Skip to main content

Posts

ભારસર ખાતે એક યુવક ની મળી લાશ : મૃતક યુવક બે દિવસ થી હતો લાપતા..

મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભારસર નો રહેવાસી યુવક અરવિંદ સુલેમાન કોલી ઉ.વ. 27 વાળો યુવક બે દિવસ થી લાપતા હતો જેની શોધખોળ ચાલુ હતી. આ યુવક ની લાશ ભારપર સીમ માથી મળી આવી હતી. અમુક નજરે જોનારા લોકો નું કહેવું છે કે એક દિવસ અગાઉ કોઈ સંદીગ્ધો કોઈ અજાણ્યા શખ્સને માનકૂવા રોડ પાસે થી ખસેડી ને લઈ જતાં હતા, હવે આ યુવક તે જ શખ્સ છે કે નહીં તે તપાસ નો વિષય છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ છે. યુવક ની લાશ ની હાલત જોતાં અત્યંત બિહામણી હાલત માં જોવા મળી રહી છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમજ સૂત્રો માથી મળતી વિગતો અનુસાર બે વર્ષ અગાઉ પણ આ જ યુવક ના મોટા ભાઈ ની પણ હત્યા નિપજાવી નાખવામાં આવી હતી.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ...

પધ્ધર સીમ માથી મળી એક યુવક ની લાશ, પરિવારે કર્યા હત્યા ના આક્ષેપો..

પ્રાપ્ત વિગતો અનુસાર પધ્ધર સીમ માથી એક યુવક શંકર રાધાભાઈ ડાંગર ઉ.વ. 21 રહે. પધ્ધર ની બાવળ ની ઝાડીઑ માથી પાવર હાઉસ પાસે લટકતી હાલત માં લાશ મળી આવી હતી. આસપાસ જોતાં કોઈ શખ્સો સાથે ઝપાઝપી થઈ હોય તેવું પણ જણાઈ આવે છે. પધ્ધર પોલીસ ઘટના સ્થળે તપસ અર્થે દોડી ગઈ હતી ને પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવે છે કે આ યુવક નું મોત ગત રાત્રે થયું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. તો પરિવારે મા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે આ યુવક ને કોઈ એ મન દુખ રાખી ને મોત ને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બનતા સમગ્ર પંથક માં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ...

આશુતોષે આમ આદમી પાર્ટી માંથી મેળવી 'આઝાદી', આપ્યું રાજીનામું..

સ્વતંત્રતા દિવસે જ વરિષ્ઠ પત્રકાર આશુતોષ પણ રાજકારણમાંથી આઝાદી મેળવશે. એક મળતા અહેવાલ મુજબ આશુતોષે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે આશુતોષે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને થોડા મહિના અગાઉ પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. જો કે આશુતોષનું રાજીનામું હજી સુધી મંજૂર કરવામાં આવ્યું નથી. જેના કારણે આશુતોષ હવે સાર્વજનિક રીતે પાર્ટી છોડવાની જાહેરાત કરશે. આશુતોષે આપ પાર્ટી છોડવા પાછળ પોતાનું અંગત કારણ જવાબદાર ગણાવ્યું છે. જો કે આશુતોષના નજીકના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ભ્રષ્ટાચારની વિરુધ્ધ જંગ માટે બનાવામાં આવેલી પાર્ટી પોતાનો રસ્તો ભટકી ગઇ હોવાનો અહેસાસ થઇ રહ્યો હતો. જો કે આશુતોષ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી સંપૂર્ણ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા છે. જ્યારે સૂત્રોને મળતી જાણકારી મુજબ આશુતોષ ફરી પત્રકારિતામાં સક્રિય થાય તેવી શક્યતા છે. આમ આપ પાર્ટી માટે લોકસભાની 2019ની ચૂંટણીને લગભગ આઠ મહિના બાકી હોય ત્યારે દિગ્ગજ નેતાના પક્ષ છોડી જવાથી મોટો ઝટકો લાગ્યો છે. Android App - maa news YouTube - ...

અબડાસાના વમોટી મોટી અને કંથાય સીમ માં ફરી થયું રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત : સોમવારે કલેકટર ને રજૂઆત..

પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસા તાલુકાના વમોટી મોટી અને કંથાય સીમ માં મોર ના મોટ થી પક્ષી પ્રેમી ઓ માં ખુબ દુઃખ ની લાગણી સાથે આક્રોશ પણ ફેલાયો હતો. અબડાસા તાલુકા માં છેલ્લા ઘણા સમય થી મોર ના મૃત્યુ અંગે ના અહેવાલો આવતા જ રહ્યા છે ત્યારે ફરી એક વાર મોર ના આ મૃત્યુ ને લીધે અબડાસા મતવિસ્તાર ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આકરા પાણી એ જોવા મળ્યા હતા અને મા ન્યુઝ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પવન ચક્કીઓ ને આડેધડ રીતે મંજૂરી આપવામાં આવતી હોવા થી જંગલો નો નાશ થઇ રહ્યો છે અને રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત પાછળ પણ આવી પવનચક્કી ઓ નો મોટો હાથ રહેલો છે. તેમજ લખપત તાલુકા પંચાયતના હઠુભા સોઢા એ પણ ઉમેર્યું હતું કે આ વિસ્તાર માં મોરો ના થતા આ આકસ્મિક મોત ખરેખર મોત  નથી પરંતુ આ એક આયોજિત ગુન્હો જ ગણાવી ને તંત્ર ની નિષ્ક્રિયતા માથે સવાલો ઉભા કર્યા હતા. આ વિસ્તારમાં આજે એટલે કે તા. 11-8-18 ના રોજ આશરે બપોરે બે વાગ્યે થયેલ મોર ના મોત  ને લીધે સમગ્ર પંથક માં આક્રોશ ફેલાયો હતો અને સોમવાર એટલે કે તા. 13-8-18 ના રોજ સવારે 11 વાગ્યે અબડાસા ધારાસભ્ય, હઠુભા સોઢા...

જૂની દૂધઈના રહીશ અલ્લારખાએ એક પરિણીતા પર બે વર્ષ સુધી ગુજાર્યો દુષ્કર્મ..

દૂધઈ પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે જૂની દૂધઈ નો રહીશ એવો અલ્લારખા કાસમ અંજાર તાલુકા ના અમરાપર ગામની 24 વર્ષની પરિણીતાને સતત બે વર્ષ સુધી છરી ની અણી એ બળાત્કાર ગુજરતો હતો. આરોપી એવા અલ્લારખા એ આ પરિણીતા ની અશ્લીલ વિડીયો ક્લિપ બનાવી ને તેને ધમકાવી છરી ની અણી એ દુષ્કર્મ ગુજારયું હતું.  આ બનાવ અંગે આજે પીડિતાએ દૂધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ માં જણાવ્યુ હતું કે આરોપી આ અશ્લીલ ક્લિપ ને ઇન્ટરનેટ માં ફેલાવી દેવાની ધમકી પણ આપતો હતો અને જો આ બાબતે કોઈ ને જાણ કરી તો પીડિતના પતિ ને જાન થી મારી નાખવાની પણ ધમકી આપતો હતો. આ આરોપી દૂધઈ હાઇ પર એક ચા ની હોટલ ધરાવે છે તેવું પણ જાણવા મળેલ છે. પોલીસે આ બાબતે ગુન્હો નોંધી ને આગળ ની તપાસ હાથ ધરી છે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા...

બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સરકાર પગલાં ભરવાને બદલે મોટા માથાઓને છાવરવા પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણી.

મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં લઇ જવાતા હતા. મગફળી ક્યાં પીલાઇ ગઇ એ સવાલ. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં સામે આવેલા કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા મગફળી કાંડ મામલે સતત ચોથા દિવસે પ્રતીક ઉપવાસ-ધરણાં કરવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે પ્રતીક ઉપવાસ ધરણાં કરી રહેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું હતું કે ગોંડલની અંદર ધરણા કર્યા તો જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલા ફોતરી ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઠલવાતી હતી અમે મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં લઇ જવાતા હતા. મગફળી ક્યાં પીલાઇ ગઇ એ સવાલ પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. નેશનલ ગોડાઉન સાપર ખાતે અમે ગઇકાલે ધરણા કર્યા હતા. એ સાપરની ઘટનાને આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે. છતાં એની તપાસ ક્યાં પહોંચી, એફએસએલનો રિપોર્ટ ક્યાં ગયો ? કૃષિ તજજ્ઞોનો રિપોર્ટ હજુ સુધી કેમ ન આવ્યો ? સીઆઇડી ક્રાઇમે એમાં શું પગલાં ભર્યા ? આજ સુધી કેમ કોઇ આરોપીઓને ન્યાયના કઠેરામાં ઉભા રાખવામાં ન આવ્યા, કેમ જેલના સળીયા પાછળ ધકેલવામાં ન આવ્યા, એ સવાલ પણ ઉઠવા પામ્યો છે. મોંઘા ભાવે ખરીદાયેલા...

નિગમ બચાવોના નારા સાથે એસટી ના કર્મચારીઓએ ફૂંકયું રણસિંગું.

એસટીના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને લડતના મૂડમાં છે નિગમના વિવિધ માન્ય સંગઠનોએ આગામી દિવસોમાં પોતાની માંગણીઓ સાથે અલગ અલગ કાર્યક્રમો યોજીને સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે રાજ્યની સાથે કરછના સંગઠનો પણ આ લડતમાં જોડાયા છે. રાજ્યના સંગઠન ધ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અને સૂચીમાં એસટી માં મુકાયેલી જીપીએસ સિસ્ટમનો યોગ્ય ઉપયોગ ન થવાને બદલે કર્મચારીઓ પર દબાવ સહિત,ખાનગીકરણ જેવી બાબતો અને મેઇન્ટેનન્સ જેવા મુદ્દાઓને લઈને યુનિયનોએ ૧૫ જેટલા મુદ્દાઓ આગળ ધરીને ૬ ઓગષ્ટથી ૨૦ ઓગષ્ટ દરમિયાન કાળી પટ્ટી સૂત્રોચાર સહિત રામધૂન જેવા કાર્યક્રમો આપીને વિરોધ દર્શાવશે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ...