Skip to main content

Posts

ફિલ્મી ઢબે પીછો કરી રાપર પોલીસે દારૂ પકડ્યો

રાપર પોલીસે બુટલેગર ની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો , આરોપી ફરાર પણ સાડા છ લાખનો મુદામાલ કબ્જે રાપર માં પી આઈ વી.પી.જાડેજા ને મળેલ બાતમી ના આધારે રાપર તાલુકા ના નંદાસર ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બ્લેક કલર ની નવી શિફ્ટ g.j.12.da 9368 નંબર ની નવી ગાડી નીકળતા તેને ઉભી રાખતા આરોપી એ ભગાવી મૂકી હતી ત્યારે બાદ ફિલ્મી ઢબે તેનો પીછો 6 કિલો મીટર કરી  જે ગાડી રાપર ના સમવાસ માં એક ગલી માં ફસાઈ ગઈ હતી જેમાં આરોપી નિર્મલસિંહ.ઉર્ફે.નિરુભા રઘુભા.નાસી ગયો હતો જે ગાડી ની તલાસી લેતા તેમાંથી .1440.ક્વાર્ટર અને 1 પેટી બિયર ના 24 નંગ મળી 1.44000 હજાર ના કવાંટરિયા અને 2400 ની બિયર ની એક પેટી અને 5.લાખ ની નવી શિફ્ટ ગાડી સહિત નો કુલ 6.46400 નો મુદામાલ ઝડપી પાડ્યો હતી.સમગ્ર દારોડા માં રાપર પીઆઇ વી.પી.જાડેજા રાપર psi. પી.એસ.નાંદોલિયા.રમેશભાઈ.દેસાઈ .તાલિબાભાઈ.મલાવત.ખીમજીભાઈ.આહીર.વિસનુદાન.ગઢવી.દિનેશ.ગોહિલ. વગેરે કામગીરી માં જોડાયા હતા

રાજસ્થાનનો દારૂ પાટણમાં પકડાયો : આર.આર.સેલ ક.બો.રેન્જ

આર.આર.સેલ કચ્છ બોર્ડર રેન્જે પાટણથી દારૂ પકડ્યો ( કચ્છ બોર્ડર રેન્જ આર.આર સેલ ની ટીમ , પકડાયેલ આરોપી અને દારૂ સાથે ) કચ્છ બોર્ડર રેન્જ ની આર.આર.સેલે પાટણથી ચાણસ્મા રોડ પદ્મનાથ ચોકડી પાસે ટાટા સુમો જીજે ૧૬ વાય ૯૫૨૩ માં દારૂ લઈ જતા સલીમખાન ભુરેખાન મલિક રહે. વડાવલી મસ્જીદ પાસે તાલુકો ચાણસ્મા ને પકડી પાડ્યો છે , સલીમખાન ને દારૂ આપનાર રણજિત રહે. બદગામ રાજસ્થાન અને આજી ઉર્ફે બકરી રહે. ચંદરોડા તાલુકો બેચરાજી તથા રમેશ હમીરજી ઠાકોર રહે.વડાવલી તાલુકો ચાણસ્મા વિરુદ્ધ પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. દારૂ પેટી 22 અને કુલ્લ 506 નંગ બોટલ કિંમત 123500, મોબાઈલ 1500 , ગાડી 200000, 3550 રોકડ , એમ કુલ્લ 328550 નો મુદામાલ કબ્જે કરાયો છે. આ કાર્યવાહીમાં કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ , રબારી  સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો   આ પણ વાંચો :  Breaking ભચાઉ ભાડાના પૂર્વ ચેરમેનના ધર્મપત્નીનું અકસ્માતમાં અવસાન સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના રેલ્વે ટ્રેક પર ભાડાનાં પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોરના ધર્મપત્ની ટ્રેનની હડફેટે આવ...

ભુજ અમન નગર ચાર રસ્તા પાસે ચાર જુગારીઓ પકડાયા

ભુજ શહેરની ભાગોળે આવેલા અમન નગર ચાર રસ્તા પાસે જાહેરમાં  જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જાહેરમાં ધાણીપાસાનો હાર જીતનો જુગાર રમતા (૧) અસલમ અબ્દુલ લાખા (૨) સતાર અબ્દુલ રજાક મેમણ (૩) ઈરફાન રજાક સમેજા (૪) વહાબ જુસબ મેમણ નામના આરોપીઓને પોલીસે રોકડ ૧૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમવાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિંદુની માતા માટે મુસ્લિમે કર્યા ઉપવાસ

🖋 મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી હિન્દૂ સમાજ દ્વારા ગૌ માતાની રક્ષા કાજે અવારનવાર આંદોલનો , ઉપવાસ , રેલી નું આયોજન કરીને ગૌ માતા વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે.પરંતુ જિલ્લા મથક ભુજમાં એક અલગ જ ઘટના બનવા પામી છે.એક મુસ્લિમ યુવક દ્વારા ગાય માતા ની રક્ષા કાજે અને ગાયોને વેઠવી પડતી મુશ્કેલી અંગે  સદભાવના ભૂખ હડતાળ યોજવામાં આવી હતી.નખત્રાણા તાલુકાના લુડબાય ગામના વતની અને માલધારી એવા શ્રી જબ્બાર એચ.જત દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે 48 કલાકના પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા.જબ્બાર ભાઈ નો પ્રતિક ઉપવાસ કરવાનો હેતુ જગતમાં જે ગાયો દુઃખી છે તેની માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને તેની માટે તેમણે તંત્ર સમક્ષ અમુક માંગણીઓ પણ રજૂ કરી છે. (૧) ક્ચ્છ ના દરેક તાલુકામાં ગૌ અભયારણ્ય બને  (૨) દરેક ખેડૂત બે બળદ પાળે.  ‎(૩)બળદની ખરીદીમાં સરકાર સબસીડી આપે  ‎(૪)ગૌ -શાળાઓનો ૫૦% ખર્ચ સરકાર ઉપાડે.  ‎(૫) ગૌમૂત્ર અને છાણીયા ખાતરની સરકાર ખરીદી કરે.  ‎(૬)રખડતી ગાયો માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરે ...

ખાણ માલિક ઉપર બે બુકાનીધારીનો હુમલો

🖋 ખાણ માલિક અરજણ આહીર ઉપર બે બુકાનીધારીનો હિંસક હુમલો   ભુજ માંડવી રોડ ઉપર , દહીંસરા અને સરલી ગામ પાસે આવેલ કિસ્મત સ્ટોન નામે પથ્થરની ખાણ ધરાવતાં   41 વર્ષિય  અરજણભાઈ દુધાભાઈ બકુત્રા (આહીર) તેમની ખાણ પર બનાવેલાં રૂમમાં રાતે નવ વાગ્યાના અરસામાં હતા ત્યારે હાથમાં દેશી તમંચા અને છરી સાથે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બને બુકાનીધારીઓ  અરજણભાઈના મોઢા પર મરચાંની ભુકી છાંટી હતી. બાદમાં તેમની પીઠ અને છાતીમાં છરીના ઘા કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે તપાસનો વિષય એ છે કે આ હુમલો લૂંટ , હત્યા કે કોઈ અન્ય કારણસર કરવામાં આવ્યો છે, દેશી તમંચામાંથી ફાયરિંગ નથી થયું , લૂંટ પણ નથી થઈ તો હુમલો કોઈ અદાવત કે અન્ય કારણે થયો હોય એવું અનુમાન કરી શકાય. હાલ અરજણ આહીર સારવાર હેઠળ હોસ્પિટલમાં છે . પોલીસ અજાણ્યા બે હુમલાખોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. Maa news live 24x7  https://youtu.be/uURUwJSi760 - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa...

કચ્છ જિલ્લા કોંગ્રેસે પાટણ ઘટનાને વખોડી આવેદનપત્ર આપ્યું.

