Skip to main content

Posts

LLDC: ૪ દિવસીય કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો ખુલ્‍લો મૂકાયો

LLDC દ્વારા ૪ દિવસીય કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો ખુલ્‍લો મૂકાયો કચ્‍છભરના કસબી કારીગરો, હસ્‍તકળા પ્રેમીઓ બહોળી સંખ્‍યામાં રહયા ઉપસ્‍થિત ભુજ, બુધવારઃ     કચ્‍છની લોકકળા અને ભાતીગળ સંસ્‍કૃતિને ઉજાગર કરવા સાથે કારીગરોનાં હાથના કસબને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ઓળખ આપનારના ઉદેશથી સ્‍થાપિત લીવીંગ એન્‍ડ લર્નિગ ડિઝાઇન સેન્‍ટર (LLDC)  દ્વારા આજે અજરખપુર ખાતે કચ્‍છી લોક સંસ્‍કૃતિ મેળો-૨૦૧૮ને મહાનુભાવો દ્વારા ખુલ્‍લો મૂકાયો હતો. LLDCમાં ચાર દિવસીય ફોક ફેસ્‍ટિવલ-૨૦૧૮માં કચ્‍છી કળા, કારીગરોની ચીજવસ્‍તુઓનું નિદર્શન અને વેચાણનું પણ આયોજન કરાયું છે. સાથો સાથ કચ્‍છની લોકસંસ્‍કૃતિ તેમજ લોકનૃત્‍યને પણ મુલાકાતીઓ માણી શકે છે.     કચ્‍છની બધી કળાનું એકજ સ્‍થળે પ્‍લેટફોર્મ પુરુ પાડવાનું આયોજન કરી LLDC દ્વારા કારીગરોની કળાને ઉજાગર કરવાની સાથે કારીગરો દ્વારા ઉત્‍પાદિત થતી ચીજવસ્‍તુઓને માર્કેટિંગ માટેનું પ્‍લેટફોર્મ પુરું પાડવા માટે ફોક ફેસ્‍ટિવલ-૨૦૧૮નું આયોજન કરાયાનું પણ જણાવ્‍યું હતું.     આ પ્રસંગે કચ્‍છ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સલર સી.બી. જાડેજ...

સાવધાન : પોલીસ નાં નામે કોઈ છેતરી શકે છે આપને

Alert પોલીસ નાં નામે કોઈ છેતરે તો છેતરાશો નહીં : કચ્છ પોલીસ આથી તમામ કચ્છના લોકો ને પશ્શ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની જાહેર લોકોને જાણ કરી વિનંતી છે કે કોઈ લોકો પોલીસના નામે દર દાગીના ઉતરાવવા વિનંતી કરે તો કોઈ પણ એ દાગીના ઉતારવા નહિ અને આ બાબતે તાત્કાલિક ભુજ શહેર એ ડિવિઝન બી ડિવિઝન પો.સ્ટે અથવા કંટ્રોલ રૂમ ભુજ નો સંપર્ક કરવો

દૂન પબ્લિક સ્કૂલમાં ફી વધારે

દૂન પબ્લિક સ્કૂલમાં ફી વધારે

ભુજ બી-ડિવીઝન પોલીસ ચોકી સામે ની જ દુકાને થઇ ચોરી..

જાણવા મળતી માહિતી અનુસાર ભુજ શહેરના બી-ડિવીઝન પોલીસ મથકની પાસે આવેલ દુકાન માં ચોરીની ઘટના બની હતી. અહી આવેલી ખોળ-ભુંસા ની દુકાન માંથી તસ્કરો ચોરી કરી ગયેલા હતા. અગાઉ પણ આ જ દુકાન માં ચોરી નો બનાવ બન્યો હતો અને હાલ ફરી ચોરી થતા દુકાન માલિકે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. દુકાન માલિકના જણાવ્યા અનુસાર તેમની દુકાન માંથી રોકડ રૂ. ૧૦,૦૦૦ ની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશન પાસે જ આવેલી દુકાન માંથી ચોરીની ઘટના બનતા લોકો પોલીસ ની ધાક સામે આંગળી ચીંધી રહ્યા છે. અહેવાલ અને તસ્વીર કિરણ ગોરી

કપડાં જાતીય શોષણ માટે જવાબદાર નથી

ફિટકાર અમુક પ્રકારનાં કપડાં પહેરવાથી જાતીય શોષણ થાય છે એવું માનનારા લોકોને તમાચો અમુક પ્રકારનાં કપડાં પહેરવાથી જાતીય શોષણ થાય છે એવું માનનારા લોકોને તમાચો કુછ તો લોગ કહેંગે , લોગો કા કામ હૈ કહેના, ફિલ્મનું આ ગીત એટલુંજ સાચું છે જેટલી અમુક લોકોની નિમ્ન માનસિકતા , અમુક લોકોને ટિપ્પણી કરવાની કુટેવ હોય છે , કંઈ પણ સમજ્યા વિના કંઈ પણ બકવાસ કરવી લોકોની માનસિકતા થઈ ગઈ છે ,ત્યારે વન ઇન્ડિયાના લેખક સચિ વ્યાસે જાતીય સતામણી માં લોકોના કપડાં વિશે એક લેખ લખ્યો છે. જાતિય શોષણનો બોગ બનેલ મહિલાઓના કપડાનું મ્યૂઝિયમ! આપણા દેશમાં લગભગ દરરોજ મહિલા કે બાળકીઓની જાતિય સતામણી, છેડછાડ કે બળાત્કારના કિસ્સા સામે આવે છે. આવી ઘટનાઓ પીડિત મહિલાઓને શારીરિક ઉપરાંત માનસિક ત્રાસ પણ ખૂબ આપે છે. ગમે તે ક્ષેત્રમાં દેશ ગમે એટલી પ્રગતિ કરે, મહિલાઓની પરિસ્થિતિ આજે પણ દયાજનક છે. અનેક કાયદા અને નિયમો છતાં મહિલાઓ, યુવતીઓ સંબંધિત સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લેતી. એમાં એક મોટો ભાગ લોકોની માનસિકતા પણ ભજવે છે. આવી કોઇ પણ ઘટના થાય ત્યારે ઘણા લોકો પીડિત મહિલા કે યુવતીના પહેરવેશને દોષ આપતા હોય છે. અનોખું મ્યૂઝિયમ લોકોની આ માનસિકતા...

કુંભારીયા ગામનાં સરપંચ ગેરલાયક

Politics અંતે રાપરનાં કુંભારીયા ગામનાં સરપંચ ગેરલાયક અંતે રાપરનાં કુંભારીયા ગામનાં સરપંચ ગેરલાયક ૨૦૧૭ માં જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક નતા ઠેરવ્યા , પણ ૨૦૧૮ માં તાલુકા વિકાસ અધિકારીએ હુકમ કરી દીધો. વાત છે રાપર તાલુકાનાં કુંભારીયા ગામની , આ ગામનાં સરપંચ કાનાભાઈ રણછોડભાઈને ચાર સંતાનો હોવા છતાં સરપંચ તરીકેની ચૂંટણી લડવી , ખોટું સોગંદનામું કરવું , સહિતની વિગત આ જ ગામનાં અને કાનાભાઈ સામે ચૂંટણી હારી ગયેલા રામા રાજા ચાવડાએ જેતે સમયે જિલ્લા વિકાસ અધિકારી ને ફરિયાદ કરી હતી , પણ ખબર નહીં કેમ ચાર સંતાનના પિતા એવા કાનાભાઈ ને જિલ્લાવિકાસ અધિકારી દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા નહીં, પણ સામે પક્ષે ફરીયાદી અને આ કેસ પાછળ પડેલા રામા રાજા ચાવડાએ તમામ વિગતો એકત્રીત કરી ને કાર્યવાહી ચાલુ રાખી હતી , જેમાં સરપંચ કાનાભાઈ ચાર સંતાનો ના પિતા છે એની માટે ત્રિગુણી રસી , પોલિયો રસી , મેડિકલ ઓફિસરની નોંધ , ગામની નોંધ વગેરે આધાર પુરાવ એકત્રિત કરી તાલુકા વિકાસ અધિકારી ને ફરિયાદ કરતાં અંતે ૮.૧.૨૦૧૮ ના રોજ કુંભારીયાનાં સરપંચ કાનાભાઈને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૨ અંતર્ગત ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો , ...
પ્રવાસન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ: ૧૧ દેશ , ૩૭ રાજયોના ૨૪ પતંગબાજોએ કચ્છનાં આભને રંગીન કર્યું દેશ-વિદેશના પતંગબાજોએ વિધવિધ પ્રકારનાં પતંગ ચગાવી આભમાં રંગબેરંગી આભા પાથરી ભુજ,મંગળવારઃ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને વહીવટીતંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૧ દેશોના ૩૭ સહિત દેશના અલગ-અલગ રાજયોના ૨૪ પતંગબાજોએ વિધ-વિધ આકાર-પ્રકારનાં પતંગ ચગાવી આભમાં રંગબેરંગી આભા પાથરી દઇ પ્રવાસન વિભાગના ‘માણો એક નોખી રંગબેરંગી પતંગોની દુનિયા ખુશનુમા આકાશમાં’ સ્લોગનને જાણે વાચા આપી દીધી હતી. આજે ગાંધીધામના રમતગમત સંકુલમાં આયોજિત ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ-૨૦૧૮ને દીપ પ્રાગટ્ય સાથે આકાશમાં બલુન તેમજ કાઈટ વિહરતા મૂકી કાર્યક્રમને હર્ષનાદ સાથે ખુલ્લો મૂકાયો હતો. આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષપદેથી કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં અનેક વર્ષોથી પતંગ મહોત્સવનું જિલ્લામાં દર વર્ષે અલગ-અલગ સ્થળોએ આયોજન થાય છે. દેશ-વિદેશના કાઇટીસ્ટો પધારેલ છે, તેમના કળા-કૌશલ્યને માણવાનો ગાંધીધામવાસીઓને અનેરો બીજીવ...