Skip to main content

Posts

ભુજમાં 18 વર્ષની દીકરીએ પીટીસીની પરીક્ષામાં નાપાસ થવાની બીકે ગળેફાંસો ખાધો..

પરીક્ષાનો ભય આજકાલ ખુબ જ ચિંતાનો વિષય બની ગયેલ છે. હમણાં જ પરીક્ષાનો માહોલ પૂરો થયો ને એમાં તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં તેના પેપર નબળાં જતાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો છે. મૃતક કલ્પના સુદેશ સેંઘાણીયાનું સપનું હતું કે પોતાના પિતાની જેમ જ શિક્ષક બને જેથી તે મુંદરાની હોસ્ટેલમાં રહી પીટીસીનો અભ્યાસ કરતી હતી. તેના પિતા અંજારમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. હાલ માં જ કલ્પનાની પરીક્ષા પૂરી થતા તે તેના મામાના ઘરે ભુજના વાલદાસનગર ખાતે આવી હતી. પરીક્ષામાં નબળા પેપર ગયા હોવાના ડરને લીધે આ યુવતી સતત ભયમાં હતી જેથી તેણે ગત રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં તેના મામા ના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે મૃતક યુવતીના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયાં છે. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email...

એટ્રોસિટીની ફરિયાદોમાં મંજૂરી વિના આરોપીની અટકાયત ન કરવા પરિપત્ર..

સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે એટ્રોસિટી એક્ટની હળવી થયેલી જોગવાઈઓનો અમલ ગુજરાતમાં થઈ ચૂક્યો છે. રાજ્યમાં એક પછી એક તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો પોતાના તાબા હેઠળના પોલીસસ્ટેશનોમાં એટ્રોસિટીની ફરિયાદોમાં મંજૂરી વગર આરોપીની અટકાયત ન કરવા પરિપત્રો કરી રહ્યા છે. ભરૂચ પોલીસ અધિક્ષક સંદીપસિંહે પોતાના જિલ્લાના તમામ થાણા અધિકારીઓને એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપીઓની અટકાયતની કાર્યવાહીને લઈને પરિપત્ર દ્વારા આદેશો કર્યા છે. જેમાં ૨૦મી માર્ચે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને એટ્રોસિટી એક્ટ હેઠળની કાર્યવાહીમાં નિર્દોષ નાગરિકોની સંડોવણી ન થાય તે માટે આવી ફરિયાદોમાં પહેલાં તો ૭ દિવસની સમય- મર્યાદામાં પ્રાથમિક ઇન્કવાયરી પૂર્ણ કર્યા બાદ જ આગળ વધવા કહેવાયું છે. એટલું જ નહીં એટ્રોસિટીના ગુનામાં કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આવી વ્યક્તિ જાહેર સેવક (સરકારી અધિકારી કે કર્મચારી) હોય તો તને નોકરી આપનાર સત્તા પરવાનગી આપે પછી જ અટકાયત કરવાની રહેશે. આરોપી જાહેર સેવક ન હોય તો પણ તપાસકર્તા અધિકારીએ બાકાયદા દરખાસ્ત કરીને મંજૂરી મેળવવી પડશે. આવી દરખાસ્ત મળ્યા પછી જ આરોપીની અટકાયત થઈ શકશે. ...

20 કરોડના ખર્ચે નર્મદા જિલ્લામાં બનશે ટાઇગર સફારી : સરકારે આપી મંજૂરી..

ગુજરાતમા પ્રથમવાર ટાયગર સફારી બનવા જઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે વાઘ જોવા પણ મળશે. કારણકે સરકારે ટાઇગર સફારીની મંજૂરી આપી છે.  એક વર્ષની રજૂઆત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક તિલકવાડા તાલુકાના કાકડીયાના વન વિસ્તારમાં ટાઇગર સફારી બનાવવામાં આવશે. અહીંયા 78 હેકટર વિસ્તારમાં આ સફારી પાર્ક બનશે. 34 હેકટરમાં માત્ર વાઘનું નિવાસ્થાન હશે. વાઘ બહાર ન આવી જાય તે માટે ફેસીંગ ઉભી કરાશે.સમગ્ર વિસ્તારને લોખંડની 6 મીટર ઉંચી મજબુત ફેંસીગ ઉભી કરાશે.  નોઈઝ પોલ્યુશનથી દુર રહેવા સફારીમાં ઈ-કારની સુવિધા કરાશે. સમગ્ર પ્રોજેકટને વર્ષ 2022 સુધી $ 20 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. ઘનિષ્ઠ સર્વે બાદ વાઘ માટે સાનુકૂળ વાતાવરણ હોવાનું પ્રસ્થાપિત થયા બાદ સરકારે મંજૂરીની મહોર મારી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhja...

