Skip to main content

Posts

પત્નીને સળગાવી નાંખનાર નરાધમ પતિને આજીવન સખત કેદ અને દંડ

કેરોસીન છાંટી પત્નીને સળગાવી નાંખનાર નરાધમ પતિને આજીવન સખત કેદ ભુજ તાલુકાનાં માધાપર ગામમાં કારીમોરી સોનલ કૃપા એજન્સી નવાવાસ ખાતે રહેતી  લક્ષ્મીબેન રામજી કોલી ને એનો પતિ રામજી ઉર્ફે પપુ મામદભાઈ ઈભલાભાઈ કોલી ઉ.વ. ૨૫ એ  ગત ૧૦.૧૨. ૨૦૧૬ નાં રાત્રે દસેક વાગ્યાના અરસામાં કેરોસીન છાંટી સળગાવી નાંખતા ભુજ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમ્યાન લક્ષ્મીબેન રામજી કોલીનું ૨૪.૧૨.૨૦૧૬ નાં મોત થયું હતું , જેની કાયદાકીય તપાસ ભુજ બી ડિવિઝન નાં પી.આઈ. વી.કે.ખાંટ ચલાવી રહ્યા હતા . આ કેસ કોર્ટમાં જતાં અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ ધારદાર દલીલો કરતાં , મુખ્ય જિલ્લા ન્યાયધીશ એમ.એમ.ગાંધીએ અપરાધી રામજી મામદભાઈ કોલી ને આજીવન સખત કેદ તેમજ દંડની સજા ફરમાવી હતી , ભુજ કોર્ટના આ ધારદાર ચુકાદામાં એવો પણ ઉલ્લેખ છે કે જો આરોપી દંડ ની રકમ ૨૦૦૦  ન ભરે તો વધુ ૩ માસની સખત કેદ ફટકારવામાં આવી હતી. મૃતક પરિણીતા લક્ષ્મીબેન મરણોત્તર નિવેદનમાં લખાવ્યું હતું કે એનાં દિયર એક્સિડન્ટ નાં કલેમ નાં રૂપિયાની વહેંચણી બાબતે અવારનવાર એનો પતિ રામજી એને મારકૂટ કરતો હતો, બનાવના...

અંજાર માં હત્યાનો સતત બીજો બનાવ

અંજાર માં હત્યાનો સતત બીજો બનાવ વરસામેડી ગામની સીમમાં બેનસો માં અંગત અદાવતમાં હત્યા આરોપીએ ગઈકાલે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનના માથામાં લાકડી ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સારવાર દરમ્યાન યુવકનું મોત થતા બનાવ હત્યા માં પલટાયો ગણતરીના બે કલાકોમાં હત્યા ના બે બનાવથી કાયદા ના રક્ષકોમાં દોડધામ અંજાર પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા અંજાર શહેર માં ગાયત્રી ચાર રસ્તા પાસે એક આધેડ ની તિક્શણ હથિયાર વડે હત્યા નિપજાવી છે. રામજીભાઈ પ્રજાપતિ ઊ. 65.જે ગાયત્રી ચાર રસ્તા પાસે એક ચા ની હોટેલ માં કામ કરતાં હતાં. સુત્રો ના જણાવ્યા પ્રમાણે આજે સવારે 4:30 ના સમયે રામજીભાઈ પ્રજાપતિ ચા ની હોટેલ નુ સટર ખોલી સાફસફાઈ કરતા હતાં તયારે કોઈ અજાણ્યા શખ્સો આવીને તેમના પર હુમલો કરી હત્યા નિપજાવી છે. પોલીસ ના જણાવ્યા પ્રમાણે હત્યા પાછળ નુ કારણ જણાયું નથી. બોડી ને પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તસવીર અને અહેવાલ : નિર્મલસિંહ જાડેજા - અંજાર 

મુખ્યમંત્રી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આવતીકાલે કચ્છની મુલાકાતે, જાણો શું છે પ્રવાસની મુખ્ય વાતો..

તા. 20-9-18 ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની અછતગ્રસ્ત સ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા અને હવે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કચ્છ ખાતે આવી રહ્યા છે. અમિત ચાવડાકચ્છના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પશુ માટે ઘાસચારો, સ્થાનિક રોજગાર, પેયજલ સહિતના વિવિધ મુદ્દે સમીક્ષા કરી ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરશે. પ્રદેશ પ્રમુખ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાશે. અમિત ચાવડા અછતગ્રસ્ત વિસ્તારોના આગેવાનો, માલધારીઓ, ખેડૂતોના પ્રતિનિધિઓને રૂબરૂ મળી ચર્ચા કરશે. મુખ્યમંત્રી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની  આવતીકાલ ની કચ્છની મુલાકાતથી ચર્ચા જગાવી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ...

મુખ્યમંત્રીએ કચ્છ ને અછત ગ્રસ્ત જાહેર કર્યું, બેઠકમાં કયા કયા મુદાઓ પર ચર્ચા થઈ અને શું આવ્યા નિર્ણયો વાંચો ખાસ અહેવાલ..

વરસાદ વગર કચ્છમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે, ગુજરાત સરકારે આગામી પહેલી ઓક્ટોબરથી સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અછતની પરિસ્થિતિની સમીક્ષા માટે ભુજ દોડી આવેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ, સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મિટીંગ યોજી ગહન ચિંતન કર્યાં બાદ કચ્છને પહેલી ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લો અછતગ્રસ્ત જાહેર થતાં નવા ઢોરવાડા શરૂ થશે, પાંજરાપોળ-ગૌશાળાઓ અને ઢોરવાડાઓને રાહતદરે ઘાસ ઉપરાંત પશુદીઠ સબસીડી ચૂકવાશે. અછતગ્રસ્ત તાલુકાઓમાં લોકોનું સ્થળાંતર રોકાય અને રોજગાર મળે માટે વિવિધ રાહત કામગીરી શરૂ થશે. મુખ્યમંત્રીએ કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જે જે તાલુકામાં ૧૨૫MMથી ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ પહેલી ઓક્ટોબરથી અછત જાહેર થઈ જશે તેવો નિર્ણય કર્યો છે. ભુજમાં મીટીંગ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, વલસાડથી મોટી માત્રામાં ઘાસ લાવવાનું ટેન્ડર અપાઈ ચૂક્યું છે અને રેલવે મારફતે કચ્છમાં ટૂંક સમયમાં ઘાસ પહોંચાડવાનું શરૂ થશે. પશુ ઘાસચારા ઉપ...

કચ્છના ચકચારી નલિયા ગેંગરેપ કેસમાં વધુ ત્રણ આરોપીને કૉર્ટે જામીન પર મુક્ત કર્યાં..

ભુજ સેશન્સ કૉર્ટે ગોવિંદ અર્જુનદાસ પારૂમલાણી, નખત્રાણાના અશ્વિન રવિલાલ સેજપાલ અને ગાંધીધામના અજીત પારૂમલ રામવાણીના જામીન મંજૂર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ગુજરાત હાઈકૉર્ટે વિનોદભાઈ ઉર્ફે બબા શેઠને જામીન પર મુક્ત કર્યાં બાદ અન્ય આરોપીઓની જામીન મુક્તિની આશા જાગી હતી. જામીન અરજી પર ભુજના એડવોકેટ હેમસિંહ ચૌધરી અને દિપક ઉકાણીએ દલીલો કરી હતી. જાન્યુઆરી 2017ના અંતિમ સપ્તાહમાં નલિયા પોલીસ મથકે ગેંગરેપની ફરિયાદ નોંધાયા બાદ ફેબ્રુઆરીમાં પોલીસે કુલ 8 આરોપીઓની ફેબ્રુઆરી માસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ કેસના વિવિધ તબક્કે સેશન્સ અને હાઈકૉર્ટમાં જામીન માટે અરજીઓ કરી હતી. પરંતુ, અત્યારસુધી નામંજૂર થઈ હતી. ગત 11 સપ્ટેમ્બરે હાઈકૉર્ટે વિનોદભાઈ ભીંડે ઉર્ફે બબાશેઠની જામીન અરજી મંજૂર થઈ હતી. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂ...

ભુજની આરટીઓ કચેરી પાસે થી મળી આવ્યૂ નવજાત શિશુ..

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ભુજની આરટીઓ કચેરી પાસેથી ઝાડીઑ માથી નવજાત શિશુ મળી આવ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને બાળકને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.  નજરે જોનારા ના કહેવા મુજબ આ શિશુ અહી બે દિવસ થી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ માતા એ પોતાનું પાપ છુપાવવા માટે આ રાક્ષસી કૃત્ય કર્યું હોય તેવું ચોક્કસ થી જણાઈ આવે છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 20 રૂપિયામાં 20 લીટર

ક્ચ્છમાં પણ સ્વાઈન ફ્લૂએ કર્યો પગપેસારો, એક કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ..

ગુજરાતના અનેક જીલ્લાઓમાં હાલ સ્વાઇનફ્લુના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે હવે સ્વાઇનફ્લની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. આદિપુરના એક વૃધ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવતા આજે કચ્છમાં ચાલુ સીઝનનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગના ડોક્ટર અરૂણકુમાર કુર્મીએ આપેલી માહિતી મુજબ આદિપુરના વૃધ્ધનો રીપોર્ટ પોઝીટવ આવ્યો છે અને હાલ તે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જો કે ચાલુ વર્ષે આ પહેલા જાન્યુઆરી મહિના બાદ પણ સ્વાઇનફ્લુના કેસો સામે આવ્યા છે જેની વિગત આપતા આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ કે 2018માં અત્યાર સુધી કુલ ચાર કેસો પોઝીટીવ આવ્યા છે જેમાં એકનુ મૃત્યુ થયુ છે. જો કે હાલ જ્યારે રાજ્યમાં વિવિધ જગ્યાએ કેસો પોઝીટીવ આવી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે અને ખાનગી હોસ્પિટલ સહિત શંકાસ્પદ લાગતા કેસોના પરિક્ષણ સહિત તમામ પ્રિકોશનના પગલા લેવા માટે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsa...