Skip to main content

Posts

મુખ્યમંત્રીએ કચ્છ ને અછત ગ્રસ્ત જાહેર કર્યું, બેઠકમાં કયા કયા મુદાઓ પર ચર્ચા થઈ અને શું આવ્યા નિર્ણયો વાંચો ખાસ અહેવાલ..

વરસાદ વગર કચ્છમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે, ગુજરાત સરકારે આગામી પહેલી ઓક્ટોબરથી સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. અછતની પરિસ્થિતિની સમીક્ષા માટે ભુજ દોડી આવેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ, સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મિટીંગ યોજી ગહન ચિંતન કર્યાં બાદ કચ્છને પહેલી ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. કચ્છ જિલ્લો અછતગ્રસ્ત જાહેર થતાં નવા ઢોરવાડા શરૂ થશે, પાંજરાપોળ-ગૌશાળાઓ અને ઢોરવાડાઓને રાહતદરે ઘાસ ઉપરાંત પશુદીઠ સબસીડી ચૂકવાશે. અછતગ્રસ્ત તાલુકાઓમાં લોકોનું સ્થળાંતર રોકાય અને રોજગાર મળે માટે વિવિધ રાહત કામગીરી શરૂ થશે. મુખ્યમંત્રીએ કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જે જે તાલુકામાં ૧૨૫MMથી ઓછો વરસાદ વરસ્યો છે ત્યાં પણ પહેલી ઓક્ટોબરથી અછત જાહેર થઈ જશે તેવો નિર્ણય કર્યો છે. ભુજમાં મીટીંગ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, વલસાડથી મોટી માત્રામાં ઘાસ લાવવાનું ટેન્ડર અપાઈ ચૂક્યું છે અને રેલવે મારફતે કચ્છમાં ટૂંક સમયમાં ઘાસ પહોંચાડવાનું શરૂ થશે. પશુ ઘાસચારા ઉપ...

કચ્છના ચકચારી નલિયા ગેંગરેપ કેસમાં વધુ ત્રણ આરોપીને કૉર્ટે જામીન પર મુક્ત કર્યાં..

ભુજ સેશન્સ કૉર્ટે ગોવિંદ અર્જુનદાસ પારૂમલાણી, નખત્રાણાના અશ્વિન રવિલાલ સેજપાલ અને ગાંધીધામના અજીત પારૂમલ રામવાણીના જામીન મંજૂર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ગુજરાત હાઈકૉર્ટે વિનોદભાઈ ઉર્ફે બબા શેઠને જામીન પર મુક્ત કર્યાં બાદ અન્ય આરોપીઓની જામીન મુક્તિની આશા જાગી હતી. જામીન અરજી પર ભુજના એડવોકેટ હેમસિંહ ચૌધરી અને દિપક ઉકાણીએ દલીલો કરી હતી. જાન્યુઆરી 2017ના અંતિમ સપ્તાહમાં નલિયા પોલીસ મથકે ગેંગરેપની ફરિયાદ નોંધાયા બાદ ફેબ્રુઆરીમાં પોલીસે કુલ 8 આરોપીઓની ફેબ્રુઆરી માસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ કેસના વિવિધ તબક્કે સેશન્સ અને હાઈકૉર્ટમાં જામીન માટે અરજીઓ કરી હતી. પરંતુ, અત્યારસુધી નામંજૂર થઈ હતી. ગત 11 સપ્ટેમ્બરે હાઈકૉર્ટે વિનોદભાઈ ભીંડે ઉર્ફે બબાશેઠની જામીન અરજી મંજૂર થઈ હતી. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂ...

ભુજની આરટીઓ કચેરી પાસે થી મળી આવ્યૂ નવજાત શિશુ..

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ભુજની આરટીઓ કચેરી પાસેથી ઝાડીઑ માથી નવજાત શિશુ મળી આવ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને બાળકને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.  નજરે જોનારા ના કહેવા મુજબ આ શિશુ અહી બે દિવસ થી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોઈ માતા એ પોતાનું પાપ છુપાવવા માટે આ રાક્ષસી કૃત્ય કર્યું હોય તેવું ચોક્કસ થી જણાઈ આવે છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 20 રૂપિયામાં 20 લીટર

ક્ચ્છમાં પણ સ્વાઈન ફ્લૂએ કર્યો પગપેસારો, એક કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ..

ગુજરાતના અનેક જીલ્લાઓમાં હાલ સ્વાઇનફ્લુના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે હવે સ્વાઇનફ્લની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. આદિપુરના એક વૃધ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવતા આજે કચ્છમાં ચાલુ સીઝનનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગના ડોક્ટર અરૂણકુમાર કુર્મીએ આપેલી માહિતી મુજબ આદિપુરના વૃધ્ધનો રીપોર્ટ પોઝીટવ આવ્યો છે અને હાલ તે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જો કે ચાલુ વર્ષે આ પહેલા જાન્યુઆરી મહિના બાદ પણ સ્વાઇનફ્લુના કેસો સામે આવ્યા છે જેની વિગત આપતા આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ કે 2018માં અત્યાર સુધી કુલ ચાર કેસો પોઝીટીવ આવ્યા છે જેમાં એકનુ મૃત્યુ થયુ છે. જો કે હાલ જ્યારે રાજ્યમાં વિવિધ જગ્યાએ કેસો પોઝીટીવ આવી રહ્યા છે ત્યારે કચ્છમાં પણ આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે અને ખાનગી હોસ્પિટલ સહિત શંકાસ્પદ લાગતા કેસોના પરિક્ષણ સહિત તમામ પ્રિકોશનના પગલા લેવા માટે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsa...

ભુજ માંથી બે જગ્યાએ થી દબાણ દૂર કરાયું અને પછી શું થયું તે જાણો..

ભુજના પ્રાંત અધિકારી આર.જે. જાડેજાના નેતૃત્વ હેઠળ આજે ભુજ ખાતેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારે ભીડ નાકા વિસ્તારમાં સર્વે નંબર ૫૨૪ની સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર ચણી દેવાયેલું પાકું મકાન જેસીબી વડે તોડી પડાયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મોહમ્મદ ફકીર નાગોરી નામના શખ્સ દ્વારા આ જમીન પર ગેરકાયદે દબાણ કરાયું હતું જેની અંદર તેણે પાકા રસ્તા પણ બનાવી દીધા હતા અને ચોતરફ કંપાઉન્ડ વૉલ ચણી દીધી હતી. જે તંત્રએ તોડી પાડી છે. આ દબાણ તોડી પાડ્યા બાદ તંત્રએ ભુજની ભાગોળે ત્રિમંદિર સામે નરનારાયણનગર સોસાયટીમાં ભાડા હસ્તકની સરકારી જમીન પર બનાવી દેવાયેલાં વાડા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં અહીં દબાણકારોએ ગાય-ભેંસોને બાંધવા ઢોરવાડા બનાવી ચોતરફ કોટ બનાવી દીધા હતા જેને પણ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા તોડી પાડવામાં આવેલ હતું. બંને જગ્યાએ કુલ મળીને દબાણગ્રસ્ત 25 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. દબાણ હટાવ ઝુંબેશ સમયે કોઈ અનિચ્છનિય બનવા ને નિવારવા માટે ભુજ એ ડિવિઝન અને બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 30 પોલીસ જવાનોનો કાફલો પણ તૈનાત કરી દેવાયો હતો. આગામી દિવસોમાં આ કાર્યવ...

લખપતના અકરી ખનીજ ચોરી મુદે ખાણ ખનીજ વિભાગે નોંધાવી ફરીયાદ, જુઓ પછી શું થયું..

નારાયણ પોલીસ સ્ટેશન માથી મળતી માહિતી અનુસાર લખપત ના અકરી ખાતે ખનીજ ચોરી ની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે ત્યારે હવે લિગ્નાઈટ ચોરી નો બનાવ પ્રકાશમાં આવતા ખાણ ખનીજ વિભાગે નારાયણ સરોવર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખનીજ માફિયાઓ દ્વારા 1756.05 મેટ્રિક ટન કિલો કિમત રૂપિયા 22,60,037 ની ચોરી સંદર્ભે ફરીયાદ નોંધાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે આગળ ની તપાસમાં શું હકીકતો બહાર આવે છે.. અહેવાલ અને તસવીર- હિતેશ જોશી લખપત Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 20 રૂપિયામાં 20 લીટર

ભચાઉ સબ જેલમાંથી રીઢો ચોર ફરાર

ભચાઉની સબ જેલમાંથી રીઢો ચોર ફરાર ચોરીનાં અનેક ગુન્હામાં સંડોવાયેલો ભરત રામજી કોળી નામનો રીઢો ચોર આજે સાંજે 6 થી 6.30 વાગ્યા નાં અરસામાં જેલની અંદરની દીવાલ પાસે લાકડાનો ટેકો રાખી જેલમાંથી ફરાર થઈ જતાં મામલતદાર અને પોલીસ કાફલો ભચાઉ સબ જેલ દોડી ગયો હતો.. તસ્વીર અને અહેવાલ  : વિનોદ સાધુ , ભચાઉ રાપર પ્રતિનિધિ 72260 06130