કચ્છનાં ક્રીક એરિયામાં BSF દ્વારા મેગા સર્ચ ઓપરેશન : મળી ત્રીજી સફળતા..

કચ્છનાં ક્રીક એરિયામાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કરવામાં આવી રહેલા મેગા સર્ચ ઓપરેશનને ત્રીજી સફળતા મળી છે. મધરાતે બીએસએફએ ક્રિકમાં ભારતીય વિસ્તારમાંથી વધુ એક નાપાક બોટને ઝડપી પાડી હતી. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) ક્ચ્છ ના સરક્રીક તથા તેની આસપાસનાં ભારતીય જળ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા બુધવાર સાંજથી જ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સાંજે છ વાગ્યાના અરસામાં એક બોટ તથા પાકિસ્તાની ઘૂસણખોર મળી આવ્યો હતો. ત્યારબાદ બીજી એક બોટને ઝડપી લેવામાં આવી હતી. બે બોટને ઝડપી લીધા પછી પણ બીએસએફ દ્વારા રાતે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. જેમાં  રાતે બે વાગે ક્રિકમાં પોતાની નાવ લેવા માટે જેવા પાકિસ્તાનીઓ ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ ક્રિકમાં છુપાઈને બેઠેલા ભારતીય જવાનોને તેમને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નાપાક તત્વો તેમના પાકિસ્તાનની બોર્ડરથી સાવ નજીક હોવાને કારણે તેઓ બોટ મૂકીને સરકી જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ બીએસએફ દ્વારા તેમની બોટને ઝડપી લેવામાં આવી હતી. અત્યાર સુધી સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ અને એક શખ્સને ઝડપી લે...

ભુજમાં મોડી રાત્રે રાજગોર યુવાન પર જીવલેણ હુમલો..

પ્રાપ્ત માહિતી અનુસાર , ભુજના સરપટ નાકા વિસ્તારમાં પ્રકાશ શાંતિલાલ રાજગોર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.તેની પર  4 થી 6 જેટલા ઈસમોએ ગળા સહિતના ભાગ પર તીક્ષણ હથિયારોના ઘા વડે જીવલેણ હુમલો કર્યો હતો.હુમલો કર્યા બાદ  હુમલાખોરો નાસી છૂટ્યા હતા.હુમલામાં અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઘટના ને પગલે રાજગોર સમાજના લોકો હોસ્પિટલમાં  દોડી આવ્યા હતા. ઘટના ની જાણ થતાં , જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી , LCB, SOG ,એ ડિવિઝન , બી ડિવિઝન પી.આઇ , બોર્ડર વિંગ , હોમઞાડૅના  જવાનો નો કાફલો જી.કે.જનરલ હોસ્પિટલ માં દોડી ગયો હતો.અને  સમગ્ર ઘટનાનો  તાગ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો બીજીતરફ અફવા અને ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા બંદોબસ્તના ભાગરૂપે સરપટ ગેટ સહિત હોસ્પિટલ મધ્યે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર , બે માસ અગાઉ થયેલા ડખ્ખાની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.આ હુમલો સમા અટક સાથે સંકળાયેલા મુસ્લિમ યુવાનો દ્વારા કરાયા હોવાનું હોસ્પિટલમાં ચર્ચા માં રહ્યું હતું. અહેવાલ - કૌશિક...

ઇન્ટરનેટની શોધ મહાભારત કાળમાં થઈ હતી : વિપ્લવ દેવ

ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે જણાવ્યું હતું કે લાખો વર્ષો પહેલાં ઇન્ટરનેટની શોધ ભારતમાં થઈ હતી. તેમણે જણાવ્યું કે મહાભારતના સમયગાળા દરમિયાન માત્ર ઇન્ટરનેટ જ નહીં પણ દેશમાં ઉપગ્રહો પણ હતા. ત્રિપુરામાં એક વર્કશોપને સંબોધતા વિપ્લવ દેવે કહ્યું હતું, "આ એવો દેશ છે જ્યાં મહાભારતમાં સંજયે બેઠાં-બેઠાં યુદ્ધમાં શું થઈ રહ્યું હતું તે ધૃતરાષ્ટ્રને વર્ણવતા હતા. આનો અર્થ શું છે? એ જમાનામાં ટેકનોલોજી હતી, ઇન્ટરનેટ હતું, ઉપગ્રહ હતા. નહીં તો સંજયની આંખોથી કેવી રીતે જોઈ શકાય?" તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ નહીં પરંતુ ભારતે ઇન્ટરનેટની શોધ કરી છે. તેમણે જણાવ્યું હતું, "તેનો અર્થ એ છે કે તે સમયે ટેકનોલોજી હતી. વચ્ચે શું બન્યું, ન બન્યું, ઘણું બદલાઈ ગયું. પરંતુ તે સમયે આ દેશમાં ટેકનોલોજી હતી. લાખો વર્ષો પહેલાં આ શોધ થઈ ગઈ છે." મુખ્યમંત્રીના આ નિવેદનની ઘણા લોકો સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યાં છે. એક ફેસબુક યુઝરે આ વાતને સદીના બ્રેકિંગ ન્યૂઝ કહ્યા છે. ઇબે ગુનાએ લખ્યું છે, "આ સદીના બ્રેકિંગ ન્યૂઝ છે: ઇન્ટરનેટની અને ઉપગ્રહની શોધ હમણાં થઈ નથી, લાખો વર્ષ પહે...

વ્હોટ્સએપએ યુઝર્સને આપી વધુ એક ભેટ, લોન્ચ કર્યું આ શાનદાર ફીચર.

દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતું મેસેજિંગ એપ Whatsappએ યુઝર્સને વધુ એક ભેટ આપી છે. આ ફીચર દ્વારા યુઝર્સ ફોન સ્ટોરેજ માંથી ડિલિટ કરેલી મીડિયા ફાઈલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકશે. WABetaInfoની રીપોર્ટ અનુસાર આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને નવા અપડેટ સાથે મળવા લાગશે. આ ફીચર યુઝર્સને WhatsAppના એન્ડ્રોઈડ અપડેટ 2.18.113માં મળશે. અત્યાર સુધીમાં દરેક યુઝર્સને આ અપડેટ મળી નથી. જો તમને પણ અપડેટ નથી મળ્યું તો થોડી રાહ જોવી પડશે. એન્ડ્રોઈડ યુઝરને આ સુવિધા જલદી મળશે પરંતુ આ ફીચરનો લાભ લેવા માટે એપલ યુઝર્સને હજુ થોડી વધારે રાહ જોવી પડશે. સૌથી પહેલા પોતાની એપ્લિકેશનને અપડેટ કરો. હવે વોટ્સએપના સેટિંગ્સમાં જઈને નીચે આવતાં હેલ્પ ઓપ્શનને સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કરતાં જ નવા ઓપ્શન સામે આવશે. હવે એપ ઈન્ફો પર ક્લિક કરો. અહિ ક્લિક કરીને તમે જોઈ શકો છો કે તમે વોટ્સએપનું કયું વર્ઝન વાપરો છો. નવા ફીચર અનુસાર, જો તમે વોટ્સએપ ફોલ્ડરથી કોઈપણ તસવીર, વિડીયો, વોઈસ મેસેજ જેવા ડિલિટ કરી છે, તો પણ આ ફાઈલ્સને ફરીથી ડાઉનલોડ કરી શકશો. યુઝર્સ ત્રણ મહિના જૂની ફાઈલને પણ વોટ્સએપના સર્વર...