબાઈલ ફોન સેવા માટે  દર મહીને લાખો રૂપિયાનું વધારનું બીલ પ્રજાની તિજોરીમાંથી ચૂકવી ચુકી છે. કેન્દ્ર સરકારનું પોતાનું જ જાહેર સાહસ બીએસએનએલ માત્ર ૬૬૬ રૂપિયામાં ૧૨૯ દિવસ માટે અનલિમિટેડ કોલ્સ સ્થાનિક અને નેશનલ રોમિંગના તેમજ ૧૦૦ એસએમએસ મફત ની સેવા આપી રહી છે એટલેકે દર મહીને માત્ર ૧૬૬ રૂપિયામાં છુટક ગ્રાહકને બીએસએનએલની મોબાઈલ ફોન સેવા પ્રાપ્ત થાય જયારે વોડાફોન કંપની પ્રાઇવેટ છુટક ગ્રાહકને ...

સામાત્રા ટોલ નાકા પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત: એક યુવક નું મોત...

ભુજ તાલુકાનાં સામત્રા ટોલ નાકા પાસે મળતી પ્રાથમિક વિગતો અનુસાર કાર, ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે અને હજુ કેટલા મોત અને કેટલા ને ઇજાઓ પહોચી છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે, હજુ પોલીસ ઘટના સ્થળે પહોચી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી રહી છે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિયામાં 20 લીટર

ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે શક્તિસિંહ ગોહિલે બાયો ચડાવી..

ગુજરાતની ભાજપની સરકારની ખેડૂત વિરોધી, ભ્રષ્ટ અને અણ આવડતવળી અણઘડ નીતિના કારણે નાફેડ દ્વારા ગુજરાત માંથી મગ, અડદ, તુવેર તેમજ મગફળી (શીંગ)ની ચાલુ વર્ષે એટલે કે, ૨૦૧૮/૨૦૧૯માં ખરીદી નહિ કરવાનો નિર્ણય. ખેડૂતો માટે અતિશય નુકશાન કારક આ નિર્ણય કરતો નાફેડનો તા:૧૫/૧૧/૨૦૧૮નો ભારતના કૃષિ મંત્રાલયને લખાયેલો પત્ર પ્રેસ અને મીડીયાને આપીને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપની સરકારનાં ભ્રષ્ટ અને અણઘડ વહીવટનો ભોગ ગુજરાતના ખેડૂતો બન્યા છે. નાફેડ દ્વારા પોતાના પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭/૧૮ માં જે ખરીદી ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન મારફત કરી હતી તેના ગોડાઉનોની સાયન્ટીફીક તપાસમાં બહાર આવ્યું છે કે, ગોડાઉનોની ગુણવત્તા જાળવવામાં આવી નહતી. ગોડાઉનો માટેની નિર્ધારિત પ્રક્રિયા કે જે પુરવઠાની સલામતી અને જાળવણી માટે હોય છે તેને જાળવવામાં આવી ન હતી. ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા એટલું જ નહિ પરંતુ જથ્થામાં ભેળસેળ કરવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે, કોઈપણ પુરતી કાળજી કે સલામતીના પગલાં લેવામાં આવ્યા નહોતા. અતિશય ગંભીર રીતે સ્ટાફની...

માધાપર પાસે ખાનગી બસે યુવક ને લીધો અડફેટે, પછી થયું ધીંગાણું..

પ્રાપ્ત વિગતો અનુસાર ભુજની ભાગોળે આવેલ માધાપર ગામમાં ઓધવબાગ નજીક એક ખાનગી લક્ઝરી બસે એક સાઈકલ ચાલક યુવક ને અડફેટે લેતા આસપાસ ના લોકો ઉશ્કેરાઈ જઈ ને બસમાં તોડફોડ કરી હતી. બસ માં કોઈ ને ઇજાઓ નહોતી પહોચી પરંતુ સાઈકલ ચાલક યુવક ને માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેને તાત્કાલિક ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અહી મામલો ખૂબ જ બીચક્યો હતો પરંતુ પોલીસ ઘટના સ્થળે દોડી જતાં મામલો શાંત થયો હતો. અહેવાલ અને તસવીર-કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : ...

ભચાઉ-સામખીયારી વચ્ચે અકસ્માત : 2 ના મોત...

આજે સવારે અંજાર તાલુકાનાં પસુડાંના લોકો બોલેરો ગાડીમાં સવાર થઈને સામખીયારી દેવદર્શને જતાં હતા ત્યારે બોલેરોને ટેમ્પાએ ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર 10 થી 12 લોકોને ઇજાઓ પહોચી હતી તેમજ ગીતાબેન રાણાભાઈ આહીર ઘટનાસ્થળે અને હિમાંબેન રૂપાભાઇ આહીરનું સારવાર દરમિયાન મોત થયું હતું.. ઇજાગ્રસ્તોને ભચાઉની વાગડ વેલ્ફર હોસ્પિટલમાં ખસેડાયા હતા..તેમજ વધુ સારવાર માટે ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડાયા હતા.. અકસ્માતના સમાચાર આજુબાજુના ગામમાં પહોચતા અનેક સામાજિક તેમજ રાજકીય આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.. આ ભયંકર અકસ્માતથી આહીર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી... અહેવાલ & તસવીર - વિનોદ સાધુ : ભચાઉ જાહેરાત Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125  કીમી ટ્રેનિંગ  , 2500  રૂપિયા. (Lady Instructor f...

લખપત-નારાયણ સરોવર હાઈવે પર ઘાયલ શિયાળ ને જીવદયાપ્રેમીઓ એ બચાવ્યું..

લખપત-નારાયણ સરોવર હાઈવે પર વર્માનગર નજીક કોઈ અજાણ્યા વાહન ની હડફેટે વન્યજીવ શિયાળ આવી જતા ઘાયલ થઈ ગયું હતું. જે રોડ પર જીવિત હાલત માં પડ્યું હતું ત્યારે ત્યાં થી પસાર થતા જીવદયાપ્રેમી કુલદીપસિંહ ચાવડા અને દેવન્દ્રસિંહ જાડેજા એ જાણ કરતા તાત્કાલિક તેને મેડિકલ સારવાર આપવા માં આવી જેના કારણે એ શિયાળ બચી ગયું. ક્રિષ્ના મેડિકલનાં મનસુખ મારાજે પણ આ કાર્યમાં ખૂબ સહકાર આપ્યો હતો. તેમજ હાઈવે પર જતા વાહન ચાલકો ને આવા વન્યજીવો પ્રત્યે ધ્યાન રાખી વાહન ચલાવે તે ઈચ્છનીય છે. અહેવાલ અને તસવીર-હિતેશ જોષી લખપત Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપ...