Skip to main content

દૈનિક રાશિ ભવિષ્ય. સોમવાર , 12 ફેબ્રુઆરી 2018.

🖋 દૈનિક રાશિ ભવિષ્ય.
સોમવાર , 12 ફેબ્રુઆરી 2018.

જોઈએ આજનું રાશિ ભવિષ્ય.
મેષ રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.

વૃષભ રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
ભવિષ્ય વિશેની બિનજરૂરી ચિંતા આજે તમારો મૂડ ખરાબ કરી નાખશે. તમારે એ અચૂક યાદ રાખવું જોઈએ કે સાચો આનંદ અસ્વસ્થતાપૂર્વક ભવિષ્ય પર મદાર રાખવાથી નહીં પણ વર્તમાનને માણવાથી મળે છે. દરેક બાબતની પોતાની અજાયબી હોય છે, પછી તે શાંતિ કે અંધકાર જ કેમ ન હોય. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયત તાણ ઊભી કરી શકે છે. ઘરની જવાબદારીઓમાંથી છટકવું તથા નાણાં માટે કકળાટની અસક વૈવાહિક જીવન પર પડશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા લગ્નજીવનમાં આજે કડવાશનો અનુભવ થઈ શકે છે.

મિથુન રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
તમારૂં સંતાન પરિક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેને ઉતારી પાડતા નહીં. એના કરતાં આગળની પરિક્ષામાં સારો દેખાવ કરવા માટે તમારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકસમાન હોતા નથી. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

કર્ક રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. સાંજે કોઈ જૂના મિત્રનો કૉલ આવશે અને જૂની યાદો તાજી થશે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

VIdeo : ભુજનું હમીરસર એટલે ભ્રષ્ટાચાર કરવાનું ઉત્તમ સ્થળ , વોક વે બાદ હવે બ્યુટીફિકેશન નાં નામે કરોડોનો ભ્રષ્ટાચાર થવાની શંકા , લોકો નો તાલ " પાંકે કુરો , પાંજો કુરો" 


સિંહ રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. દિવસને અદભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

કન્યા રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. આજે તમે શું કરશો અથવા શું નહીં કરો તે અંગેનો નિર્ણય તમારા પરિવારજનોને લેવા ન દો. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે

તુલા રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
થોડુંક ટૅન્શન તથા કેટલાક મતભેદો તમને અજંપ તથા બેચેન કરી મુકશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. ઑફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.

વૃશ્ચિક રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
અપ્રિય, ક્ષોભજનક તથા ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દે એવી પરિસ્થિતિ તમારી સામે આવે એવી શક્યતા છે. પણ તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી તમારે બોધપાઠ લઈ આગળ વધવું જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

ધન રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

મકર રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. કામના સ્થળે સિસ્ટમમાં ખામી સર્જાવાની શક્યતા ઊભી થઈ શકે છે. એ તમારો ભ્રમ પણ હોઈ શકે છે, આથી એક્સપર્ટને બોલાવતા પહેલા પાવર સપ્લાય તથા કેટલીક મૂળભૂત બોબતોની ચકાસણી કરી લેજો. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

કુંભ રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
તમારૂં મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં. આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે. આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. આજે તમારો બૉસ ખૂહ જ ખરાબ મિજાજ સાથે ઑફિસમાં આવે એવી શક્યતા છે, જેની સાથે પનારો પાડવો તમારી માટે મુશ્કેલ બની શકે છે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

મીન રાશી ભવિષ્ય (Monday, February 12, 2018)
તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પરિવારના સભ્યની સ્વાસ્થ્યની હાલત તાણનું કારણ બનશે. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. લગ્નની બાબતમાં તમારૂં જીવન આજે ખરેખર અદભુત જણાય છે.
તો મિત્રો આ છે તમારું ભવિષ્ય , તમે જ તમારા ભાગ્ય નિર્માતા , કારણ તમારું ભવિષ્ય , તમારાં હાથમાં.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
VIdeo : કચ્છમાં બહોળો ફેલાવો ધરાવતી 24 x 7 ન્યુઝ ચેનલ , મા આશાપુરા ન્યુઝ - 

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv