Skip to main content

Posts

અંતરજાળ-2 અને નખત્રાણા-3 ની તાલુકા પંચાયત ની બે બેઠકો પર કોંગ્રેસનો કબ્જો..

કચ્છની દસ પૈકી નખત્રાણા અને ગાંધીધામ તાલુકા પંચાયતની એક-એક બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે. કોંગ્રેસે નખત્રાણા તાલુકા પંચાયતની બેઠક જાળવી રાખી છે. તો, ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક પર કોંગ્રેસના રમેશભાઈ નારણભાઈ મ્યાત્રાનો બે મતની વિજય થયો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર ધનેશ મ્યાત્રાને 761 મત મળ્યા હતા. રમેશભાઈને 763 મત મળ્યાં હતા. બે મતે હારજીત થતાં ભાજપે પુનઃ મતગણતરીની માંગણી કરી હતી. જેમાં પ્રારંભિક વિરોધ બાદ કોંગ્રેસે સહકાર આપતાં ફેર મતગણતરી થઈ હતી. જો કે, પરિણામમાં કોઈ ફરક પડ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અગાઉ આ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ મ્યાત્રા ચૂંટાયા હતા. જો કે, ત્રણ સંતાનના પિતા બનતાં રમેશભાઈને પદ પરથી ગેરલાયક ઠેરવાયાં હતા. રમેશભાઈના સ્થાને તેમના ભાઈ ધનેશ મ્યાત્રાને ટિકિટ અપાઈ હતી. ઈચ્છિત ઉમેદવારને ટિકિટ ના મળતાં અંતે વિરોધી જૂથે બળવો કરી કોંગ્રેસના નેજા હેઠળ રમેશભાઈ મ્યાત્રાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં 29 મત 'નોટા'ને મળ્યા હતા. આગામ...

આજ રોજ સ્વાઇન ફ્લૂ નો એક કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ..

મળતી માહિતી અનુસાર આજરોજ કચ્છ જિલ્લા માંથી સ્વાઇન ફ્લૂ નો એક કેસ પોઝિટિવ આવ્યો છે. જેમને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ 50 વર્ષીય મહિલાનો કેસ પોઝિટિવ આવતા જાન્યુઆરી 2018 થી તા. 10-8-18 સુધી સ્વાઇન ફ્લૂના કુલ 11 કેસ પોઝિટિવ આવ્યા છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિયામાં 20 લીટર

ભચાઉ તાલુકાનાં શિકરા પાસે પદયાત્રીઓની સેવા કરતો ટેમ્પો પલટી મારી જતાં એક નું મોત..

ભચાઉ તાલુકાના શિકારા પાસે માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે નીકળેલ મોરબી માલણીયા ના ભાઈઓ નો ટેમ્પો પલટી મારી જતા દશ લોકૉ ઘાયલ એક નુ મોત નીપજયું હતું. ઉલ્લેખનીય છે કે માતાના મઢ આઈ આશાપુરા ના દર્શનાર્થે દેશભર માંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે આ ઘટના થી શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનામાં 10 ઇજાગ્રસ્તો ને ભચાઉ ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા તો તથા વધુ સારવાર માટે વાગડ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરવા મા આવ્યા છે. આવી ઘટના રાત્રે ના બને તે માટે પોલીસ દ્વારા પણ પદયાત્રીઓના ટી શર્ટ પર, ગાડીઓ પર તેમજ પદયાત્રીઓની બેગ પર રેડિયમ લગાવવામાં આવે છે જે એક સુંદર બાબત કહી શકાય. અહેવાલ અને તસવીર - વિનોદ સાધુ Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગ...

ભચાઉના નેર ગામના ગ્રામજનો પાણીની એક બુંદ માટે તરસી રહ્યું છે.

કરછમાં સમગ્ર જગ્યાએ પાણીની તંગી સર્જાતી હોઈ છે ત્યારે ભચાઉ તાલુકાનાં નેર ગામે પાણી ની સમસ્યા જોવા મળી છે. આ બાબતે ગ્રામજનો ધ્વારા ઘણા સમયથી પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હતી તેમ છતાં એક પાણીની એક બુંદ માટે નેર ગામને તરસ્યું રેહવું પડે છે.આ બાબતે આજે પણ નેર ગામના ગ્રામજનો પાણી પુરવઠાની કચેરીમાં ઘસી આવ્યા હતા ત્યારે કોઈ જવાબદારી અધિકારી અહી હાજર નહોતા. જેથી ગ્રામજનોએ આ બાબતે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી.એક બાજુ જોવા જઈએ તો ભચાઉમાં ગયા વર્ષે નર્મદા કેનાલમાં ભંગાણ પડતાં લાખો પાણી વેડફાયુ હતું ત્યારે તંત્ર આ બાબતે શું કરે છે તે બસ જોવાનુજ રહ્યું. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિ...

રાપરના પલાંસવા ટોલ ટેક્ષ નજીક થયો ગંભીર અકસ્માત, ચારનાં થયાં મોત..

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર રાપર તાલુકાનાં પલાંસવા ટોલ ટેક્ષ નજીક એક અકસ્માતમાં એક પરિવારના ચાર શખ્સો એ જીવ ગુમાવ્યા છે. ભિખાભાઇના ધર્મ પત્ની નું 15 દિવસ અગાઉ થયેલ ના મૃત્યુ બદલ પરિવાર તેમની શ્રાદ્ધ ક્રિયા કરાવી નાખતર ગામ થી પરત ફરી રહ્યા હતા એ દરમ્યાન પલાંસવા ટોલ ટેક્ષ પાસે ઝાયલો કારનું ટાયર અચાનક ફાટી જઈ કાર પલટી મારી જતાં પરિવારના બે સભ્યો શાંતિબેન નાનજીભાઈ પ્રજાપતિ ઉ.વ. 60 અને અમરતબેન નવીનભાઈ પ્રજાપતિ ઉ.વ. 35 ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઇજાગ્રસ્ત રાજેશભાઈ ભિખાભાઇ ઉ.વ. 25 અને બાબુભાઈ ભીખભાઇ ઉ.વ. 35 ને સારવાર અર્થે મહેસાણા લઈ જવાયા હતા જેમાં તેઓનું રસ્તા માં જ મોત નીપજયું હતું. ગાડીમાં 10 જેટલા લોકો સવાર હતા જેમાંથી ચારનાં મોત નિપજ્યાં હતા અને 6 ને ગંભીર ઇજાઓ પહોચી હતી. આ ઘટના ને લીધે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અહેવાલ અને તસવીર - હરેશ મોરવાડીયા Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsap...

રાપરના ગાગોદર ખાતે મોરના 28 મૃતદેહને લીધે વન વિભાગમાં મચ્યો તાંડવ, જુઓ પછી શું થયું??

આજે રાપરના ગાગોદર નજીક વનવિભાગની સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલ રાજબાઇ માતાજીના મંદિર પાસેથી 28 મોરના મૃત્દેહ મળી આવતા આસપાસના ગામોમાં અરેરાટી ફેલાઇ છે તો બે જેટલા અન્ય મોર પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે જેને સારવાર માટે ગ્રામજનોએ પશુ હોસ્પિટલમાં ખસેડ્યા છે. શ્રી વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદરના પ્રમુખ ધારાભાઈ ભરવાડે આપેલી માહિતી મુજબ આ બનાવ આજે બપોર બાદ સામે આવ્યો હતો આજે ગોડાસર વિસ્તાર નજીક આવેલા રાજબાઇ માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસેની બાવળની ઝાડીમાં મોરના મૃતદેહ પડ્યા હોવાનુ સ્થાનિક લોકોના ધ્યાને આવ્યુ હતુ અને ત્યારબાદ તો મોટી સંખ્યામા જીવદયાપ્રેમીઓ ત્યા પહોંચી આવ્યા હતા અને તપાસ કરતા એક નહી પરંતુ 28 મોરના મોતનો આંકડો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનીક વનવિભાગ સહિત આડેસર સેન્ચ્યુરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા હતા અને તપાસનો આંરભ કર્યો છે. કચ્છના રાપર વિસ્તારમાં મોરની સંખ્યા વિશેષ છે અને હજુ થોડા દિવસ પહેલા જ મોરના શિકારની ઘટના સામે આવી હતી ત્યારે પ્રાથમીક દ્રષ્ટિએ ત્યા પહોચેલા સ્થાનીક લોકોએ શિકાર માટે તેની હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જો કે વનવિભાગના અધિકારી એમ.એન....