Skip to main content

Posts

https://youtu.be/qaVvUdSu2MU સુપ્રીમનો ચુકાદો : સમલૈંગિક સંબંધો ગુન્હો નહીં , પણ સમાજ ઉપર શું થશે અસર ? જુઓ " મા ન્યુઝ " નો ખાસ અહેવાલ ....

https://youtu.be/qaVvUdSu2MU સુપ્રીમનો ચુકાદો : સમલૈંગિક સંબંધો ગુન્હો નહીં , પણ સમાજ ઉપર શું થશે અસર ? જુઓ " મા ન્યુઝ " નો ખાસ અહેવાલ ....

સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો..

સમલૈંગિકતા હવે ગુનો નથી, સુપ્રિમ કોર્ટે આ કેસમાં મોટો ચૂકાદો આપ્યો છે. આ સાથે કોર્ટે સમલૈંગિકતાને ગુનો માનતી આઈપીસીની કલમ 377 હેઠળ કેટલીક જોગવાઈઓને ગેરસકાયદેસર માની છે. કોર્ટે કહ્યુ કે પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર છે. દેશમાં બધાને સમાનતાનો અધિકાર છે. દેશમાં બધાને સમ્માન સાથે જીવવાનો અધિકાર છે. સમાજે પોતાના વિચારો બદલવાની જરૂર છે. જૂની ધારણાઓ છોડવી પડશે. જો કે કોર્ટે પશુઓ સાથેના સંબંધને ગુનાની શ્રેણીમાં મૂક્યા છે. કોર્ટે કહ્યુ કે બે સગીરો વચ્ચે એકબીજાની સંમતિથી બનેલા સંબંધ કોઈના માટે નુકશાનકારક નથી. તે બે લોકો વચ્ચે એકબીજાની સંમતિની બાબત છે. માટે હવે કલમ 377 સમલૈંગિકતા હવે ગુનો નથી. સુપ્રિમ કોર્ટે આ ચૂકાદા સાથે ડિસેમ્બર 2013 ના રોજ સંભળાવાયેલા પોતાના ચૂકાદાને જ પલટાવી દીધો છે. સીજેઆઈ દીપક મિશ્રા સાથે જસ્ટીસ આરએફ નરિમન, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની બંધારણીય ખંડપીઠે 10 જુલાઈના રોજ સુનાવણી શરૂ કરી હતી અને 17 જુલાઈના રોજ આના પર ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો.. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે જીવનનો અધિકાર માનવીય અધિકાર છે. આ અધિકાર વિના બીજા અધિકારો...

છ જિલ્લામાંથી કચ્છમાં ઘાસ ઠલવાઇ રહયું છેઃ બે દિ’માં ૧૮૩ ટ્રકો આવી પહોંચી..

કચ્છમાં વરસાદના અભાવે મહામુલા પશુધનને બચાવવા રાજય સરકારના અથાક પ્રયાસો વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા કચ્છના ત્રણ નાયબ કલેકટર અને ત્રણ મામલતદારોને કચ્છમાં ઝડપભેર ઘાસ લાવવાની પરિસ્થિતિની ગંભીરતા પારખી રવાનગી કરાયાં બાદ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રોજે-રોજ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને કચ્છમાં ઘાસની પરિસ્થિતિ ઝડપભેર થાળે પાડવા જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, અમરેલી અને બોટાદ ખાતેથી ઘાસની રોજ-બ-રોજ આવક થતી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગઇકાલે ૪થી સપ્ટેમ્બરે બપોર સુધીમાં ૬૨ ટ્રકસ રવાના કરાઇ હતી જેમાં જુનાગઢથી ૯, સુરેન્દ્રનગરથી ૮, ભાવનગરથી ૨૬, જામનગરથી ૫, અમરેલીથી ૮ અને બોટાદથી ૬ ટ્રક કચ્છ માટે લોડીંગ કરી ઘાસની રવાનગી કરાઇ હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ પાંચમી સપ્ટેમ્બરે કચ્છના પશુધનની ઘાસની જરૂરિયાતને પહોંચી વળવા વધુ ૧૨૧ ટ્રક રવાના કરાયાં છે. જેમાં જુનાગઢથી ૧૫, સુરેન્દ્રનગરથી ૨૦, ભાવનગરથી ૩૧, જામનગરથી ૩૦, અમરેલીથી ૧૦ અને બોટાદથી ૧૫ ટ્રકો ભરીને કચ્છ ભણી ઘાસ મોકલવામાં આવે છે. જામનગરથી ૬૦ હજાર કીલો, સુરેન્દ્રનગરથી ૮૦ હજાર કીલો, ભાવનગરથી ૧.૨૪ લાખ કીલો, જ...

ભારસર ખાતે એક યુવક ની મળી લાશ : મૃતક યુવક બે દિવસ થી હતો લાપતા..

મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભારસર નો રહેવાસી યુવક અરવિંદ સુલેમાન કોલી ઉ.વ. 27 વાળો યુવક બે દિવસ થી લાપતા હતો જેની શોધખોળ ચાલુ હતી. આ યુવક ની લાશ ભારપર સીમ માથી મળી આવી હતી. અમુક નજરે જોનારા લોકો નું કહેવું છે કે એક દિવસ અગાઉ કોઈ સંદીગ્ધો કોઈ અજાણ્યા શખ્સને માનકૂવા રોડ પાસે થી ખસેડી ને લઈ જતાં હતા, હવે આ યુવક તે જ શખ્સ છે કે નહીં તે તપાસ નો વિષય છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ છે. યુવક ની લાશ ની હાલત જોતાં અત્યંત બિહામણી હાલત માં જોવા મળી રહી છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમજ સૂત્રો માથી મળતી વિગતો અનુસાર બે વર્ષ અગાઉ પણ આ જ યુવક ના મોટા ભાઈ ની પણ હત્યા નિપજાવી નાખવામાં આવી હતી.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ...

પધ્ધર સીમ માથી મળી એક યુવક ની લાશ, પરિવારે કર્યા હત્યા ના આક્ષેપો..

પ્રાપ્ત વિગતો અનુસાર પધ્ધર સીમ માથી એક યુવક શંકર રાધાભાઈ ડાંગર ઉ.વ. 21 રહે. પધ્ધર ની બાવળ ની ઝાડીઑ માથી પાવર હાઉસ પાસે લટકતી હાલત માં લાશ મળી આવી હતી. આસપાસ જોતાં કોઈ શખ્સો સાથે ઝપાઝપી થઈ હોય તેવું પણ જણાઈ આવે છે. પધ્ધર પોલીસ ઘટના સ્થળે તપસ અર્થે દોડી ગઈ હતી ને પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવે છે કે આ યુવક નું મોત ગત રાત્રે થયું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. તો પરિવારે મા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે આ યુવક ને કોઈ એ મન દુખ રાખી ને મોત ને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બનતા સમગ્ર પંથક માં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ...

આશુતોષે આમ આદમી પાર્ટી માંથી મેળવી 'આઝાદી', આપ્યું રાજીનામું..

સ્વતંત્રતા દિવસે જ વરિષ્ઠ પત્રકાર આશુતોષ પણ રાજકારણમાંથી આઝાદી મેળવશે. એક મળતા અહેવાલ મુજબ આશુતોષે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે આશુતોષે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને થોડા મહિના અગાઉ પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. જો કે આશુતોષનું રાજીનામું હજી સુધી મંજૂર કરવામાં આવ્યું નથી. જેના કારણે આશુતોષ હવે સાર્વજનિક રીતે પાર્ટી છોડવાની જાહેરાત કરશે. આશુતોષે આપ પાર્ટી છોડવા પાછળ પોતાનું અંગત કારણ જવાબદાર ગણાવ્યું છે. જો કે આશુતોષના નજીકના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ભ્રષ્ટાચારની વિરુધ્ધ જંગ માટે બનાવામાં આવેલી પાર્ટી પોતાનો રસ્તો ભટકી ગઇ હોવાનો અહેસાસ થઇ રહ્યો હતો. જો કે આશુતોષ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી સંપૂર્ણ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા છે. જ્યારે સૂત્રોને મળતી જાણકારી મુજબ આશુતોષ ફરી પત્રકારિતામાં સક્રિય થાય તેવી શક્યતા છે. આમ આપ પાર્ટી માટે લોકસભાની 2019ની ચૂંટણીને લગભગ આઠ મહિના બાકી હોય ત્યારે દિગ્ગજ નેતાના પક્ષ છોડી જવાથી મોટો ઝટકો લાગ્યો છે. Android App - maa news YouTube - ...

અબડાસાના વમોટી મોટી અને કંથાય સીમ માં ફરી થયું રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત : સોમવારે કલેકટર ને રજૂઆત..

પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસા તાલુકાના વમોટી મોટી અને કંથાય સીમ માં મોર ના મોટ થી પક્ષી પ્રેમી ઓ માં ખુબ દુઃખ ની લાગણી સાથે આક્રોશ પણ ફેલાયો હતો. અબડાસા તાલુકા માં છેલ્લા ઘણા સમય થી મોર ના મૃત્યુ અંગે ના અહેવાલો આવતા જ રહ્યા છે ત્યારે ફરી એક વાર મોર ના આ મૃત્યુ ને લીધે અબડાસા મતવિસ્તાર ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આકરા પાણી એ જોવા મળ્યા હતા અને મા ન્યુઝ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પવન ચક્કીઓ ને આડેધડ રીતે મંજૂરી આપવામાં આવતી હોવા થી જંગલો નો નાશ થઇ રહ્યો છે અને રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત પાછળ પણ આવી પવનચક્કી ઓ નો મોટો હાથ રહેલો છે. તેમજ લખપત તાલુકા પંચાયતના હઠુભા સોઢા એ પણ ઉમેર્યું હતું કે આ વિસ્તાર માં મોરો ના થતા આ આકસ્મિક મોત ખરેખર મોત  નથી પરંતુ આ એક આયોજિત ગુન્હો જ ગણાવી ને તંત્ર ની નિષ્ક્રિયતા માથે સવાલો ઉભા કર્યા હતા. આ વિસ્તારમાં આજે એટલે કે તા. 11-8-18 ના રોજ આશરે બપોરે બે વાગ્યે થયેલ મોર ના મોત  ને લીધે સમગ્ર પંથક માં આક્રોશ ફેલાયો હતો અને સોમવાર એટલે કે તા. 13-8-18 ના રોજ સવારે 11 વાગ્યે અબડાસા ધારાસભ્ય, હઠુભા સોઢા...