Skip to main content

Posts

ઇન્સ્ટાગ્રામમાં 'સ્પીડ લાઇવ' કરવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો

આજકાલ સોશિયલ મીડિયામાં સ્ટંટ શેર કરવાના કારણે મોટાભાગના યુવક દુર્ઘટનાનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં જ હૈદરાબાદના એક યુવકનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે ચાલતી ટ્રેન આગળ સેલ્ફી લેવા માટે સ્ટંટ કરતો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી ફૂલ સ્પીડમાં આવતી ટ્રેને યુવકને હૉસ્પિટલ પહોંચાડી દીધો. સોશિયલ મીડિયા પર શો બાજી કરવાની એક એવી જ ઘટના સામે આવી છે. ગત રાત્રીએ પુનાના પિંપરી વિસ્તારમાં વીસ વર્ષીય એક યુવક ફૂલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર સ્પીડ લાઇવ કરવાના ચક્કરમાં તેની કાર દુર્ઘટનાગ્રસ્ત બની અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. માહિતી અનુસાર, મૃતકનુ નામ શિવમ જાધવ છે. ગત રાત્રીએ શિવમ નશાની હાલતમાં પિંપરીના ગ્રેટ સેપરેટર રોડ પર લગભગ 180ની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. 180ની સ્પીડમાં ગાડી ચલાવવાનો વીડિયો પોતાના મિત્રો સાથે શેર કરવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્પીડ લાઇવ કરી. એવામાં ફૂલ સ્પીડ કાર પરથી તેનું નિયંત્રણ ખોરવાઇ જતાં તેની કાર અથડાઇ ગઇ. આ અકસ્માતમાં શિવમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના સમયે શિવમનો પિતરાઇ ભાઇ પણ તેની સાથે કા...

રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન શરૂ : ૧૬૭ ગામોમાં ઇન્ટરનેટ બંધ

૧૫ મે થી ગુર્જર સમુદાય ફરી બયાનામાં ફરી મહાપંચાયત કરીને અનામત આંદોલનના મંડાણ કરી રહયા છે. તેના લીધે સરકાર અને રેલ્વે એલર્ટ થઇ ગયું છે. રેલ્વેતંત્રએ ગુર્જર આંદોલન ને નીપટાવવા માટે સુરક્ષાબળોને એલર્ટ કરી દીધા છે. સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ આંદોલનને ધ્યાનમાં રાખીને ભરતપુરના સંભાગીય આયુકતે ગુર્જર બાહુલ્ય ૮૦ ગ્રામ પંચાયતોના ૧૬૭ ગામડાઓમાં ઇન્ટરનેટ પર ૧૫ મેના સાંજ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. બીજીબાજુ રાજય સરકાર દ્વારા જીલ્લા કલેકટર સંદેશ નાયકે ગુર્જર નેતા કિશોરીસિંહ બંસેલાને વાર્તાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં ગુર્જર પાંચવાર આંદોલન કરી ચુકયા છે. અને દરેક વખતે કરોડોનું નુકશાન થાય જ છે અને અનેક લોકો મૃત્યુ પામે છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૭માં ૨૯ મેથી ૫ જુન સાત દિવસ ગુર્જરોએ આંદોલન કર્યુ છે. તેમાંથી ૨૦૦ જીલ્લા પ્રભાવિત થયા હતા અને ૩૮ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ૨૩ મેથી ૧૭ જુન ૨૦૦૮ સુધી ૨૭ દિવસ સુધી આંદોલન ચાલ્યુ, ૨૨ જિલ્લાની સાથે ૯ રાજયો પ્રભાવિત થયા અને તેમાં ૩૦ થી વધુના મોત થયા. સરકારી આંકડા મુજબ ગુર્જર અનામત ના કારણે અત્યાર સુધીમાં ૧૪૫ કરોડ રુપિયાની સરકા...

કેરા ગામ ખાતે એક કિશોર વયની યુવતીની લાજ લેવાનો બનાવ બનતા ચકચાર..

ભુજ તાલુકાના કેરા ગામ ખાતે એક કિશોર વયની યુવતીની લાજ  લેવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.જેની જાણ તેણી ના વાલી ને થતા તેના  વાલીએ સામાવાળા ઈસમોને ઠપકો આપવા જતા ઈસમોએ તેમને માર માર્યો હતો.અને તેઓ ઘાયલ થયા હતા. ભોગ બનનાર પીડિતાને સારવાર અર્થે ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મારામારી માં ઘાયલ થયેલ બે વ્યક્તિઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વિગતો પીડિતા ના નિવેદન બાદ સ્પષ્ટ થઈ શકશે.

ભુજના કેમ્પ વિસ્તારમાં છોકરાઓ ના ઝઘડા ને લીધે એક શખ્સનું ખૂન..

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજના કેમ્પ વિસ્તાર, ચાકી ફળીયા માં રહેતા મામદ સુરંગી ઉ.વ. ૪૦ નું પાડોશી એવા રેહાન ઉમર શેખ ઉ.વ. ૨૭ વાળા એ છરી વડે હુમલો કરી ખૂન કરી નાખ્યું છે. સુત્રો માંથી મળતી માહિતી અનુસાર સમગ્ર બાબત એ રીતે ઘટી હતી કે ગત રાત્રે આ બંને પડોસીઓ ના છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડો પરિવારો વચ્ચે પહોચ્યો હતો અને ત્યાર બાદ આ સમગ્ર મામલો થાળે પણ પડી ગયેલ હતો.  આજે એટલે કે તા. ૪-૫-૨૦૧૮ ના સાંજના છ વાગ્યાના અરસામાં ફરી આ જ બાબરે મૃતક મામદ અને રેહાન ઉમર શેખ વચ્ચે ઝઘડો થતા રેહાને ઉશ્કેરાઈ જઈ ને છરી વડે મામદ સુરંગી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલા ને લીધે મામદ સુરંગી ને તુરંત જ જી.કે. જનરલ ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભચાઉ તાલુકાના લાકડીયા નજીક બે બાઈકચાલક યુવકોના અકસ્માતમાં કરુણ મોત..

સૂત્રો માંથી જાણવા મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના લાકડીયા નજીક આજે સવારે સર્જાયેલાં માર્ગ અકસ્માતમાં બે બાઈકચાલક યુવકોના કરુણ મોત નીપજ્યાં હતા. જાણવા મળતી વિગતો અનુસાર મૃતક યુવકો બાઈક પર જતા હતા ત્યારે એક ટ્રેલર જેવા ભારેખમ વાહનની ટક્કર લાગતાં બંને યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

તત્કાલીન DYSP મનોજ નીનામાને ભુજની કોર્ટે ૧ વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકારતા સનસનાટી..

ભુજના ફરિયાદી શખ્સ મોહમ્મદ ઈસ્માઈલને ભુજની સીટી પોલીસ મથકે સતત બે દિવસ બોલાવીને ઢોર મારવા સબબ તત્કાલીન DYSP અને હાલે ગુપ્તચાર વિભાગ અમદાવાદનાં SP તરીકે કામ કરતા મનોજ નીનામાને ભુજની કોર્ટે ૧ વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકારતા સનસનાટી મચી ગઈ છે. કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૦૧માં પ્રતાપસિંહ જાડેજા અને ચમન ગોર નામના બંને લોકોએ જમીન વહેચવા સંદર્ભે જાહેરાત આપી હતી. તેની સામે આ કેસનાં ફરિયાદી મોહમ્મદ ઈસ્માઈલે વાંધો લીધો હતો. આ વાંધો પાછો ખેચવા માટે ફરિયાદી ઉપર દબાણ લાવી માર મારતા IPCની કલમ ૩૨૩ હેઠળ નીનામાને દોષિત માનીને એક વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ ભુજની ચીફ કોર્ટમાં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ વી.ડી.મોઢ સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો અને ફરિયાદી પક્ષે હેમસિંહ ચૌધરી રહ્યા હતા. મનોજ નીનામા વર્ષ ૨૦૦૭માં IPS તરીકે નોમીનેટ થયા હતા. ભૂતકાળમાં નીનામાને PSI ભરતીનાં કૌભાડમાં સસ્પેન્ડ કરાયા હતા.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blo...

ફેસબુક પર દલિત સમાજ વિરુધ અભદ્ર ટીપ્પણીના વિરોધમાં આજે કચ્છ ખાતે ઉગ્ર વિરોધ..

ફેસબુક પર મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ વિશે અભદ્ર ટીપ્પણી કરવાના મામલા મુદે આજે ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે દલિત સમાજના લોકોએ કર્યો ચક્કાજામ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ટોળાને વિખેરી નાખ્યું હતું. આ ઘટના ને પગલે કચ્છમાં ઠેરઠેર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત અને 100 થી વધુ દલિત સમાજના કાર્યકરોને ડીટેઈન કરાયા.  ભુજ ના જ્યુબિલી સર્કલ ખાતે પણ ચક્કાજામ કરાયો હતો જેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. દલિતોએ રોડ પર સુઈ જઈને વિરોધ દર્શાવ્યો હતો. આ ચક્કાજામને પગલે એક કિલોમીટર સુધી થયો ટ્રાફીક જામ સર્જાયો હતો. તો બીજી બાજુ આ વિરોધ ને પગલે 4 જેટલી એમ્બ્યુલન્સ અટવાઈ હતી જેથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com