પાટણ જિલ્લામાં દલિત વ્યક્તિ દ્વારા થયેલા આત્મવિલોપન વખતે સરકારશ્રીએ સમાધાન મુજબ જે આશ્વાસનો આપ્યા હતા તેનો તાત્કાલિક ધોરણે અમલ થાય : કોંગ્રેસ   રાજ્યમાં દલિતો પર અત્યાચાર ના ગુનાઓ વધી રહ્યા છે.તે અંગે કાર્યવાહી કરીને અત્યાચારના બનાવો રોકવામાં આવે તેવી માંગ સાથે આજે ભુજની જિલ્લા કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું હતું.કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાટણની  ઘટનાને વખોડી કાઢી હતી.જેના માટે તેઓએ આજે ભુજ ખાતે પ્રતીક ધરણા પ્રદર્શન અને રેલી યોજીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જમીનોના કાયદેસરના હુકમ થયા હોય અને તે માટેની ભરવાપાત્ર રકમ પણ ભરપાઈ થઈ ગઈ હોય છતાં તેમને જમીનનો કબ્જો પ્રાપ્ત ન થાય તો તે રાજ્યના વહીવટીતંત્ર માટે શરમજનક બાબત કહી શકાય તેમ છે. પાટણની કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરનાર  સ્વ.ભાનુભાઈ વણકરના આત્મવિલોપન માટે જે કોઈ અધિકારી જવાબદાર હોય તેની સામે સખ્ત કાર્યવાહી થાય.અને તેમના પરિવારજનો ને તેમની માંગણી અનુસાર ન્યાય મળે અને આવનારા દિવસોમાં આવી દયનિય ઘટના ગુજરાતમાં ન બને તે માટે સરકારશ્રી યોગ્ય પગલાં ભરે તેવી માંગણી ક...

પોલીસ તંત્રમાં વધુ પ૬૩પ ભરતી કરાશેઃ ટ્રાફીક બ્રિગેડમાં ૩૩ ટકા મહિલાઓ..

રાજકોટ, વડોદરા, સુરત અને મહેસાણામાં-સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્થપાશે ટ્રાફીક બ્રિગેડના સ્વયંસેવકોના ભથ્થામાં રૂ. ૧૦૦ (હવે રૂ. ૩૦૦) વધારોઃ મહાનગરોમાં ટ્રાફીક પ્રશ્ન નિવારવા નવા સાધનો ખરીદાશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે બજેટ પ્રવચનમાં જાહેર કરેલ કે પોલીસ દળમાં આગામી વર્ષમાં પ૬૩પ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનું આયોજન કરેલ છે. તેમાં ૧પ૦૦ જગ્યાઓ ટ્રાફીકના હેતુસર ફાળવવામાં આવશે. ટ્રાફીક બ્રિગેડમાં ૪૦૦૦ સ્વયંસેવકોનો વધારો કરવામાં આવશે. તેમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે.  જેથી સ્વયંસેવકોની સંખ્યા ૬૦૦૦ થી વધીને ૧૦,૦૦૦ થશે. ટ્રાફીક બ્રિગેડના સ્વયંસેવકોને હાલ રૂ. ર૦૦ લેખે માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને રૂ. ૩૦૦ કરવામાં આવશે. આઠ મોટા શહેરોમાં ટ્રાફીક સમસ્યાને પહોંચી વળવા અને ગેરકાયદેસર પાર્કીંગની સમસ્યા નિવારવા જુદી જુદી સાધન સામગ્રી ખરીદવામાં આવશે. પોલીસ ખાતાના રહેણાંકના અને બિન રહેણાંકના મકાનોનાં બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઇ. સેઇફ એન્ડ સીકયોર ગુજરાત યોજના હેઠળ રાજયના જિલ્લાઓના મુખ્ય મથકો તેમજ શહેરો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા રૂ.૧૦ર કરોડની જો...