Skip to main content

Posts

માંડવીના કોડાય પુલ નજીક ત્યજી દેવાયેલી બાળકી મળી આવી.

માંડવીના કોડાય પુલ નજીક ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી .ગુણપુરી નગર ની પાછળની સાઇડમાં બાવળની ઝાડીઓ માંથી ત્યજી દેવાયેલી બાળકી ઇજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં નજરે ચડતા તેને 108 મારફતે માંડવી સિવિલમાં મોકલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સામાજીક આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા.માતાની મમતાને લજાવતા આ કૃત્યથી માંડવી શહેરમાં ફિટકારની લાગણી ફેલાઈ છે. ફોટો સ્ટોરી પરેશ જોશી-માંડવી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

ગુજરાત સરકારે નવરાત્રી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી, દિવાળી વેકેશન ટૂંકાવ્યું...

છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં નવરાત્રીના વેકેશનને લઇને ચાલી રહેલ ચર્ચાઓનો આવી અંત આવ્યો.. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંએ પત્રકાર પરિષદને સંબોધી નવરાત્રીના વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 10 થી 17 ઓક્ટોબર નવરાત્રી વેકેશન ત્યારે 5થી 18 નવેમ્બર સુધી એટલે કે, 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાયેલ નવરાત્રીના વેકેશનને લઈ શિક્ષણ જગતમાં ભારે ઉહાપોહ થયો છે. ઠેરઠેર શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા વિરોધ પણ નોધાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નવરાત્રીનું વેકેશન તા.10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 1 જૂનથી 31 મે સુધીનુ શૈક્ષણિક વર્ષ હોય છે. આ વખતે ઉનાળુ વેકેશન મોડુ ખુલતા 11 જૂનથી શરૃ થયેલ શૈક્ષણિક વર્ષમાં 116 દિવસનું પ્રથમ સત્ર અને બીજુ સત્ર 131 દિવસનું રાખવામાં આવ્યુ છે. જેમાં 5 નવેમ્બરથી 21 દિવસનુ દિવાળી વેકેશન આપવામાં આવેલુ છે. જેથી દિવાળી વેકેશનના 5 દિવસ પહેલા અને પછીના ૫ દિવસમાં વિદ્યાર્થીઓની સ્કૂલોમાં હાજરી ઓછી વર્તાતી હોય છે. જેથી ૫ દિવસ વહેલા પરીક્ષા પૂર્ણ કરવાના આયોજન અન્વયે 1...

શાળા-કોલેજોમાં હવે નવલી નવરાત્રીમાં પડશે 9 દિવસની રજાઓ...

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. કારણ કે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. હવેથી નવરાત્રિ દરમિયાન તા. ૧0 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર ૨૦૧૮ સુધી 9 દિવસ શાળા-કોલેજોમાં રજા રાખવામાં આવશે. રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેએ આ જાહેરાત કરી છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન રજા રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે. નવરાત્રિ ગુજરાતનો મહત્વનો તહેવાર છે. મોડી રાત સુધી તમામ લોકો ગરબા રમતા હોય છે. જેથી સવારે શાળા કે કોલેજોમાં જવા માટે મુશ્કેલી થાય છે. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં રજા રાખતા હોય છે. હવેથી રજા જાહેર કરતા વિદ્યાર્થીઓને કોઇપણ મુશ્કેલી નહીં પડે કે ન તો તેમનો અભ્યાસ બગડે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 ...

જેંતી ભાનુશાલીના દુષ્કર્મ કાંડ અંગે મનીષાબેન ગોસ્વામીએ અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં કરી રજૂઆત.

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીની લંપટલીલાનો ભોગ બનેલી મનીષા ગોસ્વામીએ સાબરમતી મહિલા જેલમાથી જયંતીના દુષ્કર્મ કાંડ અંગે ગુજરાત હાઇકોર્ટમાં  રજૂઆત કરી છે,જેમાં જણાવ્યુ છે કે.હું જેલ માં આપઘાત કરું તો જયંતી ભાનુશાલીને જ તેનો જવાબદાર ગણવો.તે અત્યંત વગદાર વ્યક્તિ હોવાથી પોલીસ કોઈ પગલાં લેતી નથી.તેમજ મનીષા ગોસ્વામીએ એવા પણ આક્ષેપો કર્યા છે કે,મને જેલ માં માનસિક ત્રાસ આપવામાં આવે છે અને મને જામીન પર પણ છૂટવા દેવાતી નથી. નરોડા પોલીસે પણ ગેરકાનૂની રીતે મારી ધરપકડ કરી હતી.તેમજ આ મહિલા એ એવા પણ આક્ષેપો કર્યા છે કે તેના પતિને જયંતી ભાનુશાલીએ છેલ્લા દોઢમાસ થી ગુમ કરી દીધેલ છે.જેથી મનીષાબેન ગોસ્વામીએ રજૂઆતમાં જયંતી ભાનુશાલી જેવા નરાધમના ત્રાસમાથી તેમજ અન્ય મહિલાઓ જે તેનો ભોગ બનેલી છે ન્યાય અપાવવા માંગ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 0612...

માંડવીના સલાયા વિસ્તારમાં મુસ્લિમ યુવકની કરપીણ હત્યા.

બંદરીય શહેર માંડવીમાં આવેલા સલાયા વિસ્તારમાં ૩૮ વર્ષના સલિમ ઈબ્રાહિમ ચૌહાણ નામના  મુસ્લિમ યુવકની કરપીણ હત્યા છરીના ઘા મારીને આરોપીઓએ યુવાનને મોતને ઘાટ ઉતારયો.ટુ વ્હીલર વાહનની ટક્કર મારવા મુદે યુવાનની નજીવી બાબતે હત્યા કરતાં માંડવી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ડીવાયએસપી પટેલ માંડવી મરીન ખાતે ઘટનાની જાણ થતાં દોડી ગયા છે.વધુ તપાસ તેજ કરાઇ છે. આ ઘટનામાં બે આરોપીઓની અટક કરવામાં આવી હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

IT રિટર્ન્સ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે..

નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક મહિના માટે લંબાવીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. નવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ એપ્રિલમાં નોટીફાઇ કરવામાં આવ્યા હતા અને જે કરદાતાઓના એકાઉન્ટ માટે ઓડિટની જરૂર નથી તેમને ૩૧ જુલાઈ સુધી આઇટીઆર ઇ-ફાઇલ કરવાની મંજૂરી હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તમામ બાબતોનો વિચાર કર્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ કરદાતાઓની આ કેટેગરી માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇના બદલે લંબાવીને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ કરી છે.” વિલંબિત રિટર્ન માટે પેનલ્ટીની જોગવાઇ કરી હતી તેના કારણે છેલ્લાં થોડાં દિવસોથી કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરો ભારે તણાવમાં હતા. જોકે, ગુરુવારે સરકારે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એક મહિનો લંબાવીને ૩૧ ઓગસ્ટ કરી છે તેના કારણે કરદાતાઓને રાહત મળી છે. સરકારે જાહેર કર્યું હતું કે ૩૧ જુલાઇ બાદ રિટર્ન ભરનારા કરદાતાની આવક રૂ. ૫ લાખથી ઓછી હોય તો તેમના માટે રૂ. ૧,૦૦૦ દંડ રહેશે. જે કરદાતા રૂ. ૫ લાખથી વધારે આવક ધરાવતા હોય તેઓ ૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર દરમિયાન રિટર્ન ફાઇલ કરશે ...

કાલથી બે દિવસ સદીનું સૌથી મોટુ ચંદ્રગ્રહણ

૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી બે દિવસ દેખાશે. ૨૬ જુલાઇ ૧૯૫૩ના વર્ષ પછી પ્રથમવાર ૬૫ વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે, તે બ્લડમૂન કહેવાશે. આ વર્ષના ચંદ્રગ્રહણમાં વર્ષો પછી મંગળ, બુધ અને શનિ વક્રી ગતિથી ભ્રમણ કરતા હશે. રાહુ અને કેતુ વચ્ચે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૃ, શુક્ર આવી જતા હોવાથી આંશિક કાલસર્પયોગ થશે. સાથો સાથ મકર રાશિમાં થનારૃ આ ગ્રહણ ચંદ્ર-મંગળનો લક્ષ્મીયોગ સર્જશે. એટલે કે વક્રીભ્રમણ, આંશિક કાલસર્પયોગ અને લક્ષ્મી યોગનો અનોખો સંયોગ સર્જાશે. આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આગામી ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧.૫૪ શરૃ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્...