અબડાસાના વમોટી મોટી અને કંથાય સીમ માં ફરી થયું રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત : સોમવારે કલેકટર ને રજૂઆત..
પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસા તાલુકાના વમોટી મોટી અને કંથાય સીમ માં મોર ના મોટ થી પક્ષી પ્રેમી ઓ માં ખુબ દુઃખ ની લાગણી સાથે આક્રોશ પણ ફેલાયો હતો. અબડાસા તાલુકા માં છેલ્લા ઘણા સમય થી મોર ના મૃત્યુ અંગે ના અહેવાલો આવતા જ રહ્યા છે ત્યારે ફરી એક વાર મોર ના આ મૃત્યુ ને લીધે અબડાસા મતવિસ્તાર ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આકરા પાણી એ જોવા મળ્યા હતા અને મા ન્યુઝ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પવન ચક્કીઓ ને આડેધડ રીતે મંજૂરી આપવામાં આવતી હોવા થી જંગલો નો નાશ થઇ રહ્યો છે અને રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત પાછળ પણ આવી પવનચક્કી ઓ નો મોટો હાથ રહેલો છે.

તેમજ લખપત તાલુકા પંચાયતના હઠુભા સોઢા એ પણ ઉમેર્યું હતું કે આ વિસ્તાર માં મોરો ના થતા આ આકસ્મિક મોત ખરેખર મોત નથી પરંતુ આ એક આયોજિત ગુન્હો જ ગણાવી ને તંત્ર ની નિષ્ક્રિયતા માથે સવાલો ઉભા કર્યા હતા. આ વિસ્તારમાં આજે એટલે કે તા. 11-8-18 ના રોજ આશરે બપોરે બે વાગ્યે થયેલ મોર ના મોત ને લીધે સમગ્ર પંથક માં આક્રોશ ફેલાયો હતો અને સોમવાર એટલે કે તા. 13-8-18 ના રોજ સવારે 11 વાગ્યે અબડાસા ધારાસભ્ય, હઠુભા સોઢા તેમજ તેમની ટીમ કલેક્ટરને આ મુદ્દે રજૂઆત કરશે અને રાષ્ટ્રીય પક્ષી મોર ને સન્માન સાથે દફન વિધિ પણ કરશે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં
20 લીટર
K
ReplyDelete