Skip to main content

બિહારમાં ધમાલ : આરામાં પથ્થરમારો આગજની : ૧૪૪ કલમ લાગુ, ભિંડ - મુરૈનામાં કર્ફયુ..


તંત્ર એલર્ટઃ બિહારના સંખ્યાબંધ ભાગોમાં ફાયરીંગના અહેવાલો : દેશભરમાં એલર્ટ


જોકે બંધની અસર દેશભરમાં જોવા મળી નથીઃ યુપી - મધ્યપ્રદેશ - રાજસ્થાનમાં શાંતિપૂર્ણ દેખાવો



દેશભરમાં સોશ્યલ મીડિયા પર અફવા તરીકે સોમવારના રોજ ભારત બંધનું આહ્વાની અસર હવે રસ્તા પર પણ દેખાય રહી છે. જો કે આખા દેશમાં તેની અસર જોવા મળી નથી. પરંતુ બિહારના કેટલાંક જિલ્લાઓમાંથી ભારત બંધ દરમ્યાન પ્રદર્શન અને આગચંપીના સમાચાર છે. આરામાં રાજગીરથી દિલ્હી આવી રહેલ શ્રમજીવી એકસપ્રેસને પ્રદર્શનકારીઓએ રોકી દીધી. આ સિવાય બીજી કેટલીય જગ્યાએથી પણ ટ્રેનોને રોકવાના સમાચાર છે. ટીવી રિપોર્ટસના મતે આરામાં અનામત સમર્થક અને વિરોધીઓની વચ્ચે ઝપાઝપી પણ થઇ અને ફાયરિંગના સમાચાર પણ આવી રહ્યાં છે. ૬ થી ૭ પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર પણ છે. આ સિવાય આરા-બકસર રોડ પર પણ પ્રદર્શનકારીઓ છે અને વાહનોની અવરજવર ઠપ્પ કરી દીધી છે. 

હિંસા બાદ આરામાં ૧૪૪ કલમ લાગૂ કરી દેવાઇ છે. અનામત વિરોધી ભારત બંધ કહેવાતા આ પ્રદર્શનમાં સામેલ કેટલાંક યુવકોના ગ્રૂપે બિહારના ભોજપુરમાં રસ્તો જામ કરી દીધો અને કેટલાંય સ્થળોએ આગચાંપીના સમાચાર પણ છે. આ સિવાય કૈમૂર જિલ્લામાં નેશનલ હાઇવે ૨૧૯ પર પણ પ્રદર્શનકારી યુવકોએ અનામત વિરોધી સૂત્રોચ્ચાર કરતા નેશનલ હાઇવે જામ કરી દેવાયો. મુઝફફરપુરમાં પટના હાઇવેને બ્લોક કર્યાના સમાચાર છે. આ બધાની વચ્ચે ભારત બંધમાં હિંસાની આશંકાએ દરભંગાની લલિત નારાયણ મિશ્રા યુનિવર્સિટીમાં બીએની પરીક્ષાને રદ્દ કરી દેવાઇ છે. તદઉપરાંત યુપી, મધ્યપ્રદેશ, અને રાજસ્થાનના કેટલાંક શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનના સમાચાર છે પરંતુ કયાંય ભારત બંધની કોઇ ખાસ અસર જોવા મળી નથી. જો કે મથુરામાં બજાર બંધ છે જયારે મેરઠ, મુઝફફરનગર, અને સહારનપુરમાં બંધની ખાસ અસર જોવા મળતી નથી. મધ્યપ્રદેશના ભિંડ, મુરૈના, અને ગ્વાલિયરમાં મોબાઇલ ઇન્ટરનેટને બંધ કરી દેવાયું છે. ભિંડ અને મુરૈનામાં કફર્યુના લીધે બજાર બંધ છે. મધ્યપ્રદેશના ભોપાલ, રાજસ્થાનના જયપુર અને ભરતપુર અને ઉત્તરાખંડના નૈનીતાલમાં ૧૪૪ કલમ લાગૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એકટમાં ફેરફાર કરતાં એસસી-એસટી એકટમાં તત્કાલ ધરપકડ કરવી ના જોઇએ.

આ એકટના અંતર્ગત નોંધાતા કેસોમાં આગોતરા જામીન મળે. પોલીસે ૭ દિવસમાં તપાસ કરવી જોઇએ. સરકારી અધિકારીની ધરપકડ અપોઇન્ટિંગ ઓથોરિટીની મંજૂરી વગર કરી શકાય નહીં. આ એકટમાં સુધારો કરતાં દેશભરના દલિતોમાં આક્રોશ ફાટી નીકળ્યો અને તેના વિરૂદ્ઘમાં ૨ એપ્રિલના રોજ ભારત બંધનું એલાન કર્યું હતું. તેમાં ૧૨ રાજયોમાં સૌથી વધુ અસર જોવા મળી અને હિંસામાં ૧૫ લોકોના મોત થયા હતા. ગૃહ મંત્રાલયે ગઇકાલે દરેક રાજયોને એડવાઇઝરી જાહેર કરી હતી. તેના રાજયોમાં ડીએમ અને એસપીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને બંધ દરમ્યાન સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બંધ કોઇ સંગઠન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યુ નથી. પરંતુ ર એપ્રિલ બાદ સતત સોશીયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા સંદેશો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv