Skip to main content

Posts

ભચાઉ ના શિકરા ખાતેથી દારૂ જપ્ત થવાનો મામલો : 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ..

ભચાઉ ના શિકરા ખાતેથી દારૂ જપ્ત થવાના મામલા માં આજ રોજ પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. વિગતમાં ગઈકાલે આર આર સેલે દરોડા પાડીને સફળ કાર્યવાહી કરી હતી જેમાં આ ઘટનામાં સ્થાનિક પોલિસ ઊંઘતી ઝડપાઇ હતી. આ ઘટના ને લીધે રેન્જ આઈજી એ ભચાઉ પોલીસ મથકના પીઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કર્યા છે. PI , PSI , ASI , સહિત 5 સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાને પગલે પોલીસ બેડા માં ફફડાટ ફેલાઈ ગયો છે.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

કચ્છમાં બાળકો ને ઉપાડવાવાળી કોઈ ગેંગ આવી નથી : DYSP એ યોજી પ્રેસ કોનફરન્સ..

કચ્છ માં નાના છોકરાઓને પકડવા વાળી ગેંગ આવી હોવાની અફવાને પગલે DYSP એ પ્રેસ કોનફરન્સ યોજી, લોકો ને અફવાઓથી દૂર રહેવા માટે કરી અપીલ. સોશિયલ મીડિયા માં ખોટી અફવા ફેલાવનાર સામે પગલાં લેવાશે. ભુજ, મુન્દ્રા ના રામાણિયા અને નખત્રાણા ના માધાપર ગામે ખોટો વહેમ રાખી ને માર મારવાના બનાવ બન્યા હતા. કચ્છમાં બાળકો ને ઉપાડવાવાળી કોઈ ગેંગ આવી નથી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

૧૬મીએ ભુજમાં સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે, ૧૮મીએ રાપર ખાતે એપ્રેન્‍ટીસ ભરતી મેળો યોજાશે..

સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, સરપટ ગેઇટ, ભુજ ખાતે આગામી તા.૧૬/૬/૨૦૧૮ના સવારે ૯ થી ૧૨ વાગ્‍યા સુધી (પુષ્‍ય નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપાં વિનામૂલ્‍યે પીવડાવાશે. આગામી દરેક માસમાં આવતા પુષ્‍ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાસના ટીપાં પીવડાવાશે. આ સુવર્ણપ્રાસના ટીપાંથી બાળકનો સર્વાગી વિકાસ થાય છે, રોગ પ્રતિકાર શકિત વધે છે, સ્‍મૃતિ બુધ્‍ધિ વધે છે તેવું વૈધ પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, ભુજ ખાતે. તા.૧૮/૦૬/૨૦૧૮ સોમવાર ના રોજ “આઈ.ટી.આઈ-રાપર” ખાતે સવારે ૧૦-૦૦ કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. જેમાં ૮ પાસથી લઈને તમામ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીસ તરીકે એકમમાં જોડાવવા માંગતા હોય તેઓએ પોતાના શૈક્ષણિક સર્ટીની ઝેરોક્ષ કોપી તથા જરૂરી સલગ્ન આધાર-પુરાવાની ઝેરોક્ષ કોપી સાથે હાજર રહેવા જણાવાયું હતું. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB ...

૨૧મી જુન વિશ્‍વ યોગ દિને ૪.૬૦ લાખ કચ્‍છીજનો યોગા કરશે..

૨૧મી જુન વિશ્‍વ યોગ દિવસે રાજયભરની સાથો સાથ કચ્‍છ જિલ્‍લો પણ વીરાટ સંખ્‍યામાં યોગા કરશે. કચ્‍છભરના ૪.૬૦ લાખ જેટલા નાના-મોટા, અદના, વિશિષ્‍ટ, સંતન, ભકતગણ, સમેતના કચ્‍છીજનો યોગા દિવસની ઉજવણીમાં જોડાશે તેવું જિલ્‍લા કલેકટર સુશ્રી રેમ્‍યા મોહને રાજયની વિડીયો કોન્‍ફરન્‍સમાં માહિતી આપતાં જણાવ્‍યું હતું. તેમણે જિલ્‍લાના ૨૪૧૦ જેટલા વિવિધ સ્‍થળોએ જીલ્‍લાના તંત્ર, ૨૧ જેટલી સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે યોગ કરાશે અને જિલ્‍લામાં ભુજ ખાતે મુખ્‍ય કાર્યક્રમ શ્રી આર.ડી.વરસાણી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ભુજ ખાતે સવારે ૭ કલાકથી ૭.૪૫ દરમ્‍યાન મુખ્‍ય કાર્યક્રમ બાદ આનુષાંગિક કાર્યક્રમો યોજાશે તેવું વધુમાં ઉમેર્યુ હતું. આ પ્રસંગે સેલીબ્રિટીઝ ભાગ લે, ખેલમહાકુંભના પ્રથમ, દ્રિતીય અને તૃતિય ક્રમાંકિત યોગવીરોને ઈનામ એનાયત કરાશે. યોગામાં ભાગ લેનાર નાના, મોટા, વિશિષ્‍ઠ કક્ષાના યોગવીરોને પ્રમાણપત્ર પણ એનાયત કરવાનું કલેકટરશ્રીએ સુનિશ્‍ચિત કર્યુ હતું. તેમણે છાત્રગણને જિલ્‍લાની દૂધમંડળીઓના સહયોગથી દૂધ, બિસ્‍કિટનો નાસ્‍તો તથા તંત્ર દ્વારા જળ પાન વ્‍યવસ્‍થા બાબતે ખાસ કાળજી માટે સબંધિતોને સૂચના પાઠવી હતી. વધુમાં...

ભુજ LCB પોલીસે ભીડનાકા વિસ્તાર માંથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું..

ભુજની ભાગોળે આવેલ હોટલ ઓધવમાં ચાલતા જુગાર ના અડ્ડા ને LCB પોલીસે ઝડપી પાડ્યું હતું. જાણવા મળતી વિગતો અનુસાર હોટલમાં રૂમ ભાડે રાખીને આ શખ્સો આ જુગારધામ ચલાવી રહ્યા હતા. પશ્ચિમ કચ્છ પોલીસને મળેલી બાતમી ને આધારે દરોડો પાડતા ગઈકાલે રાત્રે હોટલ ઓધવ ખાતે થી બે મહિલા સહીત ૬ ખેલીઓને પકડી પડાયા હતા જયારે મોકો જોઈ એક શખ્સ નાશી છૂટ્યો હતો. આ દરોડામાં પોલીસે પ્રમુખસ્વામી નગરમા રહેતી લક્ષ્મીબેન વાલજીભાઇ સોની, માધાપરમા રહેતી જ્યોતીબેન લાલજીભાઇ પીપડીયા(પટેલ) તથા સંજયકુમાર કનૈયા સીંગ, સંજીવકુમાર સિતારામ યાદવ, અરૂણભાઇ ભોલેનાથ વાધમરે, હિતેષ લક્ષ્મીદાસ ઠક્કરને ઝડપી પાડ્યા હતા. તો બીજી બાજુ નાશી છુટેલ એક શકુની શિષ્ય હિરેન ઠક્કર ને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કેસનો હવાલો ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ ને હવાલે કરાયો છે ને કાર્યવાહી બાદ તમામને જમીન પર છોડી મુકવામાં આવ્યા હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Face...

ઇદનો તહેવાર નજીક, પયગંબર વિરૂદ્ધ અભદ્ર લખાણ કરી, ફરી કચ્છની શાંતિ ડહોળવાનો પ્રયાસ..

 છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં સોશ્યલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાય તેવા હેતુ થી અસામાજિક તત્વો દ્વારા અભદ્ર અને ઉશ્કેરણી જનક લખાણ કરવાના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે. તે પછી મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવ વિરુદ્ધ હોય કે ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ હોય કે પછી હાલમાં જ માં મોગલ વિરૂદ્ધ અભદ્ર લખાણ લખ્યું હોય, આ તમામ ઘટનાઓ ફકત અને ફકત કચ્છની કોમી એકતાને પલીતો ચાંપવા તેમજ શાંત વાતાવરણમાં તનાવ ઉભો કરવાના ઉદેશ્યથી થઈ રહી છે. આજે ફરી એકવાર માંડવી તાલુકાના પદમપુર ગામના મોહન સેંઘાણીએ સોશ્યલ મીડિયા મારફતે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરૂદ્ધ અભદ્ર લખાણ લખી ઇદના તહેવાર નજીક આવું કૃત્ય કરી મુસ્લિમોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો છે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમા રાયમાએ એસ.પી પશ્ચિમ કચ્છને ફરિયાદ કરી અને આવું કૃત્ય કરનાર વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જુમા રાયમાએ જણાવ્યું કે શાંતિ ડહોળનારા તત્વો પાછળ એક ટોળકી સક્રિય છે. જે સતત કચ્છની શાંતિને પલીતો ચાંપવા આવા યુવાનોને તૈયાર કરી અને કચ્છમાં ઝેર ફેલાવવાનું ષડયંત્ર કરી રહી છે. થોડા સમય પહેલા જ પોલીસે જાહેરાત કરી હતી કે આવા લોકો વિરુદ્ધ પાસા...

કચ્છ જીલ્લાના તાલુકા મથકોએ આર.ટી.ઓ. કેમ્‍પનું આયોજન કરાશે..

કચ્‍છ જિલ્‍લા આર.ટી.ઓ. કચેરી દ્વારા જુન-૨૦૧૮ માસ દરમ્‍યાન માંડવી ખાતે તા.૧૯/૬, નખત્રાણા તા.૨૧/૬, મુન્‍દ્રા તા.૨૨/૬, રાપર તા.૨૬/૬ તેમજ ભચાઉ તા.૨૮/૬ના કેમ્‍પનું તાલુકા મથકે આયોજન કરાયું છે. કેમ્‍પમાં ટ્રાન્‍સપોર્ટ વાહનોમાં રીફલેકટીવ ટેપ, સ્‍પીડ ગવર્નર, એચએસઆરપી લગાવેલ હોય એજ વાહનોના ફીટનેશ (સીએફ) રિન્‍યુ કરવામાં આવશે અન્‍યથા ભુજ/ગાંધીધામ કચેરી ખાતે ફિટનેશ (સીએફ) રીન્‍યુ કરાવવા માટે આવવું. રીફલેકટીવ ટેપ, સ્‍પીડ ગર્વનર, એચએસઆરપી લગાવવાની સુવિધા ભુજ/ગાંધીધામ કચેરી ખાતે ઉપલબ્‍ધ હોય પરંતુ કેમ્‍પ સ્‍થળે સુવિધા હાલમાં નથી જેની મોટરીંગ પબ્‍લીકે નોંધ લેવી.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com