Skip to main content

Posts

કંડલા પોર્ટમાં મોટા કૌભાંડનો પર્દાફાસ, ૮ હજાર લિટર ચોરાઉ ડિઝલ ઝડપાયું..

કંડલા પોર્ટમાં મોટા કૌભાંડનો પર્દાફાસ, ૮ હજાર લિટર ચોરાઉ ડિઝલ ઝડપાયું.. ૩ અધિકારી સહીત પાંચ સામે નોંધાઈ ફરીયાદ.. તસ્વીર માત્ર પ્રતીકાત્મક દિનદયાલ પોર્ટ કંડલામાં ટેન્કરો દ્વારા ઓઈલ ટગોમાં ભરવામાં આવતાં ડિઝલની ચોરીના એક ષડયંત્રનો સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફૉર્સએ પર્દાફાશ કરી ૫.૩૬ લાખના ૮,૦૦૦ લિટર ડિઝલ સાથે બે ડ્રાઈવરોની ધરપકડ કરી છે. આ ષડયંત્રમાં પોર્ટના સ્ટોર કીપર અને બે મદદનીશ ઈજનેરોની મિલિભગતનો પર્દાફાશ થતાં પાંચેય વિરૂધ્ધ કંડલા મરીન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યે CISFએ પોર્ટમાં ડિઝલ ઠાલવીને બહાર જઈ રહેલાં બે ટેન્કરની તલાશી લેતાં તેમાંથી 8 હજાર લિટર ડિઝલ મળી આવ્યું હતું. ટેન્કર નંબર GJ 12 Z  293માંથી બે હજાર લિટર અને ટેન્કર નંબર  GJ 12 W 9848 માંથી 6 હજાર લિટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. બંને ટેન્કર કંડલા આઈઓસી ડેપોમાંથી ડિઝલ ભરાવી ફ્લોટીલા જેટીમાં લાંગરેલાં ટગમાં ડિઝલ ઠાલવીને પરત જતાં હતા. પરંતુ, ટેન્કરોમાં રહેલું ડિઝલ પૂરેપૂરું ઠાલવાયું નહોતું. CISFએ બંને ટેન્કરના ચાલક રાજેશગર માયાગર ગુંસાઈ (રહે. મોડવદર, અંજાર) અને ઈકબાલ ...

ભવાનીપર પાસે છકડો પલ્ટી ગયો : 1 મોત , 17 ઘાયલ

🖋 ભવાનીપર પાસે છકડો પલ્ટી મારી જતાં એકનું મોત ,17 ઘાયલ અબડાસા તાલુકાનાં ભવાનીપર ગામ પાસે હાઈવે ઉપર છકડો પલ્ટી મારી જતાં 15 જેટલા મુસાફરોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયા છે , ભવાનીપર ગામનાં ક્ષત્રિય પરિવારનાં 14 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માતમાં પરિવારનાં અન્ય સત્તરેક જણને ફ્રેક્ચર સહિતની હળવી-ગંભીર ઈજાઓ પહોંચી છે.  ગામનાં શંભુભા હમીરજી જાડેજા અને અગરૂભા હમીરજી જાડેજાનો પરિવાર માતાજીની પેડી નિમિત્તે છોટા હાથીમાં બેસી વાંકુ જવા નીકળ્યો હતો.   સવારે 11 વાગ્યાના અરસામાં કોઠારા રોડ પર તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. જેમાં યશરાજસિંહ ભરતસિંહ જાડેજા નામનાં 14 વર્ષના કિશોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પરિવારનાં 5 પુરૂષ, 7 મહિલા અને 5 બાળકો સહિત સત્તર જણને ફ્રેક્ચર સહિતની હળવી ગંભીર ઈજાઓ પહોંચતા તમામને 108 મારફત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. - તસ્વીર અને અહેવાલ : રમેશ ભાનુશાલી , કિરણ ગોરી - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, ...

જફાર થેબાની હત્યા કરનાર સિકંદરની પોલીસે કરી ધરપકડ..

જફાર થેબાની હત્યા કરનાર સિકંદરની પોલીસે કરી ધરપકડ.. ભુજના કેમ્પ એરિયામાં બેટરી જેવી સામાન્ય બાબતમાં જફાર રહેમતુલ્લા થેબાની 22 જાન્યુઆરીનાં હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે આરોપીને પકડી પાડવા સખી કમર કસી હતી. જેમાં સિકંદર સાથે 3 અન્ય આરોપીઓ સહીત ચાર આરોપીઓ ના નામ બહાર આવ્યા હતા. આરોપી : સિકંદર 23 જાન્યુઆરીનાં મુખ્ય સૂત્રધાર એવા સિકંદર અનવર લાખાને બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે, હજુ અન્ય 3 આરોપી ફરાર છે. જેની પોલીસે સઘન તપાસ આદરી છે. આવા કૃત્યો થી જનતાનો આક્રોશ આસમાને છે ત્યારે હવે પછી પોલીસ આરોપીઓ પર કેવી લગામ લગાવે છે તે ચર્ચાનો વિષય બની રહે છે. મૃતક: જફાર થેબાની ફાઈલ તસ્વીર બીજી બાજુ ના પકડાયેલ બીજા ૩ આરોપીઓની પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewslive. blogspot. com *Facebook* : maa news live page */* group *Twitter* : @jaymalsinhB

