Skip to main content

Posts

કેરા ગામ ખાતે એક કિશોર વયની યુવતીની લાજ લેવાનો બનાવ બનતા ચકચાર..

ભુજ તાલુકાના કેરા ગામ ખાતે એક કિશોર વયની યુવતીની લાજ  લેવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.જેની જાણ તેણી ના વાલી ને થતા તેના  વાલીએ સામાવાળા ઈસમોને ઠપકો આપવા જતા ઈસમોએ તેમને માર માર્યો હતો.અને તેઓ ઘાયલ થયા હતા. ભોગ બનનાર પીડિતાને સારવાર અર્થે ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને મારામારી માં ઘાયલ થયેલ બે વ્યક્તિઓને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વિગતો પીડિતા ના નિવેદન બાદ સ્પષ્ટ થઈ શકશે.

ભુજના કેમ્પ વિસ્તારમાં છોકરાઓ ના ઝઘડા ને લીધે એક શખ્સનું ખૂન..

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજના કેમ્પ વિસ્તાર, ચાકી ફળીયા માં રહેતા મામદ સુરંગી ઉ.વ. ૪૦ નું પાડોશી એવા રેહાન ઉમર શેખ ઉ.વ. ૨૭ વાળા એ છરી વડે હુમલો કરી ખૂન કરી નાખ્યું છે. સુત્રો માંથી મળતી માહિતી અનુસાર સમગ્ર બાબત એ રીતે ઘટી હતી કે ગત રાત્રે આ બંને પડોસીઓ ના છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડો પરિવારો વચ્ચે પહોચ્યો હતો અને ત્યાર બાદ આ સમગ્ર મામલો થાળે પણ પડી ગયેલ હતો.  આજે એટલે કે તા. ૪-૫-૨૦૧૮ ના સાંજના છ વાગ્યાના અરસામાં ફરી આ જ બાબરે મૃતક મામદ અને રેહાન ઉમર શેખ વચ્ચે ઝઘડો થતા રેહાને ઉશ્કેરાઈ જઈ ને છરી વડે મામદ સુરંગી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલા ને લીધે મામદ સુરંગી ને તુરંત જ જી.કે. જનરલ ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભચાઉ તાલુકાના લાકડીયા નજીક બે બાઈકચાલક યુવકોના અકસ્માતમાં કરુણ મોત..

સૂત્રો માંથી જાણવા મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના લાકડીયા નજીક આજે સવારે સર્જાયેલાં માર્ગ અકસ્માતમાં બે બાઈકચાલક યુવકોના કરુણ મોત નીપજ્યાં હતા. જાણવા મળતી વિગતો અનુસાર મૃતક યુવકો બાઈક પર જતા હતા ત્યારે એક ટ્રેલર જેવા ભારેખમ વાહનની ટક્કર લાગતાં બંને યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

તત્કાલીન DYSP મનોજ નીનામાને ભુજની કોર્ટે ૧ વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકારતા સનસનાટી..

ભુજના ફરિયાદી શખ્સ મોહમ્મદ ઈસ્માઈલને ભુજની સીટી પોલીસ મથકે સતત બે દિવસ બોલાવીને ઢોર મારવા સબબ તત્કાલીન DYSP અને હાલે ગુપ્તચાર વિભાગ અમદાવાદનાં SP તરીકે કામ કરતા મનોજ નીનામાને ભુજની કોર્ટે ૧ વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકારતા સનસનાટી મચી ગઈ છે. કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૦૧માં પ્રતાપસિંહ જાડેજા અને ચમન ગોર નામના બંને લોકોએ જમીન વહેચવા સંદર્ભે જાહેરાત આપી હતી. તેની સામે આ કેસનાં ફરિયાદી મોહમ્મદ ઈસ્માઈલે વાંધો લીધો હતો. આ વાંધો પાછો ખેચવા માટે ફરિયાદી ઉપર દબાણ લાવી માર મારતા IPCની કલમ ૩૨૩ હેઠળ નીનામાને દોષિત માનીને એક વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ ભુજની ચીફ કોર્ટમાં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ વી.ડી.મોઢ સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો અને ફરિયાદી પક્ષે હેમસિંહ ચૌધરી રહ્યા હતા. મનોજ નીનામા વર્ષ ૨૦૦૭માં IPS તરીકે નોમીનેટ થયા હતા. ભૂતકાળમાં નીનામાને PSI ભરતીનાં કૌભાડમાં સસ્પેન્ડ કરાયા હતા.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blo...

ફેસબુક પર દલિત સમાજ વિરુધ અભદ્ર ટીપ્પણીના વિરોધમાં આજે કચ્છ ખાતે ઉગ્ર વિરોધ..

ફેસબુક પર મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ વિશે અભદ્ર ટીપ્પણી કરવાના મામલા મુદે આજે ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે દલિત સમાજના લોકોએ કર્યો ચક્કાજામ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ટોળાને વિખેરી નાખ્યું હતું. આ ઘટના ને પગલે કચ્છમાં ઠેરઠેર પોલીસ નો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત અને 100 થી વધુ દલિત સમાજના કાર્યકરોને ડીટેઈન કરાયા.  ભુજ ના જ્યુબિલી સર્કલ ખાતે પણ ચક્કાજામ કરાયો હતો જેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. દલિતોએ રોડ પર સુઈ જઈને વિરોધ દર્શાવ્યો હતો. આ ચક્કાજામને પગલે એક કિલોમીટર સુધી થયો ટ્રાફીક જામ સર્જાયો હતો. તો બીજી બાજુ આ વિરોધ ને પગલે 4 જેટલી એમ્બ્યુલન્સ અટવાઈ હતી જેથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજની ભાગોળે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા દોડધામ..

ભુજના ભગવતી હાઇવે પર ઘાસ ભરેલા ટ્રક માં લાગી આગ, ઘાસ ભરેલી ટ્રક વિજવાયર સાથે સંપર્કમાં આવતા સ્પાર્ક થતા ટ્રકમા આગ લાગી હતી. આગ ના પગલે ઘાસની 40 જેટલી ગાંસડીઓ અને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગના બે ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભુજ તાલુકાના સુખપર ખાતે મોચીરાઈ નજીક ૩ વ્યક્તિઓ પર હુમલો..

જાણવા મળતી માહિતી અનુસાર સુખપર ના મોચીરાઈ નજીક 3 વ્યક્તિ પર હિંસક હુમલો થયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર જૂની અદાવત ને લઈને ધોકા અને લાકડી વડે આ હિંસક હુમલો કરાયો હતો. આ હુમલામાં સુખપર પ્રવીણ પ્રેમજી વાઘજીયાણી ઉ.વ. ૩૦, કાનજી રામજી વાઘજીયાણી ઉ.વ. ૬૦ અને પ્રેમજી રામજી વાઘજીયાણી ઉ.વ. ૫૨ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને ભુજ ખાતેની જી.કે. જનરલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આરોપીઓ એ હુમલા સાથે સોનાનું મંગળસૂત્ર, પાંચ તોલા સોનાની ચેન અને 24 હજારના ઓપ્પો મોબાઇલની લૂંટ કરી આરોપીઓ નાશી છૂટ્યા હતા.. અહેવાલ અને તસ્વીર કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com