Skip to main content

Posts

નર્સિંગસ્ટાફ દ્વારા કલેકટરને આવેદન...

નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ સ્ટુડન્ટસ દ્વારા આજે વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને નર્સિંગ સ્ટાફને મળવા પાત્ર પગાર અને સુવિધા સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ મળે તેવી માંગણી કરી હતી.તેમના જણાવ્યા અનુસાર, નર્સિંગ સ્ટાફને ઓછામાં ઓછો 20,000 પગાર મળવો જોઈએ , રહેવા જમવાની સુવિધા , પરિવહન ની સુવિધા , પ્રસુતિ વખતે 6 માસની પગાર સાથે રજા ,કામના કલાકો નિયત કરવા , સ્ટાઈપેડ માં વધારો,અને સ્ટાફનું શોષણ થતું બંધ કરવામાં આવે તેવી તેમણે કલેકટર સમક્ષ માંગણી કરી હતી.અને જો આ માંગો નહિ સંતોષાય તો આવતા મહીને ગુજરાતના તમામ સ્ટાફ નર્સો હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવસે. Advertisement

સંસદ ઠપ કરવાના વિરોદ્ધમાં ભાજપના પ્રતિક ઉપવાસ...

જિલ્લા મથક ભુજમાં આજે કચ્છ - મોરબીના સાંસદ શ્રી વિનોદ ભાઈ ચાવડાએ કોંગ્રેસ દ્વારા સંસદ ના બંને ગૃહ ઠપ્પ કરવાના વિરોધ માં ભુજ ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કર્યા હતા.સાંસદે જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લાં કેટલાંક સમયથી સમાજ ના વિવિધ વર્ગોને યેનેકેન રીતે ભડકાવી દેશને વર્ગવિગ્રહની આગમાં ધકેલીને રાજકીય  લાભ ખાટી લેવાના મલિન ઈરાદા સાથેની હિન કક્ષાની રાજનીતિ રમે છે. તેમજ લાંબા ગાળા સુધી સંસદના બંને ગૃહોને ના ચાલવા દઈને લોકશાહીનું નીચાજોણું કર્યું છે. કોંગ્રેસના આ બદઈરાદાઓને ખુલ્લાં પાડવા સાંસદ વિનોદ ચાવડાએ આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે સવારે 11થી 5 વાગ્યા સુધીના પ્રતીક અનશન કર્યા હતા.અનશન કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. Advertise

ભાજપ સરકારના વિરુદ્ધમાં કોંગ્રેસનો વિરોધ...

રાષ્ટ્રીય સ્તરે જોવા મળતા વિરોધ ની અસર આજે ભુજમાં પણ જોવા મળી હતી. જિલ્લા મથક ભુજમાં આજે ભાજપની સરકાર ના વિરોધમાં કોંગ્રેસે પણ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.એક તરફ,ભુજના જ્યુબિલી સર્કલ પાસે ભાજપના સાંસદે ધરણા કર્યા છે.તેની વિરુદ્ધ ભુજના ઇન્દ્રાબાઈ પાર્ક પાસે જિલ્લા કોંગ્રેસે ભાજપની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.પાણીની સમસ્યા,રોજગારીની સમસ્યા,મોંઘવારી,ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમણે સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.અને ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવેલા ધરણા ને હાઈટેક ધરણા ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.આ વિરોધ પ્રદર્શન માં જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ,પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા... Advertise

ગુજરાતમાં ૧૪ એપ્રિલના રોજ કચ્છ સામખિયાળી હાઈવે ચક્કાજામ કરી દેવાશે : જીગ્નેશ મેવાણી

ગુજરાતમાં વડગામ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી એ ૧૪ એપ્રિલના રોજ કચ્છ-સામખીયાળી હાઈવે ચક્કાજામ કાર્યક્રમને સફળ બનાવવા કચ્છની મુલાકાત લીધી હતી. દેશભરમાં એસ.સી/એસ.ટી કાયદાના બદલાવને લઈને આપવામાં આવેલા ભારત બંધના દિવસે જ જીગ્નેશ મેવાણીએ ૧૪ એપ્રિલના રોજ કચ્છ-સામખીયાળી હાઈવે ચક્કાજામ કાર્યક્રમ આપવાનું એલાન કર્યું હતું. આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે જો સરકાર આ અંગે વટહુકમ બહાર નહીં પાડે તો આ ચક્કાજામનો કાર્યક્રમ ચાલુ જ રહેશે. જીગ્નેશ મેવાણી એ વધુમાં કહ્યું કે, સુપ્રિમ કોર્ટના આ વલણની હું સખત ટીકા કરુ છુ. સુપ્રિમ કોર્ટનું આ વલણ એક રીતે દલિતો અને આદિવાસીઓ પર "જ્યુડિશીયલ એટ્રોસિટી" સમાન છે. અમારી માંગણી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જેમ શાહબાનો કેસની ઓર્ડિન્સ લાવવામાં આવ્યો હતો એવી જ રીતે, આ કેસમાં પણ કેન્દ્ર સરકાર ઓર્ડિનન્સ લાવી સુપ્રિમ કોર્ટના ચુકાદાને રદબાતલ જાહેર કરે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ દલિત અધિકાર મંચના નેજા હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદ્દારો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ આંદોલનમાં જીગ્નેશ મેવાણી એ કોંગ્રેસ નેતા અલ...

ભારતની સૌથી ઝડપી ટ્રેનને લીલી ઝંડી આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ..

રશિયા - ચીન - જર્મની - સ્વિડન સહિતના દેશોની હરોળમાં ભારત આવી ગયો.. ભારતીય રેલવેનું એન્જિન હવે ઘણુ શકિતશાળી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ બિહારના મધેપુરમાં રેલવે એન્જિન કારખાના ખાતેથી દેશનું પહેલુ ૧૨ હજાર હોર્સપાવરનું ઇલેકટ્રીક લોકોમોટિવને રવાના કર્યું છે. ૧૨ હજાર હોર્સપાવરના ઇલેકટ્રીક લોકોમોટિવ સાથે ભારતીય રેલવે હવે રશિયા, ચીન, જર્મની અને સ્વિડન સહિત તે દેશોની યાદીમાં સામેલ થઇ જાશે કે જેમની પાસે ૧૨ હજાર હોર્સપાવર અથવા તેનાથી વધુ ક્ષમતાવાળુ ઇલેકટ્રીક રેલવે એન્જિન છે. હાલમાં ભારતીય રેલવેની પાસે અત્યાર સુધી સૌથી વધુ ક્ષમતાવાળુ ૬૦૦૦ હોર્સપાવરનું રેલવે એન્જિન રહ્યું છે. પ્રતિ કલાક મહત્તમ ૧૧૦ કિલોમીટરની ગતિથી માલવહન કરવામાં સક્ષમ રેલવે એન્જિન માલગાડીઓની ગતિ અને લોડિંગ કેપેસીટીની ક્ષમતામાં સુધારો થશે. ફ્રાંસની કંપની અલ્સટોમના રોકાણની સાથે સંયુકત સાહસથી મધેપુર કારખાનુ બન્યું છે. ૨૦ હજાર કરોડ રૂપિયાની આ પ્રોજેકટ હેઠળ ૧૧ વર્ષોના ગાળામાં ૧૨ હજાર હોર્સપાવરના ૮૦૦ રેલવે એન્જિન બનવાની આશા છે. ૮૦૦ રેલવે એન્જિન બનાવવા ઉપરાંત મધેપુરમાં કારખાનું સ્થાપિત કરવા અને સહારનપુર અને ન...

દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી આજે ભુજમાં ...

દલિત આગેવાન  જિજ્ઞેશ મેવાણી આજે કચ્છની મુલાકાતે આવ્યાં હતા. બપોરે ભુજ આવી પહોંચેલા જીજ્ઞેશ મેવાણીએ જમીનનો કબ્જો ના મળતાં કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર ઉતરેલાં રાપરના દલિત સભાસદો ની છાવણીની મુલાકાત લીધી હતી અને જમીનનો કબ્જો ન મળવા અંગે દલિત ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. ક્ચ્છ માં સરકારી જમીનની દલિતોને ફાળવણી થઈ ગઈ હોવા છતાં દલિતોને 35 વર્ષથી જમીનનો કબ્જો ના મળતો હોવા મુદ્દે આગામી 14મી એપ્રિલે મેવાણીએ સામખિયાળી હાઈવે પર ચક્કાજામનું એલાન આપ્યું છે.  જો 13 એપ્રિલ સુધીમાં વહીવટીતંત્ર જમીનનો કબ્જો સોંપવામાં નિષફળ નીવડે તો 14 એપ્રિલે ક્ચ્છ ના પ્રવેશદ્વાર સમાં સામખીયાળી હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવશે. જેના  સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો સાથે તેમણે બેઠક યોજી ભાવિ આંદોલનને સફળ બનાવવા અંગે ચર્ચા પણ કરી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twit...

બિહારમાં ધમાલ : આરામાં પથ્થરમારો આગજની : ૧૪૪ કલમ લાગુ, ભિંડ - મુરૈનામાં કર્ફયુ..

તંત્ર એલર્ટઃ બિહારના સંખ્યાબંધ ભાગોમાં ફાયરીંગના અહેવાલો : દેશભરમાં એલર્ટ જોકે બંધની અસર દેશભરમાં જોવા મળી નથીઃ યુપી - મધ્યપ્રદેશ - રાજસ્થાનમાં શાંતિપૂર્ણ દેખાવો દેશભરમાં સોશ્યલ મીડિયા પર અફવા તરીકે સોમવારના રોજ ભારત બંધનું આહ્વાની અસર હવે રસ્તા પર પણ દેખાય રહી છે. જો કે આખા દેશમાં તેની અસર જોવા મળી નથી. પરંતુ બિહારના કેટલાંક જિલ્લાઓમાંથી ભારત બંધ દરમ્યાન પ્રદર્શન અને આગચંપીના સમાચાર છે. આરામાં રાજગીરથી દિલ્હી આવી રહેલ શ્રમજીવી એકસપ્રેસને પ્રદર્શનકારીઓએ રોકી દીધી. આ સિવાય બીજી કેટલીય જગ્યાએથી પણ ટ્રેનોને રોકવાના સમાચાર છે. ટીવી રિપોર્ટસના મતે આરામાં અનામત સમર્થક અને વિરોધીઓની વચ્ચે ઝપાઝપી પણ થઇ અને ફાયરિંગના સમાચાર પણ આવી રહ્યાં છે. ૬ થી ૭ પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર પણ છે. આ સિવાય આરા-બકસર રોડ પર પણ પ્રદર્શનકારીઓ છે અને વાહનોની અવરજવર ઠપ્પ કરી દીધી છે.  હિંસા બાદ આરામાં ૧૪૪ કલમ લાગૂ કરી દેવાઇ છે. અનામત વિરોધી ભારત બંધ કહેવાતા આ પ્રદર્શનમાં સામેલ કેટલાંક યુવકોના ગ્રૂપે બિહારના ભોજપુરમાં રસ્તો જામ કરી દીધો અને કેટલાંય સ્થળોએ આગચાંપીના સમાચાર પણ છે. આ સિવાય કૈમૂર જિલ...