જફારની હત્યા કરનાર સિકંદર ની ધરપકડ

🖋 જફાર થેબાની હત્યા કરનાર સિકંદર ની ધરપકડ. મૃતક જફારની ફાઇલ તસ્વીર  જયાં ઘટના બની હતી તે સ્થળ ભુજના કેમ્પ એરિયામાં બેટરી જેવી સામાન્ય બાબતમાં જફાર રહેમતુલ્લા થેબાની  22 જાન્યુઆરીનાં હત્યા થઈ હતી જેમાં સિકંદર સાથે 3 અન્ય આરોપીઓના નામ બહાર આવ્યા હતા , જેમાં ચાર આરોપી ના નામ બહાર આવ્યા હતા , આજે 23 જાન્યુઆરીનાં મુખ્ય સૂત્રધાર એવા આરોપી સિકંદર 

હવે કાલવી સાહેબ નહીં નિહાળે પદ્માવત

  🖋  રાજપુત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવીએ પદ્માવત ફિલ્મ નિહાળવાનો ઇન્કાર કરી દીધો છે.  (મા ન્યુઝ , 23 જાન્યુઆરી, 18:23): સોમવારના દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કર્યા બાદ લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યુ હતુ કે તેઓ પદ્માવત ફિલ્મ નિહાળવા માટે તૈયાર છે. આજે તેમણે કહ્યુ હતુ કે, ફિલ્મ સામેનો અમારો વિરોધ ચાલુ છે. અમે ફિલ્મ નહી નિહાળીએ. રપમીએ ભારત સજ્જડ બંધ રહેશે અને જનતા કર્ફયુનો માહોલ સર્જાશે.  ફિલ્મ 'પદ્માવતને લઈને યુપી પણ બધા રાજયોની જેમ ચિંતિત છે. જયારે આ ફિલ્મ સામે આવી અને વિરોધ શરૂ થયો તો યોગીજીએ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો. હવે અમે પદ્માવતી નહીં, પદ્માવતનો વિરોધ કરી રહ્યા છીએ.સીએમ યોગી જ બતાવશે કે તે આ ફિલ્મને લઈને કેવા પગલાં ઉઠાવશે. આજે કાલવી સાહેબે સ્પષ્ટ કહ્યુ હતુ કે તેઓ ફિલ્મ નિહાળનાર નથી, વધુમાં એમણે કહ્યુ હતુ કે ભણશાળી ગ્રુપ તરફથી પત્ર આવ્યો હતો પરંતુ તે વિશ્વાસઘાત સમાન હતો. તે ઇચ્છતા હતા કે અમે ફિલ્મ નિહાળવા માટે ઇન્કાર કરીએ. તેઓ આજે પોરબંદરમાં છે. સેન્સર બોર્ડે પણ માત્ર ત્રણ લોકોને ફિલ્મ દર્શાવી હતી. છ લોકોને ફિલ્મ દર...

શિવસેના લોકસભાની ચૂંટણી એકલે હાથે લડશે, ભાજપને મોટો ફટકો..

શિવસેના લોકસભાની ચૂંટણી એકલે હાથે લડશે, ભાજપને મોટો ફટકો.. ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનને મોટો ફટકો.. ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. ગઠબંધનના સૌથી જૂના સહયોગી પક્ષ શિવસેનાએ આજે જાહેરાત કરી કે 2019માં લોકસભા અને બાદમાં વિધાનસભાની ચૂંટણી તે એકલા હાથે લડશે. ભાજપ અને શિવસેનાની વચ્ચે બે દાયકાથી વધારે સમયથી મિત્રતા છે. શિવસેનાની આ જાહેરાત બાદ કહેવાય છે કે, 2019માં બન્ને પક્ષના રસ્તા અલગ થઈ જશે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. શિવસેના અને ભાજપમાં રાજ્ય અને કેન્દ્ર સ્તરે સંબંધોમાં ઘણાં લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલા જ ધમકી આપી હતી કે જો જરૂર પડશે તો તેનો પક્ષ એનડીએમાંથી અલગ થઈ જશે. પક્ષ નેતા સંજય રાઉતે કહ્યું કે તેનો પક્ષ 2019ની લોકસભા અને પછીની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. શિવસેનાના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરેના એ નિવેદન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સીટોની ફાળવણીને કારણે ભાજપ શિવસેના અલગ પડી ગઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મ...

ગુજરાતનાં પ્રધાન રોકાયાં છે તે હોટલમાં લાગી આગ..

ગુજરાતનાં પ્રધાન રોકાયાં છે તે હોટલમાં લાગી આગ.. ગુજરાતનાં રાજ્ય કક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે લંડન ગયાં છે. ગુજરાતમાંથી લંડન ગયેલા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે સેન્ટ્રલ લંડનમાં બનેલી એક આગની ઘટનામાં માંડ માંડ બચ્યાં હતાં. વિભાવરીબેન લંડન ખાતેની અંબા પટેલ ચેરીંગ હોટલ ખાતે રોકાયા હતા. આ હોટલમાં અચાનક આગ લાગી હતી અને પછી ગેસ ગળતર થતાં મોટો ખતરો પેદા થયો હતો. જો કે હોટલના વહીવટી તંત્રે સમયસૂકતા વાપરીને તેમને તાત્કાલિક અસરથી અન્ય હોટલમાં શિફ્ટ કરી દીધાં હતાં. આ અંગે મળતી માહિતી પ્રમાણે, હોટલની આગમાં વિભાવરીબેન દવેના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ સળગી ગયા હોવાથી આ અંગેની નવી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમણે તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી તથા હાઇકમિશનરને જાણ કરીને તેમના ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરના શિક્ષણમંત્રીઓ શિક્ષણ પદ્ધતિ અંગે અભ્યાસ કરવાના છે. મંગળવારે ગુજરાતન વિધાનસભાના કુલ 182 ધારાસભ્યોમાંથી 179 ઘારાસભ્યોએ શપથ લીધા હતા. વિભાવરીબેન દવે લંડન વિદેશ પ્રવાસે હ...