Skip to main content

Posts

નખત્રાણા તાલુકાના દેવપર ના એક યુવક ને માર મરાતા ગંભીર પ્રકાર ની ઈજાઓ પહોચી છે..

કોઈ વાત નું મનદુઃખ રાખી ને ટોળા એ માર મારતા યુવક ની હાલત ગંભીર.. મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ખાતે રહેતો ૨૯ વર્ષીય યુવક કેતન ગોવિંદ રૂડાણી ને છ શખ્સો દ્વારા મારા મારવામાં આવતા તેને ભુજ ખાતે ની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકે પોલીસ ને માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ કાલે એટલે કે તા. ૧૪-૨-૧૮ ના રોજ સામાવાળા છગન મુળજી લીંબાણી, રમણીક મુળજી લીંબાણી, વિનોદ કાનજી લીંબાણી, વિશાલ વિનોદ લીંબાણી, પ્રદીપ હરીલાલ લીંબાણી, હસમુખ તુલસીદાસ લીંબાણી સાથે વાદ-વિવાદ થયો હતો જેનું મનદુઃખ રાખી ને આ બધા એ મારકૂટ કરી હતી. આ બનાવ આજે એટલે કે તા. ૧૫-૨-૧૮ ના બન્યો હતો જેમાં ભોગ બનનાર કેતન ને પ્રાથમિક સારવાર માટે નખત્રાણા CHC ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતો જયારે હાલ વધુ સારવાર માટે ભુજ ખાતેના જી.કે. જનરલ ખાતે લઇ અવાયો છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page...

ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમમાંથી છ લાખની કિમતના વીજ વાયરની ચોરી થતા ચકચાર..

દુધઈ પોલીસ ની ઝડપી કામગીરીને પગલે ૩ આરોપીઓની ગણતરીના કલાકોમાં કરાઈ અટક.. દુધઈ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ભચાઉ તાલુકાના બાનીયારી ગામની સીમ માંથી પાવરગ્રીડ કોર્પોરેશન ની હાઈ ટેન્શન વીજ લાઈનના ટાવરમાં લાગેલા આશરે ૨,૦૦૦ મીટર લાંબી લાઈન પર પથરાયેલા ૬,૦૦,૦૦૦/- રૂપિયા ના વીજ તાર ની ચોરી થયેલ હતી. જેમાં ત્રણ શકમંદો ની પોલીસે તપાસ આદરી હતી અને ગણતરી ના કલાકો માં જ ત્રણેય આરોપીઓને દુધઈ પોલીસે ઝડપી પાડ્યા હતા. ચોરી કરેલ વીજ તાર તેમજ બોલેરો જીપ પોલીસે કબજે કર્યા હતા. વધુ માં પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચોરીમાં અંજારના શેખટીંબા વિસ્તારમાંરહેતા જુસબ ઈબ્રાહીમ કુંભાર અને લુણવાના લક્ષ્મણ કાયા કોલી અને રાજેશ સામત કોલી નામના ત્રણ શખ્સોની અટક પણ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય ની પુછતાછ હાથ ધરી હતી ત્યાર બાદ વધુ તથ્યો બહાર આવશે.. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter...

ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બાળકીનું મોત

ભારતમાં 2018માં કોઈનું સારવાર વીનાં મોત થાય એ કમનસીબી  ભારત ડીઝીટલ ઈન્ડિયા બને એ પહેલાં સંવેદનશીલ ઈન્ડિયા બને એ જરૂરી. ૧૯૪૭ માં ભારત આઝાદ થયું , આજે ૨૦૧૮ એટલે ૭ દાયકા પછી પણ ભારતમાં કોઈ દર્દીનું સારવારનાં અભાવે મોત થાય તો એ લોકશાહી માટે કલંક સમાન છે. ભારત આજે ડીઝીટલ ઇન્ડિયા તરફ પ્રસ્થાન કર્યું છે એ ગૌરવ ની વાત છે , પણ આઝાદીનાં 71 વર્ષ પછી પણ કોઈ નગરિકનું આરોગ્ય અને તબીબી સારવાર વગર મોત થાય તો ભારતની લોકશાહી માટે કલંક સમાન છે, ભારત ડીઝીટલ ઇન્ડિયા બને એ પહેલાં સંવેદનશીલ ઈન્ડિયા બને અને એક એક ભારતીયનાં જીવ નું મૂલ્ય સમજે એ અતિ આવશ્યક છે. ગઈ કાલે (બુધવાર , ૧૪ ફેબ્રુઆરી,૨૦૧૮ ) નાં ભુજ તાલુકનાં માધાપર ની એક માસૂમ બાળકી નું મોત થયું , આજે એ બાળકી માત્ર સમાચાર બની ગઈ છે.  (Video :સોમવારે માધાપરની એક માસૂમ બાળકીનું જીકે અદાણી હોસ્પિટલમાં યોગ્ય  સારવાર વગર થયું મોત ) ભૂતકાળમાં પણ આવી અનેક સારવારને લઈને બેદરકારી ની ઘટનાઓ ભુજ જીકે અદાણી હોસ્પિટલમાં બની ગઈ છે.પરંતુ શામાટે કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવતાં ? હાલ આવી અનેક સમસ્યાઓ અને બેદરકારી ને સેંકડો ફરિયાદો અદાણી મ...

કચ્છ ક્રાઈમ ફાઈલ : સોમવાર , 12 ફેબ્રુઆરી.

કચ્છ ક્રાઈમ ફાઈલ : સોમવાર , 12 ફેબ્રુઆરી. મુન્દ્રા નાં યુવાને એસ.પી. કચેરીમાં પેટ્રોલ પીધું, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેનને 1 વર્ષ ની કેદ ની સજા ફટકારતી મોરબી કોર્ટ. ભુજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ. સામે ઘાસ કૌભાંડનો આક્ષેપ, સેડાતા ગામે વીજ કંપનીના થાંભલા નાખવા સામે વિરોધ, Note : વધુ  ક્રાઈમ સમાચાર જાણવા આ લિંક સમયાંતરે ઓપન કરતાં રહેવી. (મા ન્યુઝ ) મુન્દ્રાના યુવાને ભુજ એસ.પી. કચેરીએ પેટ્રોલ પીતા સારવાર માટે ખસેડાયો                       ભોગ બનનાર વિજય આહીર ભોગ બનનારની રજૂઆત મુજબ મુન્દ્રા શહેરમાં રહેતા વિજય આહીર અને બુટલેગરો વચ્ચે બોલાચાલી થયેલ તેની ફરિયાદ માટે વિજયે મુન્દ્રા પોલીસ સ્ટેશને અરજી કરેલ પરતું ત્યાંની પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા તેણે ભુજ એસ.પી. કચેરી પર રજૂઆત કરી પરંતુ યોગ્ય પ્રત્યુતર ન મળતા વિજયે એસ.પી. કચેરી ખાતે પેટ્રોલ પી લેતા હાલ તેને ભુજ ની જનરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે અહેવાલ અને તસ્વીર ; કિરણ ગોરી (મા ન્યુઝ ) 2009માં ચૂંટણી સમયે મોરબીમાં આચારસંહિતા મુદ્દે થયેલી ફરિયાદ મ...

દૈનિક રાશિ ભવિષ્ય. સોમવાર , 12 ફેબ્રુઆરી 2018.

🖋 દૈનિક રાશિ ભવિષ્ય. સોમવાર , 12 ફેબ્રુઆરી 2018. જોઈએ આજનું રાશિ ભવિષ્ય. મેષ રાશી ભવિષ્ય (Monday, February 12, 2018) સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. વૃષભ રાશી ભવિષ્ય (Monday, February 12, 2018) ભવિષ્ય વિશેની બિનજરૂરી ચિંતા આજે તમારો મૂડ ખરાબ કરી નાખશે. તમારે એ અચૂક યાદ રાખવું જોઈએ કે સાચો આનંદ અસ્વસ્થતાપૂર્વક ભવિષ્ય પર મદાર રાખવાથી નહીં પણ વર્તમાનને માણવાથી મળે છે. દરેક બાબતની પોતાની અજાયબી હોય છે, પછી તે શાંતિ કે અંધકાર જ કેમ ન હોય. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિ...