Skip to main content

Posts

ગુજરાતની ધરતી ઉપરથી જીવીત પશુઓની નિકાસ રાજ્ય સરકાર નહીં કરવા દેઃ મુખ્યમંત્રીશ્રી

કંડલા બંદરેથી જીવીત પશુઓની નિકાસ કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત કરતા શ્રી વિજયભાઈ રૂપાણી • ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને પગલે આ માર્ગદર્શીકાના ધારાધોરણો ન સંતોષાયત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ ટૂંણા – કંડલા બંદરેથી નહીં થાય. • પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુઅલ્ટી એક્ટના કડક અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ - જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવા અપ્યા આદેશ. • કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અંગેની પૂર્તિ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગુજરાતમાંથી જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવાના નિર્ણયની કેન્દ્રિય મંત્રીશ્રીને પત્ર પાઠવી મુખ્યમંત્રીએ આપી જાણકારી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તુણા – કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થાગીત કરવાનો અબોલ પશુજીવ સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શીકા પ્રમાણેના ધારા-ધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ થઈ શકશે નહીં તે...

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં જાણો વધુ કેટલા શકમંદો પકડાયા : મુખ્ય સૂત્રધાર હજુ ફરાર..

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં હજુ સુધી મુખ્ય સુત્રધાર હાથમાં આવ્યો નથી ત્યારે આજે વધુ પાંચ શકમંદોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલ સહીત રૂપલ શર્મા અને મનહર પટેલના સંપર્કમાં રહેલા આ શકમંદો પાસેથી પોલીસને વધુ વિગતો મળે તેવી શક્યતા છે. જ્યારે પોલીસની પકડથી દુર રહેલા યશપાલસિંહ સોલંકીના પત્ની દિવ્યાબાએ જણાવ્યું છે કે, મારા પતિ દિલ્હી જઈ શકે તેટલા પૈસા પણ નથી, પરંતુ કોઈ મોટા માથાંએ તેમને ફસાવ્યા છે. લોકરક્ષક પેપર લીક કૌભાંડ આજે ત્રીજા દિવસે પણ સતત ચર્ચાસ્પદ રહ્યું છે. જેમાં ગઈકાલે પકડાયેલા ચાર આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા બાદ આજે બીજા પાંચ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. ૧૦ દિવસ પહેલા ભાજપના આગેવાન મનહર પટેલ તેમજ શ્રી રામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા સાથે સંપર્કમાં રહેલા ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ઉપરાંત ભાજપના અગ્રણી અને આરોપી મુકેશ ચૌધરીના ભાઈ નરેન્દ્ર ચૌધરી, અજયસિંહ પરમાર, ઉત્તમસિંહ ભાટી, ચૌધરી તેમજ રમોસના પ્રીતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ...

મુન્દ્રા ભાજપા ના બે હોદેદારો વચ્ચે થયો ડખો : વાત આવી મારમારી ઉપર..

પ્રાપ્ત વિગતો અનુસાર શિસ્તબદ્ધ પક્ષ ગણાતો ભાજપ પક્ષ થોડા સમય થી કચ્છ માં પાંગળો બનતો ગયો છે તેવું લોકો ચર્ચી રહ્યા છે. વાત છે મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરીયા અને મુંદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ખેંગાર ગઢવી વચ્ચે થયેલી હાથાપાઈની. બંને હોદેદારો રાજસ્થાનના બાડમેરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારમાં ગયેલાં ત્યારે ગત રાત્રે હોટલમાં ગાળાગાળી સાથે હાથાપાઈ પર ઉતરી આવતાં કચ્છ ભાજપની આબરૂના વધુ એકવાર લીરેલીરા ઊડી ગયા છે. આ ઘટના ની વિડીયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે અને તેમાં સ્પષ્ટ રીતે જ વાલજીભાઈ અને ખેંગારભાઈ પરસ્પર મારમારી પર ઉતરી આવેલાં નજરે ચઢે છે. એક જણ દ્વારા અભદ્ર ગાળો પણ બોલાય છે. આ બાબતને લઈ ને વિપક્ષ ફરી ભાજપ ની શિસ્તબદ્ધતાના લીરેલીરા ઉડાવવાનો મોકો મૂકવા તૈયાર નથી અને આ બાબત પર થી ઘણા બુદ્ધિજીવીઓ પણ એજ કહી રહ્યા છે કે કચ્છ ભાજપમાં એકતા ની ખોટ વર્તાઇ રહી છે. લોકસભાની ચુંટણી નજીક છે અને ભાજપના કાર્યકર્તાઑ ના આવા વલણ ને લીધે તેની અસર ચુંટણી પર પડશે કે તેમ તે જોવું રહ્યું.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page ...

લખપતના લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશનમાં મિલ ફાટતાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ..

લખપત તાલુકા ના કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન ખાતે આજે સવારે 1 નંબર મિલ ફાટી હતી જેમાં એક લેબર મહિલાને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી જેને તાત્કાલિક વર્માનગર GSECL હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલા ના પગ માં ગંભીર ઈજાઓ પહોચતાં તેને તાત્કાલિક ભુજ રીફર કરાયા હતા. ઈજાગ્રસ્ત મહિલા પ્રાઈવેટ કોન્ટ્રાક્ટ માં કામ કરે છે. ઈજાગ્રસ્ત મહિલાનું નામે સમીબાઈ હાજી જત રહે. બિટીયારી તા. લખપત વાળા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે. તસવીર અને અહેવાલ - હિતેશ જોષી લખપત Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : ...

ભુજ બી ડિવિઝન પોલીસ ની મહેનતે ગણતરી ના કલાકોમાં ગુમ થયેલ બે બાળકો મળી આવ્યા : પરીવાર ને અપહરણની શંકા..

પ્રાપ્ત વિગતો અનુસાર ભુજમાંથી ગુમ થયેલ બે બાળકો (૧) ચંદન રાજેશભાઈ વરાયા, ઉ.વ. ૧૩ અને (૨) મનોજ મોહનલાલ વાઘેલા ઉ.વ. ૧૦ બંને રહેવાસી ભુજ વાળાના વાલીઓ એ તેમના અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત ભુજ શહેર બી- ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને બંને બાળકો ને રતનાલ ખાતે થી શોધી ને તેમના વાલીઓ ને સુપ્રત કર્યા છે. અત્રે ઉલેખનીય છે કે હાલ થોડા સમય થી કચ્છમાં અપહરણ અને નાના બાળકો ગુમ થવા ના કિસ્સાઑ વધવા પામ્યા છે ત્યારે પોલીસે પોતાની ધાક વધારે અને આવા ગુન્હાઑ અટકે તેવી લોકમાંગ ઉઠી રહી છે. અહેવાલ અને તસવીર- કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 5...

માંડવી તાલુકામાં ચોર ટોળકી મંદિરને બનાવી રહી છે નિશાન : આયુ માતા બાદ સોનલ ધામમાં ચોરી

માંડવી તાલુકાનાં કાઠડા ગામે સોનલધામમાં 45 હજારની ચીજવસ્તુની ચોરી થતાં ગઢવી સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં રોષ. છેલ્લા ઘણાં સમયથી માંડવી તાલુકાને ચોર ઘર બનાવીને બેઠા હોય તેવો તાલ સર્જાયો છે , હજુ ડોણ ગામમાં આયુમાતા નાં મંદિરની ચોરી લોકો ભુલ્યા નથી ને ત્યાં ફરી આ જ તાલુકાનાં અને ગઢવી સમાજનાં આસ્થા અને શ્રદ્ધા નાં પ્રતિક કાઠડા ગામમાં આવેલ આઈ સોનલમા નાં સોનલધામમાં  મંદિરમાં રહેલી દાનપેટી માંથી અંદાજે 25 હજારની રોકડ તેમજ ચાંદીનું છત્તર અને જળધારી વગેરે મળી 45 હજારની કિંમતની ચીજવસ્તુની ચોરી થતાં શ્રદ્ધાળુઓ માં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ડોણ આયુમાતા નાં મંદિર બાદ આજે  કાઠડા ગામે ગઢવી ચારણ સમાજની આસ્થાના ધામ એવા સોનલ માના મંદિર ‘સોનલધામ’માં ચોરી થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી , માંડવી પી.આઈ. ઝલુ સાહેબ સાથે સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મંદિરની સેવાપૂજા કરતાં હરજી કરસનભાઈ ગઢવીએ  જણાવ્યું હતું કે , ગત રાત્રે 9 વાગ્યાથી લઈ આજે પરોઢે 6 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો છે.  કોઈ એક ચોર કે કોઈ ચોર ટોળકી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તબબક...

ડો.વર્ગીસ કુરિયન અમુલ ડેરીના ફંડ માંથી કરાવતા ધર્મ પરિવર્તન: દિલિપ સંઘાણી..

અમુલ બ્રાન્ડને વિશ્વકક્ષાએ ખ્યાતી અપાવનાર ડો.વર્ગીસ કુરિયનના જન્મદિવસના અનુસંધાને અમુલ દ્વારા એક બાઈકરેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલી આજે અમરેલીની અમરડેરી ખાતે આવી પહોચી હતી ત્યારે જ અમર ડેરીના સ્થાપક ચેરમેન અને પૂર્વ સહકાર મંત્રી દિલીપ સંઘાણીએ ડો.કુરિયન વિષે વિવાદિત નિવેદન આપતા સહુ કોઈ ચોકી ઉઠ્યા હતા. પોતાના વક્તવ્ય દરમ્યાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ડો. કુરિયન તો અમૂલના એક કર્મચારી હતા. આ વિશ્વકક્ષાની ડેરી ની સ્થાપના પાછળ સરદાર પટેલ અને ત્રિભોવનભાઈ પટેલ ની મહેનત છે. પરંતુ આજે તેમને ભૂલી જવાય છે. દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે ડો.વર્ગીસ કુરિયન અમુલ ડેરી ના ફંડ માંથી ક્રિશ્યન મીશાનરીને અનુદાન આપતા હતા જેમાં થી ધર્મ પરિવર્તન થતા હતા. તો બીજી તરફ તેઓએ ડાંગ જીલ્લામાં શબરી ધામ માટે દાન નહોતું આપ્યું. વર્ગીસ કુરિયન ક્રિશ્યન હતા અને દેશ માં અંગ્રેજી અખબારો પણ ક્રીશ્યનનો નું વર્ચસ્વ છે તેવા સંજોગોમાં દર કુરિયન ને હીરો બનાવી દેવામાં આવ્યા છે.. અહેવાલ-બસીર દલ, સાવરકુંડલા Android App - maa news YouTube - maa news live Fb page - maa news li...