Skip to main content

Posts

IT રિટર્ન્સ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે..

નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક મહિના માટે લંબાવીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. નવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ એપ્રિલમાં નોટીફાઇ કરવામાં આવ્યા હતા અને જે કરદાતાઓના એકાઉન્ટ માટે ઓડિટની જરૂર નથી તેમને ૩૧ જુલાઈ સુધી આઇટીઆર ઇ-ફાઇલ કરવાની મંજૂરી હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તમામ બાબતોનો વિચાર કર્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ કરદાતાઓની આ કેટેગરી માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇના બદલે લંબાવીને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ કરી છે.” વિલંબિત રિટર્ન માટે પેનલ્ટીની જોગવાઇ કરી હતી તેના કારણે છેલ્લાં થોડાં દિવસોથી કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરો ભારે તણાવમાં હતા. જોકે, ગુરુવારે સરકારે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એક મહિનો લંબાવીને ૩૧ ઓગસ્ટ કરી છે તેના કારણે કરદાતાઓને રાહત મળી છે. સરકારે જાહેર કર્યું હતું કે ૩૧ જુલાઇ બાદ રિટર્ન ભરનારા કરદાતાની આવક રૂ. ૫ લાખથી ઓછી હોય તો તેમના માટે રૂ. ૧,૦૦૦ દંડ રહેશે. જે કરદાતા રૂ. ૫ લાખથી વધારે આવક ધરાવતા હોય તેઓ ૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર દરમિયાન રિટર્ન ફાઇલ કરશે ...

કાલથી બે દિવસ સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ

૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી બે દિવસ દેખાશે. ૨૬ જુલાઇ ૧૯૫૩ના વર્ષ પછી પ્રથમવાર ૬૫ વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે, તે બ્લડમૂન કહેવાશે. આ વર્ષના ચંદ્રગ્રહણમાં વર્ષો પછી મંગળ, બુધ અને શનિ વક્રી ગતિથી ભ્રમણ કરતા હશે. રાહુ અને કેતુ વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૃ, શુક્ર આવી જતા હોવાથી આંશિક કાલસર્પયોગ થશે. સાથો સાથ મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ચંદ્ર-મંગળનો લક્ષ્મીયોગ સર્જશે. એટલે કે વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ સર્જાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આગામી ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૃ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્...

કચ્છમાં ટોલ ટેક્સ ભરવો ન પડે એટલે બાજુના ખેતરમાંથી ટ્રકો કાઢશો તો હવે ખેર નથી.

કચ્છમાં વિવિધ ટોલ પ્લાઝાઓ પર ટોલ ટેક્સ ભરવો ન પડે એટલા માટે ટ્રક ચાલકો બાજુના ગામો અને ખેતરોમાંથી ટ્રક ચલાવે છે. આ વાત સરકારના ધ્યાનમાં આવતા કચ્છ કલેક્ટરે એક જાહેરનામુ બહાર પાડ્યુ છે.રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલા ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકારી આપવામાં આવેલો છે. ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલા છે. આ ગામોના લોકો કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વાહન ધારકો રાજય સરકારના ઉપરોકત જાહેરનામાનો અમલ કરી નિયત ટોલ ચાર્જ ચુકવણી કરતા નહીં હોવાના સંદર્ભમાં આ ટોલ પ્‍લાઝાઓ ખાતે અવાર-નવાર સુલેહ શાંતિનો ભંગ થવાના અને નિયત કંપનીના એજન્‍ટો, નોકરો તેમજ સીકયુરીટી સ્‍ટાફ વચ્‍ચે જાહેરમાં મારા-મારી અને તોડફોડના બનાવો બને છે. જેને લઇને આંદોલનાત્‍મક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ચક્કા જામના કારણે વાહન વ્‍યવહાર થંભી થવાના બનાવો બને છે. જેને પરિણામે સામાન્‍ય મુસાફર જનતા અગવડતા, અસલામતી અને ભય અનુભવે છે. કેટલીક વખત એમ્‍બુલન્‍સ, ફાયર ફાઇ...

અદાણી પોર્ટ પર કન્ટેનર સ્કેનર ખુલ્લું મુકાયું : દાણચોરી પર આવશે અંકુશ

દેશના મહાબંદરોમાં અગ્રહરોળનું સ્થાન ધરાવતા મુન્દ્રાના અદાણી પોર્ટ પર અદ્યતન કન્ટેનર સ્કેનરને ખુલ્લુ મુકાયું છે. આયાત-નિકાસમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓને આસાનીથી પકડી શકાશે. આ અંગેની વિગતો મુજબ અદાણી પોર્ટ પર દાણચોરીનું પ્રમાણ વધી રહ્યું હોઈ તેના પર અંકુશ મુકવા માટે પોર્ટ રોડ સ્થિત શાંતિવન સર્કલ મધ્યે ફિકસ જયારે ટર્મિનલ પર મોબાઈલ સ્કેનરને ખુલ્લુ મુકાયું છે. આ વેળાએ મુખ્ય અતિથિપદે સેન્ટ્રલ બોર્ડ ઓફ ચીફ ઈનડાયરેકટર ટેકનીક એન્ડ કસ્ટમના અમિતા સુરી સાથે કસ્ટમ ચીફ કમિશ્નર પી.વી.આર. શેટ્ટી, ચીફ કમિશ્નર સીજીએસટી અજય જૈન, પ્રિન્સિપાલ કમિશ્નર સંજય અગ્રવાલ, સંદીપ પ્રકાશ, અદાણીના એકિઝકયુટીવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહ, સીઈઓ અવિનાશ રાય, એડિશનલ કમિશનર બી.કે. સિંગ, કસ્ટમ એજન્ટ, સીએચએ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનિય છે કે આ સ્કેનરમાં એક કન્ટેનર ૩૬ સેકન્ડમાં સ્કેન થયા હતાં. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 0612...

આજથી સૌથી મોટી યુનિયન હડતાળઃ 95 લાખ ટ્રક-બસનાં પૈડાં થંભી ગયાં

ટ્રક અને બસ ઓપરેટર સંગઠન (એઆઈએમટીસી)એ તેની વિવિધ જૂની માગણીઓના મુદ્દે આજથી સૌથી મોટી અનિશ્ચિત મુદતની યુનિયન હડતાળ શરૂ કરી દીધી છે. ટ્રાન્સપોર્ટર્સ દ્વારા પાડવામાં આવેલી આ હડતાળ દરમિયાન લગભગ ૯૫ લાખ ટ્રક-બસનાં પૈડાં થંભી ગયા હતા.આ સંગઠને તેની વર્ષોજૂની માગણીઓને પૂરી કરવાના આશયથી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. હડતાળની ધમકી પહેલાં સરકારે ટ્રાન્સપોર્ટર્સને મનાવવા માટે કેટલીક છૂટછાટ આપવાની ઓફર કરી હતી, પરંતુ ટ્રાન્સપોર્ટર્સે તેને ફગાવી દીધી હતી.આજે જે હડતાળ શરૂ થઈ છે તેમાં સવારના છ વાગ્યાથી દેશભરમાં તેની અસર જોવા મળી રહી છે.  આ હડતાળમાં ડીઝલને જીએસટીના દાયરામાં લાવી કેન્દ્રીય અને રાજ્યના કરમાં કાપના માધ્યમથી તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તેવી મુખ્ય માગણી છે.આ ઉપરાંત યુનિયનની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ નહિ પણ ત્રણ માસમાં સંશોધન કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટર માટે ટોલ બેરિયર મુક્ત કરવામાં આવે તેમજ થર્ડ પાર્ટી વીમામાં જીએસટીમાં રાહત આપવામાં આવે તેમજ ટ્રાન્સપોર્ટ વેપારમાં ટીડીએસનો અંત લાવવામાં ‍આવે તેવી માગણી મુખ્ય છે.આ અંગે યુનિયનનું કહેવું છે...

સરહદી કચ્છમાં બીએસએફની ચોકીઓ સૌર ઉર્જાથી ઝળહળશે.

સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફના ગુજરાત ફ્રન્ટીયરના સીમાવર્તી વિસ્તારોમાં સૌર ઉર્જાના પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે. જે અંતર્ગત કચ્છની સરહદી ચોકીઓ પણ સૌર ઉર્જાથી ઝળહળી શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ફ્રન્ટીયર દ્વારા પાંચ મેગાવોટના ર સોલાર એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. એજન્સીના સુત્રોનું માનીએ તો કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી હરીભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે બીએસએફ ગુજરાત ફ્રન્ટીયર સૌર ઉર્જા પ્રોજેકટનો પ્રસ્તાવ મોકલ્યો છે. ગુજરાત બીએસએફના મહાનિરિક્ષક સંતોષ મહેરાએ જણાવ્યું હતું કે, સૌર ઉર્જાની ર યોજનાઓ છે.  જેમાં એક બનાસકાંઠાના નળાબેટ વિસ્તારમાં પાંચ મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને અન્ય એક પાંચ મેગાવોટના પ્લાન્ટમાંથી બનાસકાંઠા અને કચ્છની ર૦ જેટલી સીમાવર્તી ચોકીઓમાં સૌર ઉર્જાથી વિજળી પહોંચાડવામાં આવશે. સૌર ઉર્જા માટેના પ્લાન્ટ સ્થાપવા માટેની જગ્યાનો સર્વે કરી દેવામાં આવ્યો છે.હાલ આ ચોકીઓમાં જનરેટરથી વીજળીની વ્યવસ્થા છે. જેમાં ડીઝલના ટેન્કર સાથે કામ કરવું પડે છે. ઘણી વખત જનરેટર બંધ થઈ જવાથી વીજળી ઠપ્પ થઈ જાય છે. જો કે હવે સૌર ઉર્જાથી સીમાવર્તી ચોકી સજ્જ કરવ...

રાપરના લાકડીયા ગામે દેવસ્થાને દર્શન કરવા આવેલા માર્ગ અકસ્માતમાં એક જ પરીવારના ૯ સભ્યોનું મોત નીપજયું.

રાપર તાલુકાનાં લાકડીયા ગામે આવેલા દેવસ્થાનના દર્શન કરી ઈકો કારમાં પરત ફરી રહેલા રાજકોટના કલાડીયા પરીવારને ટ્રક સામે કાર અથડાતા અકસ્માતમાં ૯ સભ્યોનું મોત નીપજયું છે. આ દુર્ઘટનામાં ૬ સભ્યોનું ઘટના સ્થળે મોત થયું હતું અને બાકીના ૩ સભ્યોને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન જ આ ત્રણ સભ્યોનું મોત નીપજયું હતું.જાણવા મળતી વીગતો અનુસાર આ બનાવ રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા નજીક બન્યો હતો અને આ બનાવથી  તેઓના પરિવારમાં શોકનું મોજું ફરી વળયુ  છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર