Skip to main content

કાલથી બે દિવસ સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ

૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી બે દિવસ દેખાશે. ૨૬ જુલાઇ ૧૯૫૩ના વર્ષ પછી પ્રથમવાર ૬૫ વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે, તે બ્લડમૂન કહેવાશે. આ વર્ષના ચંદ્રગ્રહણમાં વર્ષો પછી મંગળ, બુધ અને શનિ વક્રી ગતિથી ભ્રમણ કરતા હશે. રાહુ અને કેતુ વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૃ, શુક્ર આવી જતા હોવાથી આંશિક કાલસર્પયોગ થશે. સાથો સાથ મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ચંદ્ર-મંગળનો લક્ષ્મીયોગ સર્જશે. એટલે કે વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ સર્જાશે.

આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આગામી ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૃ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે. આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે. વાદળા નહિં હોય તો બ્લડમૂન નરી આંખે જોઇ શકાશે. ગ્રહણ બાદ કૂદરત સર્જિત કે માનવ સર્જિત આફત આવી શકે મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ઉતર અષાઢા નક્ષત્રમાં શરૃ થઇને શ્રવણ નક્ષત્રમાં પુરૃ થશે. ગ્રહણનું સુતક લાગશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી ૯ કલાક પહેલા એટલે કે, શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે બંધ થશે જે ગ્રહણ બાદ શનિવારે સવારે ૪ વાગ્યા પછી ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના ૧ મહિના સુધી દેખાય છે. ચંદ્ર, જળતત્વનો કારક હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદ, જળબંબાકાર, પૂર, સમુદ્ર તોફાની બને, વાવાઝોડુ, ભૂસ્ખલન, ભૂકંપ, સુનામી, આગ, હવાઇ દુર્ઘટના, રાજકારણમાં ઉથલપાથલ, અર્થતંત્ર ઔદ્યોગિક જગતમાં નવાજુનીના એંધાણ દર્શાવે છે. જે જાતકની કુંડલીમાં ચંદ્ર, વૃષિક રાશિનો ચંદ્ર-રાહુ, ચંદ્ર-શનિ, ચંદ્ર-કેતુનો યોગ હોય તે લોકો માટે આ ગ્રહણ શારિરીક, માનસિક, આર્થિક મુશ્કેલીઓ આપશે. આ ગ્રહણ મિથુન, તુલા, મકર, કુંભ રાશિ માટે ખરાબ ફળ આપશે તો વૃષભ, કર્ક, કન્યા, ધનુ રાશિ માટે મિશ્રફળ આપશે. બાકીની રાશિને યુતિફળ આપશે. મોળાકત વ્રત કરનારી બાળાઓ જાગરણ બાદ બીજા દિવસે પારણા કરે ચંદ્ર ગ્રહણ ગુરૃપૂર્ણિમાને દિવસે થવાનું હોવાથી તેની અશુભ અસરો એક સપ્તાહ પહેલા શરૃ થાય છે. ચંદ્ર એ માતાનો, મનનો કારક હોવાથી આ વર્ષે ગુરૃપૂર્ણિમાને દિવસે માનું પૂજન સેવા કરવાથી ગ્રહણના દોષોમાંથી મુક્તિ મળશે. ગ્રહણના દિવસે કુંવારી કન્યાઓનું મોળાકત વ્રતનું જાગરણ હોવાથી તે જાગરણ ૧૨ વાગ્યે સમાપ્ત થયા બાદ પારણા બીજે દિવસે કરે તે જરુરી છે. ગ્રહણ દરમિયાન વાતાવરણ દુષિત થવાથી અન્ન, પાણી લેવા પર નિષેધ મૂકેલ છે. ગ્રહણ સમયે શિવપૂજા, શિવજાપ કરવાથી ગ્રહણના દોષોમાંથી મૂક્તિ મળે છે. ચંદ્ર અને રાહુ શિવભક્ત હોવાથી તેમજ ગ્રહણ પૂર્ણ થયા બાદ ગુજરાત મહારાષ્ટ્ર સિવાય સમગ્ર મધ્ય, ઉત્તર પૂર્વ ભારતમાં શ્રાવણ માસ શરૃ થાય છે. ગ્રહણના અંત બાદ સ્નાન કરવાથી દુષિત વાતાવરણથી શુધ્ધ થવાય છે. ગ્રહણ સમય દરમિયાન જળ, દુધ વગેરેમાં તુલસી, દાભ મુકવાથી તે અશુધ્ધ થતા નથી. આ ગ્રહણને ગામડામાં ગોદડીયા ગ્રહણ પણ કહે છે. આ ગુરૃપૂર્ણિમાએ માનું પૂજન કરવાથી અનેક દોષોમાંથી મૂક્તિ મળશે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv