Skip to main content

Posts

ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે સરવા મંડપ વિસ્તાર માં દારૂ પકડવા હાથ ધરી ચેકિંગ, પરત ફરવું પડ્યું ખાલી હાથે..

આજે પશ્ચિમ ક્ચ્છ LCB ની રેઈડ ને અનુસંધાને આજે એટ્લે કે તા. ૭-૯-૨૦૧૮ ના રોજ સાજ ના સમયે ભુજ ના સરવા મંડપ વિસ્તારમાં દારૂ પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીના વખાણ પણ થયા પણ જાણે અહી ના સ્થાનિકો ને પહેલી જ જાણ થઈ ગઈ હોય તેમ અહી થી પોલીસ ને કાઇ જ મડયું નહીં ને પોલીસ ને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આ કામગીરી માં પોલીસ ની મોટી ટીમ જોડાઈ હતી પરંતુ તેમ છ્તા આખી ટીમ ખાલી હાથે જ પરત ફરી હતી. આ જોતાં લોકો માં ચર્ચા એ જોર પકડ્યું છે કે દારૂ નો વેપાર કરતા વેપારીઓ પર પોલીસ ની ધાક ઓછી થતી જાય છે એટ્લે આ કામગીરી હાથ ધરવા માં આવી છે. અહેવાલ અને તસ્વીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ...

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં યુવકની હત્યા કરનારા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડયા.

ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ૨૫ વર્ષના સહવાગ નંદલાલ ચૌધરી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી ગઈ કાલે રાત્રે કંડલા જોન નજીક ઓવર બ્રિજ પાસે ચેતન ઉર્ફે કાળુ વિરમભાઇ રાઠોડ(ઉ.વ.૨૩),વિષ્ણુ ગાંડાભાઈ મેમદાવાદીયા (ઉ.વ.૨૪) અને એક સગીર વયના આરોપીને ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા અગાઉ થયેલી બોલાચાલીના કારણે ત્રણેય આરોપીએ આ બિહારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

ભુજ-ગાંધીધામ રેલ્વે સ્ટેશન સ્ટોલો પર મુકાશે બિલિંગ મશીન

પારદર્શી વહીવટના ભાગરૂપે ભુજ-ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર આવેલ સ્ટોલો પર બિલિંગ મશીન મુકાશે. પ્રવાસીઓને ખાણી-પીણીના બિલો ફરજિયાત આપવાના હોઈ કુલીંગ-સર્વિસ ચાર્જના નામે થતી લૂંટ પર વિરામ મુકાશે.કેન્દ્રની મોદી સરકાર તમામ ક્ષેત્રે પારદર્શિતા લાવવાની દિશામાં કામ કરી રહી છે. ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રેલ્વે દ્વારા દેશમાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે અને તેઓ સ્ટેશનો પરના સ્ટોલ પરથી ખરીદી પણ કરતા હોય છે. રેલ્વે દ્વારા તમામ ખાણી-પીણીની વસ્તુઓના ભાવપત્રક દર્શાવવામાં આવતા હોવા છતા કુલીંગ-સર્વિસ ચાર્જના નામે પ્રવાસીઓ પાસેથી વધુ રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. રેલ્વે સ્ટેશનો પરના ફુડ સ્ટોલ પર થતી લૂંટને અટકાવવા તમામ સ્ટેશનો પરના સ્ટોલો પર બિલિંગ મશીન મુકવાનું આયોજન હાથ ધરાયું હોઈ ભુજ-ગાંધીધામ સ્ટેશને પણ તેની અમલવારી કરાશે. આ બાબતે ભુજ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર કે.કે. શર્માનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અહી ૩ સ્ટોલ કાર્યરત છે અને તમામ પર ભાવપત્રક લગાવેલા જ છે પરંતુ આગામી સમયમાં બિલિંગ મશીનો મુકવાનું પણ આયોજન છે. Android App - maa news YouTube - ma...

રમતમાં જુગારની છૂટ આપવા માટે કાયદાપંચનું સૂચન

ભારતના કાયદા પંચે સરકારને સોંપેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચોક્કસ નિયંત્રણો રાખીને રમતમાં જુગારને છૂટ આપવી જોઈએ.કાયદા પંચે અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, રમતગમતમાં જુગારને છૂટ આપ્યા બાદ મળનારી આવકનો ઉપયોગ જાહેર હિતની પ્રવૃત્તિ માટે કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણના વડપણ હેઠક કાર્ય કરતા પંચના આ અહેવાલમાં જણાવાયુ છે કે ગેરકાયદેસર જુગારને રોકવાનું અશક્ય છે.આથી તેની અવેજીમાં રમતગમતમાં રમતા જુગારને 'નિયંત્રિત' કરવાનો વિકલ્પ જ યોગ્ય છે.રમતોમાં 'કૅશલેસ' જુગારને છૂટ આપવાથી આવકમાં વધારો થશે અને ગેરકાયદેસર જુગારને ફટકો પડશે.પંચે જુગારમાં થતી આવકને ઇન્કમ ટૅક્સ અને જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના કાયદા હેઠળ આવરી લેવા પણ સૂચન કર્યું છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કી...

ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ રાણાની પસંદગી થઈ.

ભુજ નગરપાલિકામાં પ્રમુખ લતાબેન સોલંકી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં સમિતિઓમાં સભ્યોના અને ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા જેમાં કારોબારી સમિતિમાં ચેરમેન તરીકે ભરતભાઇ રાણાની પસંદગી થઈ છે અને સભ્યોમાં શૈલેન્દ્રસિંહ જાડેજા,અજય પી ગઢવી,મહીદીપસિંહ જાડેજા,કૌશલભાઈ મેહતા,ગોદાવરીબેન ઠક્કર,જગતભાઇ વ્યાસ,અશોકભાઈ પટેલ,રાહુલભાઈ ગોર,સહદેવસિંહ જાડેજા,રેશ્માબેન ઝવેરી રેહશે.સેનિટેશન સમિતિમાં ચેરમેન તરીકે અશોકભાઈ પટેલ અને સભ્યોમાં દિલિપભાઈ હડીયા,રસ્મિબેન સોલંકી,પ્રકાશબા જાડેજા ,મહીદીપસિંહ જાડેજા રેહશે.વોટર સપ્લાય સમિતિમાં ચેરમેન તરીકે કૌશલભાઈ મેહતા અને સભ્યોમાં મીનાબેન ચ્ંદે,કસંભાઈ કુંભાર,ધીરેનભાઈ ઠક્કર,અલીખાન બલોચ રેહશે.ટ્રાન્સપોર્ટ સમિતિમાં ચેરમેન તરીકે જીગ્નાબેન ઠક્કર અને સભ્યોમાં મીનાબેન ચ્ંદે,મહીદીપસિંહ જાડેજા,રશ્મિબેન સોલંકી રેહશે.શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ સમિતિમાં ચેરમેન તરીકે જાનકીબેન રાઘવ ભટ્ટ અને સભ્યોમાં કૌશલભાઈ મેહતા,રીટાબેન મોતા,અશોકભાઈ પટેલ,જગતભાઇ વ્યાસ રેહશે. ડ્રેનેજ સમિતિમાં ચેરમેન તરીકે દિલિપભાઈ હડીયા અને સભ્યોમાં જીગ્નાબેન ઠક્કર,અજય પી ગઢવી,શૈલેન્દ્રસિંહ જાડેજા,જ...

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી.

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં ૨૫ વર્ષના અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ યુવકને પાછલા ભાગે કોઇકે પત્થર વડે માર્યું હોવાથી મોત તેનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ યુવકની હત્યા થઈ ત્યાંથી પોલીસે તેનું આધારકાર્ડ કબ્જે કર્યું છે અને આ યુવકનું નામ સહવાગ નંદલાલ ચૌધરી હોવાની વિગત મળી છે.પરંતુ આ યુવક ક્યાનો છે તે હજી પોલીસને કોઈ જાણ થઈ નથી જેથી આ બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ :  125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા. મા ગૌશાળા:  દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,  ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર  મા ડ્રિંકિંગ વોટર:  15 રૂપિયામાં 20 લીટર

કચ્છમાં ૬.૧૬ લાખ બાળકોને ઓરી-રૃબેલાની રસી મૂકાશે..

સમગ્ર રાજયમાં પાંચ અઠવાડિયા ચાલનારા અભિયાન ઓરી અને રૃબેલા રોગ સામેની ઝુંબેશનો કચ્છમાં ૧૬મી જૂલાઇ, ૨૦૧૮થી પ્રારંભ થશે. આ ઝુંબેશમાં કચ્છમાં ૯ મહિનાથી ૧૫ વર્ષના અંદાજીત ૬.૧૬ લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભુજ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે ઓરી-રૃબેલા રસીકરણ કાર્યક્રમ વિરૃધ્ધના કેટલાંક સોશિયલલ મિડીયામાં થઇ રહેલા દુષ્પ્રચારને ખાળવા આરોગ્ય અધિકારીઓને નિર્દેશ આપ્યા હતાં. આ ઝુંબેશમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે, તે માટે લોકોમાં જાગૃતિ વધારવા સાથે જિલ્લા અને તાલુકા સહિત ગ્રામ્યકક્ષાએ પણ બેઠકો કરવા અને પ્રાંત અધિકારી, મામલતદાર કક્ષાએ તેમજ ઔદ્યોગિક વસાહતો, બીએસએફ, મિલીટરી, વાયુસેના કોસ્ટગાર્ડ જખૌ સહિત માઇનીંગ એરિયાને રસીકરણથી સાંકળી લેવા સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ આ બેઠકમાં ખોટી રીતે રસીકરણના આંકડાઓ વધારે દેખાડવાના પ્રયાસો કરવા સામે કર્મચારીઓને ચેતવ્યા હતા. રસીના જથ્થાની ખરાઇ અને આંકડા ચેક કરવા સહિતની બાબતે સૂચના આપી હતી. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - ...